![]()
સયાજીપુરા એપીએમસી માર્કેટમાંથી ટ્રક ચોરી જનાર આરોપીને કપુરાઈ પોલીસે ગણતરીના કલાકોમાં અરવલ્લીથી ઝડપી પાડી ટ્રક કબજે કરી હતી.
શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા સોનુ ચૌધરી સયાજીપુરા એપીએમસીમાર્કેટ ખાતે હિન્દુસ્તાન રોડ ટ્રાન્સપોર્ટ નામે ઓફિસ ધરાવે છે. ફરિયાદ મુજબ, તેમના ફરિયાદ મુજબ, તેમના મામા રાજેન્દ્રસિંહ ચૌધરીના નામની ટ્રક ટ્રાન્સપોર્ટ કામમાં ઉપયોગમાં લેવાતી હતી. ગઈકાલે બપોરે ડ્રાઈવરે ટ્રક ઓફિસની સામે પાર્ક કરી હતી. પરંતુ સાંજે છ વાગ્યાના સમયે ટ્રક પાર્ક કરેલી જગ્યાએ ન હોવાનું માલૂમ પડતા આશરે રૂ. ૧૦ લાખની કિંમતની ટ્રક અજાણ્યા ઈસમ દ્વારા ચોરી જતા પોલીસને જાણ કરી હતી. કપુરાઈ પોલીસને માહિતી મળી કે, આ ટ્રક અમદાવાદ -પ્રાંતિજ – હિંમતનગર રસ્તે રાજસ્થાન તરફ લઈ જવામાં આવી રહી છે. પોલીસ ટીમે તરત જ અરવલ્લી જિલ્લાના ડાવલી નજીક નાકાબંધી કરી ટ્રક સાથે આરોપી ભુપેન્દ્રસિંહ માત્તુસિંગ શેખાવત (રહે. રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો. આરોપી લોકોની હાજરીમાં બિન્ધાસ્ત ટ્રક ચોરી ફરાર થઈ રહ્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.










