gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોટી પાનેલીમાં મહિલા સરપંચે જ ભૂગર્ભ ગટરનું કામ અટકાવ્યું | In Moti Paneli the female sarpanch stopp…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
મોટી પાનેલીમાં મહિલા સરપંચે જ ભૂગર્ભ ગટરનું કામ અટકાવ્યું | In Moti Paneli the female sarpanch stopp…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ધારાસભ્ય ડો.મહેન્દ્ર પાડલીયાનાં વતનમાં નવો વિવાદ

ગ્રામ પંચાયતની મંજૂરી, ઠરાવ, વર્ક ઓર્ડર વગર અચાનક કામગીરી ચાલુ થયાના આક્ષેપ સાથે ટીડીઓને પત્ર લખ્યો

ઉપલેટા: ઉપલેટા મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય ડો.મહેન્દ્ર પાડલીયાના વતન એવા મોટી પાનેલી ગામે વધુ એક વિવાદ સર્જાયો છે. હવે અહીં અચાનક ભૂગર્ભ ગટરનું કામ શરૂ થતાં મહિલા સરપંચ અને સદસ્યોએ દોડી જઈને કામગીરી અટકાવી હતી અને ગ્રામ પંચાયતમાં આવા કામની કોઈ મંજૂરી, ઠરાવ તેમજ વર્ક ઓર્ડરની પ્રક્રિયા નહીં થઈ હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ સાથે મહિલા સરપંચે તેમની ખોટી સહીઓ કરીને કામો થઈ રહ્યાનો આક્ષેપ કરીને ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓને પણ આ પ્રકારે ખોટા કામો અટકાવવા લેખિત ફરિયાદ કરતા ચકચાર જાગી છે.

મોટી પાનેલી ગામે મોહન બાપાના પૂતળાવાળા ચોકથી લઈને રેલવેના પાટા સુધી રોડનું કામ ચાલી રહ્યું છે. જેમાં રોડના કામની વચ્ચે અચાનક ખોદકામ કરીને ભૂગર્ભ ગટર માટેના ભૂંગળા ફીટ કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવતા સ્થાનિક રહેવાસીઓએ સરપંચ શારદાબેન જાદવ સહિતના ગ્રામ પંચાયત સભ્યોને જાણ કરી હતી. જો કે, સરપંચને આ કામની ખબર નહોતી અને ભૂગર્ભ ગટરના કામને લઈને કોઈપણ પ્રકારનો ઠરાવ થયો ન હોવા સાથે ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી પણ આપી નહીં હોવાથી ઉહાપોહ મચી ગયો હતો. પરિણામે સરપંચ સહિત ગ્રામ પંચાયતના સદસ્યો દોડી ગયા હતા અને તાત્કાલિક બંધ કરાવી દીધું હતું. બાદમાં ઉપલેટા તાલુકા વિકાસ અધિકારીને આ મામલે ફરિયાદ કરી હતી.

ઉપલેટા તાલુકાનું મોટી પાનેલી ગામ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. તે ઉપલેટા-ધોરાજી મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય ડો.મહેન્દ્ર પાડલીયાનું મૂળ વતન છે. અહીં અગાઉ પણ ગ્રામ પંચાયતમાં અનેક પ્રકારની ગતિવિધિઓ તેમજ ભ્રષ્ટાચાર અને લાખો રૂપિયાની ગ્રાન્ટનાં વિવાદને લઈને મામલો હાઇકોર્ટ સુધી પહોંચી ચુક્યો છે. અગાઉ અહીં ધારાસભ્ય ખોટી રીતે દખલગીરી કરી રહ્યાનાં આક્ષેપો પણ થયા હતા. થોડા સમય પહેલા કમોસમી વરસાદની નુકસાની બાબતે ધારાસભ્યને રસ્તા પર રોકી ખેડૂતોએ રોષ પણ ઠાલવ્યો હતો. હવે વધુ એક વિવાદે રાજકીય ગરમાવો લાવી દીધો છે.

– ‘મારી ખોટી સહીઓ કરીને કામ મંજૂર કરે છે : સરપંચ

મોટી પાનેલી ગામના સરપંચ શારદાબેન જાદવે ટીડીઓને લખેલા પત્રમાં આક્રોશ ઠાલવ્યો છે કે, ‘અમારા ગામમાં જે કામો કરવાના હોય છે તેના ઠરાવમાં મારી ખોટી સહીઓ કરીને બારોબાર મંજુર કરી દેવામાં આવે છે. વર્કઓર્ડરથી લઈને કામ પૂર્ણ થાય તેમાં પણ મારી ખોટી સહીઓ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. જેથી હવે તાલુકા પંચાયત કક્ષાએ મને પુછ્યા વગર કોઈ કામ મંજુર કરવું નહીં. કોઈ બિલ પાસ કરવું નહીં. અત્યારે પણ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરવામાં આવ્યું છે, તેને રદ કરીને તટસ્થ તપાસ કરાવી જવાબદારો સામે પગલા ભરવા માંગણી છે.’

