![]()
Gujarat SIR: મતદાર સુધારણા યાદી સઘન સુધારણા ઝુંબેશ કાર્યક્રમમાં શનિવારે (22 નવેમ્બર) એક મહિલા કર્મચારીના મોત બાદ રવિવારે (23 નવેમ્બર) બપોરે યાદી સુધારણા માટે ઊભેલા એક શહેરીજનનને અચાનક ખેંચ આવી ગઈ હતી. ખેંચ આવતાની સાથે જ તેઓ ચક્કર ખાઇને નીચે પટકાયા હતા. જેના કારણે તેમને માથામાં ગંભીર ઈજા પણ થઈ હતી. હાલ, તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં અંધશ્રદ્ધાની કાળજુ કંપાવતી ઘટના, બીમાર દીકરાને સાજો કરવા 6 બકરાની બલિ ચઢાવી
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, રવિવારે (23 નવેમ્બર) સવારથી રંગોલી હોટેલ પાછળ આવેલી પ્રતાપગંજ સરકારી શાળામાં SIRનો કાર્યક્રમ ચાલતો હતો. યાદીના કામ માટે આવેલા 40 વર્ષીય સાહીલ રજવાડી આવ્યા હતા. તેઓ કામગીરી માટે લાઇનમાં ઊભા હતા, તે દરમિયાન અચાનક અઢી વાગ્યે તેમને ખેંચ આવતા માથાના ભાગે જમીન પર ઊંધા પટકાયા હતા. નીચે પડતાની સાથે જ તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ટીબી બેફામ: દર કલાકે સરેરાશ 15 વ્યક્તિ ઝપેટમાં, સૌથી વધુ કેસમાં ગુજરાત 7મા સ્થાને
સયાજી હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર
ત્યાર બાદ સ્થાનિકો દ્વારા તેમને તાત્કાલિક ધોરણે 108 બોલાવી તેમને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, હાલ તેમની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ SIRને કારણે વર્તમાન ધારાસભ્યો-સાંસદોને ચિંતા પેઠી, સમર્થકોની સંખ્યા ઘટે તો હાર ભાળવી પડશે!
મહિલા કર્મચારીનું કામગીરી દરમિયાન મોત
નોંધનીય છે કે, આ પહેલાં મતદાર સુધારણા યાદી કાર્યક્રમમાં કામગીરી કરતા 50 વર્ષીય મહિલા કર્મચારી ઉષા સોલંકીનું ચાલું ફરજમાં મોત નિપજ્યું હતું. પરિવારનો આરોપ છે કે, તેમને હ્રદયની બીમારી હોવા છતાં કામગીરી સોંપવામાં આવી હતી.










