gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંજા, ચરસ, દારૂ માટે ગુજરાત ખુલ્લું મેદાન, હવાઈ અને ટ્રેન માર્ગે ‘No Toll Tax’ | gujarat open field…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
ગાંજા, ચરસ, દારૂ માટે ગુજરાત ખુલ્લું મેદાન, હવાઈ અને ટ્રેન માર્ગે ‘No Toll Tax’ | gujarat open field…
0
VIEWS
Share on FacebookShare on Twitter

No Toll Tax: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્ય હવે જાણે નશાના સોદાગરો માટે ‘ખુલ્લું મેદાન’ બની ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. હવાઈ માર્ગ હોય કે રેલવે માર્ગ, ડ્રગ્સ માફિયાઓ માટે જાણે ‘No Toll Tax’ હોય તેમ બેરોકટોક નશાનો સામાન ઘુસાડવામાં આવી રહ્યો છે. છાસવારે કરોડો રૂપિયાનું ડ્રગ્સ અને દારૂ પકડાવાને કારણે ગુજરાત હવે ‘ઉડતા ગુજરાત’ તરીકે ઓળખાવા લાગ્યું છે. રાજ્યમાં યુવા પેઢી, ખાસ કરીને યુવતીઓમાં ડ્રગ્સનું વ્યસન ચિંતાજનક હદે વધી રહ્યું છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડ્રગ્સના સૌથી વધુ બનાવો સામે આવે છે, જ્યારે પૂર્વ વિસ્તારમાંથી આખા શહેરમાં ડ્રગ્સનો કાળો કારોબાર ઓપરેટ થાય છે. ઠેર-ઠેર ગાંજો અને ચરસ પીવાની ચીલમો અને માટીની ભૂંગળીઓનું વેચાણ વધી રહ્યું છે, જે ડ્રગ્સની ભયાનક માંગ તરફ ઈશારો કરે છે. આ દરમિયાન સુરત અને વડોદરામાં થયેલા બે મોટા પર્દાફાશ નશાના નેટવર્કની ગંભીરતા છતી કરે છે.

સુરત એરપોર્ટ: બેંગકોકથી ફ્લાઈટમાં આવેલા પેસેન્જર પાસેથી 3.11 કરોડનો હાઈબ્રિડ ગાંજો કબજે

સુરત ક્રાઈમ બ્રાન્ચ, કસ્ટમ અને CISFના સંયુક્ત ઓપરેશનમાં સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરોડોનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો છે. બે અઠવાડિયા પહેલા મુંબઈના જાફરખાન ઉર્ફે જાફર મોબાઈલવાલા નામના 56 વર્ષીય આધેડને એર ઈન્ડિયાની બેંગકોક-સુરત ફ્લાઈટમાંથી 4.035 કિલો હાઈબ્રિડ ગાંજા સાથે ઝડપી લેવાયો હતો.

આરોપીના રિમાન્ડ દરમિયાન મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ફરી તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરોપીએ પોતાની ટ્રોલી બેગના ઉપર-નીચેના પડમાં સિફતપૂર્વક વધુ જથ્થો છુપાવ્યો હતો અને એરપોર્ટ પર સ્કેનરમાં પકડાઈ ન જાય તે માટે ‘કાર્બન પેપર’નો ઉપયોગ કર્યો હતો. બેગ તોડીને તપાસ કરતા તેમાંથી વધુ 4.852 કિલો ગાંજો મળી આવ્યો હતો. આમ, પોલીસે કુલ 8.887 કિલો હાઈબ્રિડ ગાંજો, જેની કિંમત રૂ. 3,11,07,895 થાય છે, તે કબજે કર્યો છે. તપાસમાં આ ડ્રગ્સના તાર મહારાષ્ટ્ર અને તમિલનાડુ સુધી જોડાયેલા હોવાનું ખૂલ્યું છે.

વડોદરા: પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી ગાંજો મળ્યો

બીજી તરફ, ઓરિસ્સાથી આવતી ટ્રેનોમાં પણ ગાંજાની હેરાફેરી યથાવત છે. વડોદરા રેલવે SOGએ પુરી-અમદાવાદ એક્સપ્રેસમાં ચેકિંગ દરમિયાન એક બિનવારસી બેગમાંથી લાખોનો ગાંજો ઝડપી પાડ્યો છે.

