Ahmedabad News: અમદાવાદમાં સાબરમતી નદી પર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા ત્રણ મુખ્ય બ્રિજ અને એક અંડરપાસ પર મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીના પગલે વાહનચાલકોને અગવડ ન પડે તે માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, શનિવાર(29મી નવેમ્બર)ની રાત્રે 11 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી ગાંધી બ્રિજ, કેડિલા બ્રિજ અને શાહીબાગ અંડરપાસ મેન્ટેનન્સ માટે માર્ગો પર વાહનવ્યવહાર બંધ રહેશે.

આ પણ વાંચો: MBBS ગ્રેજ્યુએટને ફોર્મમાં ભૂલનું કારણ આપીને નીટ-પીજી પ્રવેશમાં ગેરલાયક ના ઠેરવી શકાય: ગુજરાત હાઈકોર્ટ

વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ
દિલ્હી દરવાજા અને સુભાષબ્રિજ તરફથી આવતા વાહનચાલકોને જો ઍરપોર્ટ તરફ જવું હોય, તો તેઓ શિલાલેખ ફ્લેટ થઈને રિવરફ્રન્ટ પરથી અવરજવર કરી શકશે. ઍરપોર્ટ/ગાંધીનગર તરફથી આવતાં વાહનચાલકો શાહીબાગ ડફનાળાથી રિવરફ્રન્ટમાં થઈને અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરીને શહેરના અન્ય ભાગોમાં જઈ શકશે.










