![]()
શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ અને વોર્ડ નં. ૧૭માં આવતાં મહેશ્વરી નગર-૧ના રહીશોએ આજે પોતાના વિસ્તારમાં એકત્ર થઈ કાળા, દુર્ગંધયુક્ત પાણીથી ભરેલી ડોલ અને બોટલોનું જાહેર પ્રદર્શન કરી મ્યુ. કોર્પોરેશન સામે વિરોધ નોંધાવ્યો હતો.
રહીશોનું કહેવું છે કે, છેલ્લા એક મહિનાથી આ વિસ્તારમાં દૂષિત પાણીની ગંભીર સમસ્યા ઉદ્ભવી છે. અગાઉ ધારાસભ્ય, સ્થાનિક કાઉન્સિલરથી લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં સ્થિતિમાં સુધારો આવ્યો નથી. અધિકારી-પદાધિકારીઓ સ્થળ પર આવી નિરીક્ષણ કરી પાછા ફરી જાય છે, પરંતુ સમસ્યાનો ઉકેલ આવી રહ્યો નથી. દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે રહીશોએ શુદ્ધ પાણીની માગ કરી છે.










