
– સરકાર અને સાંડેસરા બંધુઓઓના સેટલમેન્ટને સુપ્રીમની મંજૂરી
– સ્ટર્લિંગ જૂથ સામે 18000 કરોડની છેતરપિંડીની ફરિયાદ હતી : મુક્તિ માટે 17 ડિસેમ્બર 2025 સુધીમાં તમામ રકમ જમા કરાવવા આદેશ
અમદાવાદ : મોટા આર્થિક ગોટાળામાં ફસાયેલા અને નાઈજિરીયામાં અબજોનો વેપાર કરતા ગુજરાતી ઉદ્યોગપતિ બંધુઓ માટે સુપ્રીમે મોટી રાહતની જાહેરાત કરી છે. સ્ટર્લિંગ કંપનીના માલિક નીતિન અને ચેતન સાંડેસરા બંધુઓ સામે ૧૮,૦૦૦ કરોડની છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં સાંડસરા બંધુઓ દ્વારા ૫૧૦૦ કરોડ ભરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. બીજી તરફ સરકાર પણ તેના માટે રાજી થઈ ગઈ છે.










