gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપના કાર્યકરે ખુરશી પર બેસવાની નજીવી બાબતે સ્થાનિકને માર માર્યો | BJP worker misbehaved with local…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
ભાજપના કાર્યકરે ખુરશી પર બેસવાની નજીવી બાબતે સ્થાનિકને માર માર્યો | BJP worker misbehaved with local…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

સ્પેશીયલ ઇન્ટેન્સીવ રીવીઝન (સર)ની કામગીરી દરમિયાન અનેક વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં સહજાનંદ કોલેજમાં ભાજપના કાર્યકર્તાએ ફોર્મ ભરવા આવેલા વ્યક્તિ સાથે ખુરશી પર બેસવાની સામાન્ય બાબતમાં તરકાર કરીને માર મારીને કાર ચઢાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે.  ચંદ્રગુપ્ત સોસાયટીમાં રહેતા ભાજપના કાર્યકર્તાએ કરેલા વર્તનને મામલે સ્થાનિક લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.

ખાસ કરીને ચૂંટણી લક્ષી કામગીરીમાં ભાજપના કાર્યકરના ક્યા આધારે બીએલઓ પાસે બેસાડવામાં આવ્યો તે પણ મોટો પ્રશ્ન છે.  જો કે હાલ સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.  આ ઉપરાંત, પોલીસે ભાજપના કાર્યકરની મહિલા વિરૂદ્ધની ક્રોસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે આંબાવાડીમાં સહજાનંદ કોલેજ પાછળ આવેલી ચંદ્રગુપ્ત સોસાયટીમાં રહેતા મનીષભાઇ શાહ અને તેમના પત્ની ધારિણીબેન શાહ શનિવારે સવારે સાડા દશ વાગે સહજાનંદ કોલેજના ઇલેક્શન વોર્ડમાં  સરની કામગીરી માટે ગયા હતા. જ્યાં બીએલઓ મનોજભાઇ પાસે ફોર્મ ભરવા માટે ઉભા હતા. આ સમયે બીએલઓ મનોજભાઇ પાસે  તેમની જ સોસાયટીમાં રહેતા શ્રીરામ મોદી બીએલઓ પાસેની ખુરશી  પર બેઠા હતા. જે ઉભા થતા મનીષભાઇ તે ખુરશી પર બેસીને ફોર્મ ભરતા હતા. ત્યારે શ્રીરામ મોદી ત્યાં આવ્યા હતા અને મનીષભાઇને પાછળથી ઝાપટ મારીને કહ્યુ હતુ કે અહીથી ઉભો થઇ જા.  શ્રીરામ મોદીના ગેરવર્તનના કારણે મનીષભાઇના પત્ની ધારિણીબેને બીએલઓ મનોજભાઇને કહ્યું હતું કે આ વ્યક્તિ ખુરશી પર બેસવાના મામલે શા માટે દાદાગીરી કરે છે?  મારા પતિ ખાલી બે મિનિટમાં ફોર્મ ભરીને ઉભા થશે. પરંતુ, બીએલઓ મનોજભાઇએ કોઇ જવાબ આપ્યો નહોતો.

આ સમયે સહજાનંદ કોલેજના પ્રિન્સીપલ અને અન્ય સ્ટાફ પણ ત્યાં આવ્યો હતો. તેમણે પણ જણાવ્યું હતું કે શ્રીરામ મોદીને સત્તાવાર બીએલઓ પાસે બેસવા માટે ચૂંટણી વિભાગની સુચના નથી મળી. ત્યારબાદ મામલો બીચકતા  ધારિણીબેને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા શ્રીરામ મોદીએ ધમકી આપી હતી કે પોલીસ મારૂ કઇ નહી બગાડી શકે તુ પોલીસ સ્ટેશન જઇશ તો ચાર પાંચ દિવસમાં ગાડીથી તમને મરાવી નાખીશ. મારા ભાઇ ભાભી વકીલ છે. તુ મારૂ કઇ નહી બગાડી શકે.  જો કે પોલીસ આવે તે પહેલા શ્રીરામ મોદી નાસી ગયો હતો.

