![]()
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓ સંબંધિત તૈયારીઓ શરૂ કરી દેવાઈ
આણંદ: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ચૂંટણી પંચે ગુરૂવારે મોડી સાંજે આણંદ જિલ્લાની બોરસદ, આંકલાવ, ઉમરેઠ, સોજીત્રા, ખંભાત, અને પેટલાદ સહિત છ તાલુકાની બેઠકોની સંખ્યા અને તેમાં રોસ્ટર પ્રમાણની ફાળવણી જાહેર કરી દેવાઈ છે. આગામી દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે.
આણંદ જિલ્લાની બોરસદ, આંકલાવ, ઉમરેઠ, સોજીત્રા, ખંભાત, પેટલાદ તાલુકા પંચાયતની આગામી ચૂંટણી સંદર્ભે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ તાલુકા પંચાયતની ગામ પ્રમાણેની બેઠકોની અનામત કેટેગરી અને બક્ષીપંચ કેટેગરી સહિત અન્ય કેટેગરીની ફાળવણી જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે આણંદ તાલુકામાં કરમસદ-આણંદ મહાનગરપાલિકાનું નિર્માણ થતા જીટોડીયા, મોગરી, ગામડી, લોભવેલ, કરમસદ, બાકરોલ ગામો મહાનગરપાલિકામાં સમાવેશ થયો હોવાથી આણંદ તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી થોડા દિવસ પછી જાહેર થશે. જ્યારે તારાપુર તાલુકાની નગરપાલિકાની રચના થઈ હોવાથી આ તાલુકાની બેઠકોની ફાળવણી પણ થોડા દિવસો પછી જાહેર થાય તેવી શક્યાતાઓ છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગુરૂવારે મોડી સાંજે એકાએક બેઠકોની ફાળવણી જાહેર કરવામાં આવતા હવે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી કોઈપણ સમયે જાહેર થાય તેવી તેવી સંભાવના જોવા મળી રહી છે.
|
બોરસદ |
|
અનુસૂચિત |
|
અનસૂચિત |
|
સા. |
|
સામાન્ય |
|
————- |
|
સોજીત્રા |
|
અનુસૂચિત |
|
અનસૂચિત |
|
સા. |
|
સામાન્ય |
|
————- |
|
ખંભાત |
|
અનુસૂચિત |
|
અનસૂચિત |
|
સા. |
|
સામાન્ય |
|
પેટલાદ |
|
અનુસૂચિત |
|
અનસૂચિત |
|
સા. |
|
સામાન્ય |
|
————- |
|
ઉમરેઠ |
|
અનુસૂચિત |
|
અનસૂચિત |
|
સા. |
|
સામાન્ય |
|
————- |
|
આંકલાવ |
|
અનુસૂચિત |
|
અનસૂચિત |
|
સા. |
|
સામાન્ય |