મકરપુરા રેલવે સ્ટેશન પાસેથી પસાર થતી વખતે ટ્રેનના S-3 કોચમાં ટોયલેટ પાસે એક ડાર્ક ગ્રે કલરનો થેલો મળી આવ્યો હતો. આસપાસના મુસાફરોની પૂછપરછ કરતા કોઈ વાલીવારસ મળ્યું ન હતું. પોલીસે થેલો ખોલીને તપાસતા અંદરથી સેલોટેપ અને ગિફ્ટ પેપરમાં વીંટાળેલા 10 પેકેટ મળ્યા હતા, જેમાં તીવ્ર ગંધ મારતો ગાંજો હતો. રેલવે પોલીસે રૂ. 9.93 લાખની કિંમતનો 19.860 કિલો ગાંજો કબજે કરી વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની લાચારી: સરકારી પંચો માટે રઝળપાટ

વડોદરા રેલવે પોલીસ દ્વારા ગાંજાનો કેસ કરવા માટે સરકારી પંચો (સાક્ષીઓ) મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. NDPS એક્ટ મુજબ પંચનામું કરવા માટે પોલીસે વન વિભાગ, GPCB, સેન્ટ્રલ લાયબ્રેરી અને આઈટીઆઈ જેવી સરકારી કચેરીઓના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈએ સહકાર આપ્યો ન હતો. અંતે, પોલીસને ખાનગી પંચોની મદદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. આ ઘટના સરકારી તંત્ર વચ્ચેના સંકલનનો અભાવ પણ છતો કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૨ કિલો ૭૬૦ ગ્રામ ગાંજો ઝડપાયો | ganjo caug…
GUJARAT

હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૨ કિલો ૭૬૦ ગ્રામ ગાંજો ઝડપાયો | ganjo caug…

February 6, 2026
સયાજી હોસ્પિટલમાં દર્દીની સારવાર કરનાર ડોક્ટર એકાઉન્ટન્ટનું કામ કરવા મજબૂર | Doctor treating patient…
GUJARAT

સયાજી હોસ્પિટલમાં દર્દીની સારવાર કરનાર ડોક્ટર એકાઉન્ટન્ટનું કામ કરવા મજબૂર | Doctor treating patient…

February 6, 2026
આંખમાં મરચાનો પાવડર નાખી ડંડા વડે હુમલો કર્યો | woman was attacked with a stick after pouring chili …
GUJARAT

આંખમાં મરચાનો પાવડર નાખી ડંડા વડે હુમલો કર્યો | woman was attacked with a stick after pouring chili …

February 6, 2026
Next Post
ખાખી-સરકારની મહેરબાની! દારૂના અડ્ડા-બુટલેગરો વિરુદ્ધ 48000 ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં | gujarat …

ખાખી-સરકારની મહેરબાની! દારૂના અડ્ડા-બુટલેગરો વિરુદ્ધ 48000 ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં | gujarat ...

ગામડાં કરતાં શહેરોમાં BLOની ઊંઘ વધુ હરામ, સહકાર પણ ઓછું મળતું હોવાના દાવા | blo face more challenges…

ગામડાં કરતાં શહેરોમાં BLOની ઊંઘ વધુ હરામ, સહકાર પણ ઓછું મળતું હોવાના દાવા | blo face more challenges...

અમદાવાદનો એવો રસ્તો જ્યાં 30 મિનિટનું અંતર દોઢ કલાકે કપાય! વાહનચાલકો હેરાન-પરેશાન! | ahmedabad sanan…

અમદાવાદનો એવો રસ્તો જ્યાં 30 મિનિટનું અંતર દોઢ કલાકે કપાય! વાહનચાલકો હેરાન-પરેશાન! | ahmedabad sanan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં અંધશ્રદ્ધાએ લીધો માસૂમનો ભોગ: આંકલાવમાં 5 વર્ષની બાળકીનું કાકાના મિત્રે બલિ ચડાવી, નદીમાં …

ગુજરાતમાં અંધશ્રદ્ધાએ લીધો માસૂમનો ભોગ: આંકલાવમાં 5 વર્ષની બાળકીનું કાકાના મિત્રે બલિ ચડાવી, નદીમાં …

5 months ago
દિવાળીએ અમદાવાદની હવા પણ ઝેરી બની, WHOની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણ | Ahmedabad Air Turns Toxic…

દિવાળીએ અમદાવાદની હવા પણ ઝેરી બની, WHOની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણ | Ahmedabad Air Turns Toxic…

4 months ago
મોદી કેબિનેટના 6 મોટા નિર્ણય: કૃષિ, રેલવે, સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડને મંજૂરી | Union Cabin…

મોદી કેબિનેટના 6 મોટા નિર્ણય: કૃષિ, રેલવે, સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડને મંજૂરી | Union Cabin…

6 months ago
બારેજામાં ઓરિસ્સાથી લવાયેલો ૧૨૬ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો | aslali police seized 126 KG ganja st…

બારેજામાં ઓરિસ્સાથી લવાયેલો ૧૨૬ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો | aslali police seized 126 KG ganja st…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News