બીજી તરફ સેટેલાઇટ પોલીસે ધારિણીબેનની ફરિયાદ નોંધીને શ્રીરામ મોદી વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે. આ સાથે ધારિણી શાહ વિરૂદ્ધ શ્રીરામ મોદીએ ક્રોસ ફરિયાદ નોંધાવી છ. જેમાં તેમને છેડતીના કેસમાં ફસાવી દેવાનો આક્ષેપ કરાયો છે.

શ્રીરામ મોદી ભાજપનો બુથ નંબર ૧૫નો અધ્યક્ષ છે અને સરની કામગીરીમાં મદદ કરવા માટે કોર્પોરેટર વંદના શાહે તેમને મેસેજ કરીને સુચના આપતા તે બીએલઓ પાસે બેઠો હતો. પરંતુ, સરકારી વિભાગની કામગીરી કરતા બીએલઓ પાસે ભાજપનો કાર્યકર મદદના નામે કઇ રીતે બેસી શકે?  તે બાબતને લઇને પણ સવાલ ઉભા થયા છે.

 ભાજપનો કાર્યકર શ્રીરામ મોદી મતદારોના ફોર્મના ફોટો લેતો હતો

મનીષ શાહ સાથે ભાજપના કાર્યકરે કરેલા ગેરવર્તનને કારણે સ્થાનિક લોકો પણ રોષ જોવા મળ્યો હતો. જેમાં કેટલાંક લોકોએ જણાવ્યું હતું શ્રીરામ મોદી મતદારોની વિગતો મેળવતો હતો અને પક્ષનો પ્રચાર થાય તે રીતે કામ કરતો હતો અને મતદારોના ડોક્યુમેન્ટના ફોટો પાડતો હતો. જે બાબતને લઇને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
કરોડોની જમીન હડપ કરવા પિતા-પુત્રએ બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યા | crime branch file complaint against …

કરોડોની જમીન હડપ કરવા પિતા-પુત્રએ બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યા | crime branch file complaint against ...

શહેરના તમામ ૭૦ ટ્રાફિક સિગ્નલ હવે ૨૪ કલાક કાર્યરત રહેશે | All 70 traffic signals in the city will no…

શહેરના તમામ ૭૦ ટ્રાફિક સિગ્નલ હવે ૨૪ કલાક કાર્યરત રહેશે | All 70 traffic signals in the city will no...

અમરેલીના કોટડા ગામે સિંહબાળ કુવામાં ખાબક્યું, વન વિભાગે રેસ્ક્યું કર્યું, સારવાર દરમિયાન મોત | Lion …

અમરેલીના કોટડા ગામે સિંહબાળ કુવામાં ખાબક્યું, વન વિભાગે રેસ્ક્યું કર્યું, સારવાર દરમિયાન મોત | Lion ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યાત્રાધામ દ્વારકાનાં જગત મંદિરની અંદરના વિવાદિત વાયરલ વીડિયો એકાએક ડિલિટ | Controversial viral video…

યાત્રાધામ દ્વારકાનાં જગત મંદિરની અંદરના વિવાદિત વાયરલ વીડિયો એકાએક ડિલિટ | Controversial viral video…

1 year ago
ગિરનારના 2500 પગથિયાં પર અમદાવાદના યાત્રિકનું મોત | Ahmedabad pilgrim dies on 2500 steps of Girnar

ગિરનારના 2500 પગથિયાં પર અમદાવાદના યાત્રિકનું મોત | Ahmedabad pilgrim dies on 2500 steps of Girnar

6 months ago
ચીનને પછાડીને ભારતીય વાયુસેના બની વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મજબૂત હવાઈશક્તિ, જાણો વિશેષતાઓ | indian…

ચીનને પછાડીને ભારતીય વાયુસેના બની વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મજબૂત હવાઈશક્તિ, જાણો વિશેષતાઓ | indian…

9 months ago
ગુજરાત નજીક અરબ સાગરમાં હલચલ તેજ, એક જ સમયે ફાયરિંગ ડ્રિલ કરશે ભારત-પાક.ની નૌસેના | Indian Navy issu…

ગુજરાત નજીક અરબ સાગરમાં હલચલ તેજ, એક જ સમયે ફાયરિંગ ડ્રિલ કરશે ભારત-પાક.ની નૌસેના | Indian Navy issu…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News