gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં દારૂ-ડ્રગ્સનું રાજકારણ ગરમાયુંઃ મેવાણીએ હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું, જનતા રેડની ચીમકી…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં દારૂ-ડ્રગ્સનું રાજકારણ ગરમાયુંઃ મેવાણીએ હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું, જનતા રેડની ચીમકી…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jignesh Mevani News: ગુજરાતના વિવિધ જિલ્લા-તાલુકામાં દારૂ, ડ્રગ્સ, જુગાર અને કુટણખાનાના વેપારના વિવાદે હવે ઉગ્ર રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીએ ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર પ્રહારો કરીને રાજીનામાની માંગ કરી છે. એટલું જ નહીં, જીજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચૂપકિદી સામે  પણ સવાલ ઉઠાવ્યા છે. 

આ અંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના તમામ 33 જિલ્લામાં જિલ્લામાં અને 250થી વધારે તાલુકામાં જાણે કાયદો અને બંધારણના ધજાગરા ઉડતા હોય એમ દારૂ-જુગારના અડ્ડા, ડ્રગ્સનો વેપલો અને કુટણખાના પણ ચાલી રહ્યા છે. રાજ્ય સરકાર અને પોલીસની રહેમ નજર વિના આ બધું શક્ય નથી. હું નથી માનતો કે ડ્રગ્સનો સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર જાહેર કરાઈ રહ્યો છે. ગુજરાતના દરિયા કાંઠા પરથી અંદાજિત રૂ. 64 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે. કોણ છે ગુજરાતનો એક બદમાશ મંત્રી જે ગુજરાતની યુવા પેઢીની નસોમાં ડ્રગ્સ ઘૂસાડી રહ્યો છે. જે મંત્રી દારૂ-જુગારના અડ્ડા, ડ્રગ્સના કારોબાર અને કૂટણખાનામાંથી કમાય છે તે ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર કહેવાય.

આ દરમિયાન નાયબ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરતા મેવાણીએ કહ્યું કે ‘નથિંગ લેસ ધેન ધેટ. આઠ ચોપડી પાસ ગૃહમંત્રીને સત્તાના કોઈ સ્થાન ઉપર રહેવાનો અધિકાર નથી’. આ ઉપરાંત તેમણે આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચૂપકિદી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. મેવાણીએ સવાલ કર્યો હતો કે, ‘આ વિશે મુખ્યમંત્રીને કંઈ કહેવાનું થતું નથી કે પછી તેમને મજા પડી રહી છે. તેમના પેટનું પાણી કેમ નથી હલતું જ્યારે તેમના જ વિધાનસભા ક્ષેત્રમાં દારૂના કારણે બહેન-દીકરીઓ વિધવા થઈ રહી છે.’

આ વિશે વધુ વાત કરતા મેવાણીએ કહ્યું કે, ‘રાજ્યમાં અનેક સ્કૂલ-કોલેજો બહાર, હોસ્ટેલો અને યુનિવર્સિટીઓ બહાર છડે ચોક ડ્રગ્સ મળી રહ્યું છે. એટલે મુખ્યમંત્રી એક બ્લુપ્રિન્ટ તૈયાર કરીને યુવા પેઢીને બચાવી લે. જો ગુજરાતના કોઈપણ નાગરિકોને દારૂ, જુગાર, ડ્રગ્સ મુદ્દે એક્સપોઝ કરવા બદલ ટાર્ગેટ કરાશે તો અમે ચલાવી નહીં લઈએ. કોંગ્રેસ ટૂંક સમયમાં હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવાની છે. અમે જનતાને અપીલ કરીએ છીએ કે, તમે પણ કોઈની ચિંતા કર્યા વગર વીડિયો અપલોડ કરો અને કોંગ્રેસના આગેવાનોને ટેગ કરો. આ કેવળ કોંગ્રેસનું નહીં, પરંતુ ગુજરાતની જનતાનું અભિયાન છે. આ મુદ્દાને લઈને અમે જનતા રેડ પણ કરીશું.’

આ પહેલા જીજ્ઞેશ મેવાણીએ બનાસકાંઠાના થરાદમાં એક જનાક્રોશ રેલીમાં પુરુષોને દારૂ-ડ્રગ્સ અને જુગારની કુટેવ છોડવાનું કહ્યું હતું. મેવાણીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં રાજ્યના ડીજી, ગૃહ સચિવ અને મુખ્યમંત્રીને પડકાર ફેંક્યો હતો કે, ‘આદરણીય હર્ષભાઈ સંઘવી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના વિધાનસભા ક્ષેત્રમાંથી દારૂ-જુગારના અડ્ડા બંધ કરીને બતાવે.’ આ દરમિયાન મેવાણીએ પોલીસને સંબોધન કરતા કહ્યું હતું કે, ‘તમારા પટ્ટા ઉતરી જશે, યાદ રાખજો.’ આ દરમિયાન મેવાણીએ મંદિરોની આસપાસ પણ આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવાની પોલીસ અને સરકારને અપીલ કરી હતી. 

આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ એક કાર્યક્રમમાં મેવાણીની ભાષાનો મુદ્દો ઉઠાવીને સંસ્કારની  વાત કરી હતી. ત્યાર પછી રાજ્યના ડીજીએ પણ એક પોલીસ કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે આડકતરી રીતે મેવાણી જેવા નેતાઓના નિવેદન સહન નહીં કરવાનું કહ્યું હતું. 

એટલું જ નહીં, આ અંગે પોલીસ અને પોલીસ પરિવારોએ જીજ્ઞેશ મેવાણીના ‘પટ્ટા ઉતરી જશે’ જેવા શબ્દોનો વિરોધ કર્યો હતો. ત્યારે મેવાણીએ ફરી એક વીડિયો મૂકીને પોલીસ પરિવારોને અપીલ કરી હતી કે, તમે કોઈના રાજકીય હાથા ના બનો. આ દરમિયાન અમરેલીમાં દલિતોએ જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં એક રેલી કાઢી હતી. આમ, આ સમગ્ર મુદ્દાથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…
GUJARAT

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

June 25, 2026
અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …
GUJARAT

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

June 25, 2026
AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…
GUJARAT

AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…

June 25, 2026
Next Post
WPL 2026 : બે ડબલ-હેડર સાથે ટુર્નામેન્ટની જાહેરાત, 11 મેચ નવી મુંબઈ અને એલિમિનેટર તથા ફાઈનલ સાથે 11 …

WPL 2026 : બે ડબલ-હેડર સાથે ટુર્નામેન્ટની જાહેરાત, 11 મેચ નવી મુંબઈ અને એલિમિનેટર તથા ફાઈનલ સાથે 11 ...

MBBS ગ્રેજ્યુએટને ફોર્મમાં ભૂલનું કારણ આપીને નીટ-પીજી પ્રવેશમાં ગેરલાયક ના ઠેરવી શકાય: ગુજરાત હાઈકોર…

MBBS ગ્રેજ્યુએટને ફોર્મમાં ભૂલનું કારણ આપીને નીટ-પીજી પ્રવેશમાં ગેરલાયક ના ઠેરવી શકાય: ગુજરાત હાઈકોર...

‘અમેરિકા-ચીનની નવી વૈશ્વિક શરતોથી દુનિયામાં અસ્થિરતા’, વિદેશ મંત્રી જયશંકરનું મોટું નિવેદન | S Jaish…

'અમેરિકા-ચીનની નવી વૈશ્વિક શરતોથી દુનિયામાં અસ્થિરતા', વિદેશ મંત્રી જયશંકરનું મોટું નિવેદન | S Jaish...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માણસામાં મોબાઇલની દુકાનની બારી તોડી ૧.૮૦ લાખના મોબાઈલની ચોરી | Mobile phone worth Rs 1 80 lakh stole…

માણસામાં મોબાઇલની દુકાનની બારી તોડી ૧.૮૦ લાખના મોબાઈલની ચોરી | Mobile phone worth Rs 1 80 lakh stole…

9 months ago
વડોદરા શહેરના ભાયલીમાં ગૃહ વિકાસ સહકારી મંડળીની ખખડધજ ઇમારતની દિવાલ રાત્રે ધરાશાયી | wall of dilapid…

વડોદરા શહેરના ભાયલીમાં ગૃહ વિકાસ સહકારી મંડળીની ખખડધજ ઇમારતની દિવાલ રાત્રે ધરાશાયી | wall of dilapid…

11 months ago
અમરેલીઃ દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં ભાજપના મહા મંત્રી પર હુમલો કરનાર આરોપી ઝડપાયો | attack on BJP …

અમરેલીઃ દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં ભાજપના મહા મંત્રી પર હુમલો કરનાર આરોપી ઝડપાયો | attack on BJP …

4 months ago
VIDEO: ટ્રાફિક જામ થતાં રોડ વચ્ચે મહિલાએ મંત્રીજીનો ઉધડો લીધો, કહ્યું,-‘અહીંથી ચાલતી પકડો’ | viral v…

VIDEO: ટ્રાફિક જામ થતાં રોડ વચ્ચે મહિલાએ મંત્રીજીનો ઉધડો લીધો, કહ્યું,-‘અહીંથી ચાલતી પકડો’ | viral v…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News