gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક મંદીના માહોલમાં ભારતમાં ચમત્કારિક આર્થિક તેજી, અમેરિકા-ચીન જેવા દેશો પાછળ | India’s Economic…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in Business
0 0
0
વૈશ્વિક મંદીના માહોલમાં ભારતમાં ચમત્કારિક આર્થિક તેજી, અમેરિકા-ચીન જેવા દેશો પાછળ | India’s Economic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Economy: વૈશ્વિક અર્થતંત્ર પર નજર રાખનારા અગ્રણી અર્થશાસ્ત્રીઓ અને રેટિંગ એજન્સીઓએ તાજેતરમાં ભારતીય અર્થવ્યવસ્થાને ટોચનું સ્થાન આપ્યું છે. કોવિડ-19 ની મહામારી પછીના સમયમાં ભારતે જે આર્થિક પ્રગતિ હાંસિલ કરી, એના કારણે તે વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અમેરિકા, ચીન, યુરોપિયન યુનિયન અને રશિયા જેવા વિકસિત અર્થતંત્રો પૈકી કોણ આગળ નીકળે એના પર બારીક નજર રાખવામાં આવી હતી, પરંતુ એ તમામને બદલે ભારત એક અનપેક્ષિત ચમત્કાર દર્શાવીને સૌથી આગળ નીકળી ગયું છે.

હાર્વર્ડના અર્થશાસ્ત્રીએ ભારતની આર્થિક પ્રગતિ પ્રમાણિત કરી

હાર્વર્ડ યુનિવર્સિટીના જાણીતા અર્થશાસ્ત્રી જેસન ફર્મને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક આંકડાકીય ચાર્ટ શેર કર્યો છે, જે કોરોના પછીના સમયમાં ભારતના આર્થિક પ્રદર્શનની સ્પષ્ટ તસવીર પ્રસ્તુત કરે છે. આ ચાર્ટ વિવિધ દેશોની મહામારી અગાઉની અને મહામારી પછીની સ્થિતિની તુલના કરે છે. તે દર્શાવે છે કે વૈશ્વિક મહાસત્તાઓની તુલનામાં ભારતની આર્થિક પ્રગતિ અનન્ય અને અભૂતપૂર્વ છે. અન્ય રાષ્ટ્રો હજુ પણ મહામારીના આઘાતોમાંથી ઉભરી રહ્યા છે, ત્યારે ભારત વૃદ્ધિના નવા સોપાન સર કરી રહ્યું છે.

વૃદ્ધિ હાંસિલ કરનાર ભારત એકમાત્ર દેશ 

જેસન ફર્મને તેમના ડેટામાં 2019ની મહામારી અગાઉની સ્થિતિની સરખામણી 2025ના ત્રીજા ક્વાર્ટર (ત્રિમાસિક ગાળા) સુધીના નોમિનલ GDP સાથે કરી છે. આ તુલનાથી સ્પષ્ટ થાય છે કે ભારત એકમાત્ર એવો દેશ છે જેણે સતત ઉચ્ચ વૃદ્ધિદર જાળવી રાખ્યો છે અને તે 2025ના મધ્ય સુધીમાં +5% ના દરે પહોંચવાના માર્ગ પર છે. ચાર્ટ પર નજર નાખીએ તો 2020ના કોવિડ-કાળમાં ભયંકર હદે નીચે ગયા પછી ભારત 2022 સુધીમાં કોવિડ અગાઉની વૃદ્ધિ-રેખાને પાર કરી ગયું હતું. ફર્મને જણાવ્યું કે આ ઉચ્ચ વૃદ્ધિ કોઈ ક્ષણિક ઘટના નથી, પરંતુ દેશની મજબૂત મૂળભૂત આર્થિક રચના અને સુધારાઓનું પરિણામ છે.

આ પણ વાંચો: એપ્રિલથી ઓકટોબર દરમ્યાન ભારતમાંથી હોંગકોંગ ખાતેની નિકાસમાં વીસ ટકા વધારો

વૈશ્વિક અર્થતંત્રોની સ્થિતિ: એક તુલનાત્મક દ્રશ્ય

ફર્મનના ચાર્ટમાં એવો દાવો કરાયો છે કે કોવિડ-19 ની મહામારીએ વિશ્વભરમાં ઊંડી આર્થિક મંદી લાવી હતી. ભારતમાં સૌથી વધુ ઘટાડો (લગભગ -25%) નોંધાયો હતો. ચીનની અર્થવ્યવસ્થામાં -12% જેટલો ઘટાડો થયો, યુરોપમાં -15%, તથા રશિયા અને અમેરિકામાં ઘટાડો લગભગ -10% ની આસપાસ રહ્યો. ત્યાર પછીના સમયમાં અમેરિકામાં વિવિધ આર્થિક પગલાંઓના કારણે થોડો સુધારો થયો છે અને તે 2025 સુધીમાં લગભગ -2% વૃદ્ધિદર સુધી પહોંચી ગયું છે. જોકે, ચીન લાંબા સમય સુધી ચાલુ રહેલા કોવિડ નિયંત્રણો અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના સંકટને કારણે સંકોચન (-5%) નો સામનો કરી રહ્યું છે. યુક્રેન યુદ્ધના પરિણામે રશિયા એક તબક્કે લગભગ -8% ની નકારાત્મક સ્થિતિ સુધી પહોંચી ગયું હતું, જે હાલમાં -3% છે. યુરોપની અર્થવ્યવસ્થા પણ -3% ની આસપાસ અટકી ગઈ છે.

આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો વિશ્વાસ: ભારતના ભવિષ્ય પર સકારાત્મક દ્રષ્ટિકોણ

હાર્વર્ડના અર્થશાસ્ત્રીના અંદાજોને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના અભિપ્રાયો પણ સમર્થન આપે છે. ICRA (ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી)ની અપેક્ષા છે કે ભારતનો GDP વૃદ્ધિ દર 2025-26ના બીજા ત્રિમાસિકમાં 7% પર રહેશે. એ જ રીતે, મૂડીઝ રેટિંગ્સે ભારતનો વૃદ્ધિ દર 2025માં 7% અને 2026માં 6.4% રહેવાની આગાહી કરી છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે વૈશ્વિક સંસ્થાઓ ભારતની આર્થિક સ્થિરતા અને ભવિષ્યની વૃદ્ધિ ક્ષમતામાં ઊંડો વિશ્વાસ ધરાવે છે. ભારતની આ સફળતા પાછળ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ સંબંધી સુધારા અને સ્થિર મેક્રોઇકોનોમિક વાતાવરણ જેવા પાયાના ફેરફારોનો મોટો ફાળો રહ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંકિંગ, ઓટો, કન્ઝયુમર શેરો ફંડોનું ઘટાડે શોર્ટ કવરિંગ : સેન્સેક્સ 787 પોઈન્ટ ઉછળી 74107 | Banking a…
Business

બેંકિંગ, ઓટો, કન્ઝયુમર શેરો ફંડોનું ઘટાડે શોર્ટ કવરિંગ : સેન્સેક્સ 787 પોઈન્ટ ઉછળી 74107 | Banking a…

April 7, 2026
સોનાની આયાતમાં 29%નો વધારો, ચાંદીની 142.87% વધીને 11.43 અબજ ડોલર | Gold imports increase by 29% silv…
Business

સોનાની આયાતમાં 29%નો વધારો, ચાંદીની 142.87% વધીને 11.43 અબજ ડોલર | Gold imports increase by 29% silv…

April 7, 2026
148 શેલ કંપનીઓનું નેટવર્ક, 1379 સાયબર છેતરપિંડીના કેસો | Network of 148 shell companies 1379 cyber f…
Business

148 શેલ કંપનીઓનું નેટવર્ક, 1379 સાયબર છેતરપિંડીના કેસો | Network of 148 shell companies 1379 cyber f…

April 7, 2026
Next Post
બિહારમાં માતાના દૂધમાં યુરેનિયમ મળ્યું, 6 જિલ્લામાં 40 કેસ, નવજાતો પર કેન્સરનું જોખમ | New Research …

બિહારમાં માતાના દૂધમાં યુરેનિયમ મળ્યું, 6 જિલ્લામાં 40 કેસ, નવજાતો પર કેન્સરનું જોખમ | New Research ...

ચંડીગઢ માટે કોઈ નવું બિલ નથી લાવી રહી કેન્દ્ર સરકાર: પંજાબમાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ગૃહ વિભાગની …

ચંડીગઢ માટે કોઈ નવું બિલ નથી લાવી રહી કેન્દ્ર સરકાર: પંજાબમાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ગૃહ વિભાગની ...

સુરત આપઘાત: મંગેતર સાથેની વોટ્સએપ ચેટમાં ડૉ. રાધિકા તણાવમાં હોવાના સંકેત, કૂદતા પહેલા પીધી ઝેરી દવા …

સુરત આપઘાત: મંગેતર સાથેની વોટ્સએપ ચેટમાં ડૉ. રાધિકા તણાવમાં હોવાના સંકેત, કૂદતા પહેલા પીધી ઝેરી દવા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના જુહાપુરામાં કારચાલકે 7-8 વાહનોને અડફેટે લીધા, ગુસ્સામાં ટોળાએ પકડીને મારતાં મોત | In Juhap…

અમદાવાદના જુહાપુરામાં કારચાલકે 7-8 વાહનોને અડફેટે લીધા, ગુસ્સામાં ટોળાએ પકડીને મારતાં મોત | In Juhap…

12 months ago
કાયાવરોહણ પાસેની ઝાડીઓમાં છુપાવેલ દારૃની ૩૧૪૪ બોટલો મળી | liquer caught near kayavarohan

કાયાવરોહણ પાસેની ઝાડીઓમાં છુપાવેલ દારૃની ૩૧૪૪ બોટલો મળી | liquer caught near kayavarohan

6 months ago
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ અસામાજિક તત્ત્વોનો આતંક, યુવક પર જીવલેણ હુમલા મામલે 11ની ધરપકડ | Anti…

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ અસામાજિક તત્ત્વોનો આતંક, યુવક પર જીવલેણ હુમલા મામલે 11ની ધરપકડ | Anti…

1 year ago
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે 633 બુટલેગરોની યાદી કરી જાહેર, દારૂબંધી વચ્ચે ગુનાખોરી ડામવાનો પ્રયાસ | S…

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે 633 બુટલેગરોની યાદી કરી જાહેર, દારૂબંધી વચ્ચે ગુનાખોરી ડામવાનો પ્રયાસ | S…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News