– ટૂંક સમયમાં તપાસ કરીને કાર્યવાહી કરાશે : ટીડીઓ

ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી આર.એમ. ત્રિવેદીએ જણાવ્યું કે, ‘મોટી પાનેલી ગ્રામ પંચાયતના સરપંચ તરફથી લેખિત રજૂઆત મળી છે, જે બાબતે અમારા તરફથી જે કોઈ તપાસ, કાર્યવાહી અને પગલાં લેવાના થશે તે ટૂંક સમયમાં કરવામાં આવશે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નસવાડીમાં ડીઝલ માટે ‘પડાપડી’: કાળઝાળ ગરમીમાં ખેડૂતો 5-5 કલાક લાઈનમાં ઊભા રહેવા મજબૂર | naswadi diese…
GUJARAT

નસવાડીમાં ડીઝલ માટે ‘પડાપડી’: કાળઝાળ ગરમીમાં ખેડૂતો 5-5 કલાક લાઈનમાં ઊભા રહેવા મજબૂર | naswadi diese…

May 22, 2026
મકરબા બ્રિજનું કામ અંતિમ તબક્કામાં: બ્રિજ પર 12 સ્ટીલ ગર્ડર ગોઠવવાનું કામ પૂરું, 1 લાખથી વધુ લોકોને …
GUJARAT

મકરબા બ્રિજનું કામ અંતિમ તબક્કામાં: બ્રિજ પર 12 સ્ટીલ ગર્ડર ગોઠવવાનું કામ પૂરું, 1 લાખથી વધુ લોકોને …

May 22, 2026
દમણના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા મચી દોડધામ: મેગા સર્ચ ઓપરેશન બાદ 2 શખસ ઝડપાતા થયો મોટો ખુલાસો | d…
GUJARAT

દમણના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા મચી દોડધામ: મેગા સર્ચ ઓપરેશન બાદ 2 શખસ ઝડપાતા થયો મોટો ખુલાસો | d…

May 22, 2026
Next Post
મગોડી ગામ પાસે એસટી બસની અડફેટે ખેત મજૂરનું મોત નિપજયું | Farm laborer dies after being hit by ST bu…

મગોડી ગામ પાસે એસટી બસની અડફેટે ખેત મજૂરનું મોત નિપજયું | Farm laborer dies after being hit by ST bu...

પોરબંદરના દરિયામાં ‘લાઇટ’ ફિશિંગ કરતા ત્રણ માછીમારોની ધરપકડ | Three fishermen arrested for ‘light’ f…

પોરબંદરના દરિયામાં 'લાઇટ' ફિશિંગ કરતા ત્રણ માછીમારોની ધરપકડ | Three fishermen arrested for 'light' f...

નિકોલ પોલીસ સ્ટેશન સામે પાન પાર્લરમાંથી બે લાખ રોકડા ચોરાયા | Ruu lakhs moni ra solani lon Nikol

નિકોલ પોલીસ સ્ટેશન સામે પાન પાર્લરમાંથી બે લાખ રોકડા ચોરાયા | Ruu lakhs moni ra solani lon Nikol

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે મહેસાણામાં 18 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી | mehsana police inspect…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે મહેસાણામાં 18 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી | mehsana police inspect…

2 months ago
અંતે, RFO, ફોરેસ્ટર, ગાર્ડ સામે માલધારીને મરવા મજબૂર કર્યાનો ગુનો | Finally the crime of forcing the…

અંતે, RFO, ફોરેસ્ટર, ગાર્ડ સામે માલધારીને મરવા મજબૂર કર્યાનો ગુનો | Finally the crime of forcing the…

8 months ago
સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીની ઉજવણી | Diwali celebrations in Surendranagar district

સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીની ઉજવણી | Diwali celebrations in Surendranagar district

7 months ago
કપડવંજ-કઠલાલ તાલુકાનું વિભાજન કરી નવો ફાગવેલ તાલુકો જાહેર | New Fagvel taluka declared after dividin…

કપડવંજ-કઠલાલ તાલુકાનું વિભાજન કરી નવો ફાગવેલ તાલુકો જાહેર | New Fagvel taluka declared after dividin…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News