![]()
Vadodara Ganja Smuggling : વડોદરાના વિવિધ વિસ્તારોમાં ગાંજાનું વેચાણ થતું હોવાથી વિગતોને પગલે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. સમા પોલીસે ગઈ રાત્રે ગાંજા સાથે વધુ એક કેરિયરને ફરીથી ઝડપી પાડયો છે.
નાર્કોટીક્સના ગુનામાં ચારવાર પકડાયેલા કેરિયરે ગાંજાનું વેચાણ શરૂ કર્યું
સમાના નહેરુનગર ફતેબાગ સોસાયટીમાં રહેતો ભરત પ્રતાપસિંહ ચૌહાણ સામે અગાઉ નાર્કોટીક્સના ચાર કેસ થયેલા હતા. ભારતે ફરીથી ગાંજાનું વેચાણ શરૂ કર્યું હોવાની સમા પોલીસને માહિતી મળતા વોચ રાખીને દરોડો પાડયો હતો.
હરીશ ઉર્ફે કાંતિ નિયમિત રીતે ગાંજો આપી જતો હતો
જે દરમિયાન પોલીસને રૂ.36 હજારની કિંમતનો 725 ગ્રામ ગાંજો અને તેને પેક કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની નાની થેલીઓ મળી આવી હતી. પોલીસની પૂછપરછ દરમ્યાન હરીશ ઉર્ફે કાંતિ માછી નામનો શખ્સ ગાંજો આપી જતો હોવાની વિગતો ખુલતા પોલીસે તેની તપાસ હાથ ધરી છે.
જુદા જુદા પોલીસ સ્ટેશનમાં એક સપ્તાહમાં ગાંજાના ચાર કેસ
સમા પોલીસ દ્વારા પકડાયેલા ભરતનો મોબાઇલ લઈ તેના આધારે તપાસ તેના સંપર્કોની કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, વડોદરા શહેર પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગાંજાના કુલ ચાર કેસ કરવામાં આવ્યા છે.










