gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

Exclusive: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર 7 ડિસેમ્બરે યોજાશે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ, હોડીઓ પર રજૂ કરાશે …

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
Exclusive: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર 7 ડિસેમ્બરે યોજાશે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ, હોડીઓ પર રજૂ કરાશે …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pramukhvarni Amrut Mahotsav: અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર આગામી 7 ડિસેમ્બરે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ ઊજવાશે. આ માટે 100 સંતો અને 1000 જેટલા સ્વંયસેવકો દ્વારા તડામાર તૈયારી કરાઈ રહી છે. આ સમારોહનું સૌથી મોટું આકર્ષણ સાબરમતી નદીમાં ડેકોરેટિવ લાઈટિંગ ધરાવતી હોડીઓ પર પ્રદર્શિત કરાનારા 75 સૂત્ર હશે. આ અંગે ગુજરાત સમાચાર ડિજિટલને અક્ષરવત્સલ સ્વામીએ વિગતવાર માહિતી આપી છે.

સાબરમતીમાં હોડીઓ પર રજૂ કરનારા 75 સૂત્રોની પસંદગી 

પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ વિશે માહિતી આપતા BAPSના અક્ષરવત્સલ સ્વામીએ જણાવ્યું કે, શાહપુરમાં આવેલી આંબલીવાળી પોળમાં 28 વર્ષીય પ્રમુખ સ્વામી મહારાજને 21-5-1950ના રોજ BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા હતા. આ પ્રસંગને 2025માં 75 વર્ષ પૂરા થયા, જેથી અમદાવાદમાં જ એક સ્મૃતિરૂપે તેમને અંજલિ આપવા અને સ્મૃતિમાં પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ સમારોહ યોજાઈ રહ્યો છે. આ પ્રસંગ માટે સંતોએ ચર્ચા કરીને નક્કી કર્યું હતું કે, સાબરમતીના કિનારે આંબલીવાળી પોળમાં પ્રમુખ સ્વામીની નિયુક્તિ થઈ હતી. સાબરમતીના કિનારે રિવરફ્રન્ટ પર પ્રમુખ સ્વામી માર્ગ છે. આપણે ત્યાં આ કાર્યક્રમ કરીએ છીએ, તો અંજલિ આપવા નદીમાં નૌકાની સાથે તેમના ગુણ જોડીશું તો પ્રાસંગિક બનશે. આ વિચાર પછી શ્રીમદ્ ભાગવત, ભગવદ ગીતા, વચનામૃત, તુલસીદાસકૃત રામચરિત માનસ અને મહાભારત જેવા શાસ્ત્રો તેમજ સંત-કવિઓની રચનામાં સંતોના ગુણો, લક્ષણો અને મહિમાના સદગુણોમાંથી કુલ 75 સૂત્રની પસંદગી કરાઈ, જે તમામ ડેકોરેટિવ લાઈટિંગવાળી હોડીઓ પર પ્રદર્શિત કરાશે.

Exclusive: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર 7 ડિસેમ્બરે યોજાશે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ, હોડીઓ પર રજૂ કરાશે 75 સૂત્ર 2 - image

આ પ્રસંગે મહંત સ્વામી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અમદાવાદના આમંત્રિત હરિભક્તો અને મહેમાનો હાજર રહેશે.

શાહપુરની આંબલીવાળી પોળ સાથે જોડાયેલી યાદો 

અમદાવાદના શાહપુરની વચ્ચોવચ આવેલી આંબલીવાળી પોળમાં BAPS સંસ્થાની અઢળક યાદો જોડાયેલી છે. આ પોળમાં વર્ષ 1907થી 1951 સુધી શાસ્ત્રીજી મહારાજ પધારતા હતા. આમ, આ પોળ શાસ્ત્રીજી મહારાજના અનેક સત્સંગ અને ઉત્સવોની સાક્ષી છે. અહીં જ બબુભાઈ પટેલના ઘરમાં વર્ષ 1939માં શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામીને દીક્ષા આપી હતી. તે વખતે પ્રમુખ સ્વામી આ પોળમાં ઘરે-ઘરે ઝોળી માંગી નિર્વાહ કરતા હતા. આ દરમિયાન વર્ષ 1942માં પ્રમુખ સ્વામીએ સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન 21-05-1950ના દિવસે શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામીને ચાદર ઓઢાડીને BAPS સંસ્થાની ધૂરા સોંપી હતી.
Exclusive: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર 7 ડિસેમ્બરે યોજાશે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ, હોડીઓ પર રજૂ કરાશે 75 સૂત્ર 3 - image

આ પોળમાં રહેતા 15થી 20 હરિભક્તોએ પોળનો જીર્ણોદ્ધાર કરવા માટે પોતાના ઘર BAPSને સોંપી દીધાં હતાં. ત્યાર પછી આ સમગ્ર પોળનું અંદાજે 50 હજાર સ્ક્વેર ફૂટમાં રિકન્સ્ટ્રક્શન કરાયું હતું, જે 27 માર્ચ 2022માં આ પોળ હરિભક્તો માટે ખુલ્લી મુકાઈ છે.

આંબલીવાળી પોળનું ધાર્મિક માહાત્મ્ય અને વિશેષતા

આંબલીવાળી પોળમાં 2000 સ્ક્વેર ફૂટ ફ્લોર સ્પેસ હતો, જેમાં અંદાજે 50 હજાર સ્ક્વેર ફૂટમાં રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. અહીં 15×15 ફૂટના જે ઓરડામાં પ્રમુખ સ્વામીને ચાદર ઓઢાડીને સંસ્થાની ધૂરા સોંપાઈ હતી, ત્યાં સ્મૃતિ મંદિરમાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામીની મૂર્તિ સ્થાપિત કરાઈ છે. 
Exclusive: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર 7 ડિસેમ્બરે યોજાશે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ, હોડીઓ પર રજૂ કરાશે 75 સૂત્ર 4 - image

આંબલીવાળી પોળની વાસ્તુકલા પરંપરાગત છે. આ પોળ આગામી 500 વર્ષ સુધી અડીખમ રહે તે રીતે ડિઝાઈન કરાઈ છે. જીર્ણોદ્ધાર વખતે પોળનો ચોક અને ઝરુખા પણ નવેસરથી તૈયાર કરાયા છે. આ ઉપરાંત મકાનનું ફ્લોરિંગ 100-150 વર્ષ પહેલાંની મોઝેક ટાઇલ્સ જેવું જ કરાયું છે. અહીં શાસ્ત્રીજી મહારાજના જીવનને દર્શાવતી ફોટો વૉલ પણ છે અને જે ખાટલામાં શાસ્ત્રીજી મહારાજ આરામ કરતાં તેના પર આબેહૂબ શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ મૂકાઈ છે. અહીં એક સાથે 200 ટુ-વ્હિલર પાર્ક થઈ શકે તેવું પાર્કિંગ પણ છે. અહીં એક પ્રમુખ સ્વામી સભાગૃહ પણ છે, જેમાં 500-700 હરિભક્તો એક સાથે સત્સંગ કરી શકે તેવી સુવિધા છે. 

Exclusive: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર 7 ડિસેમ્બરે યોજાશે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ, હોડીઓ પર રજૂ કરાશે 75 સૂત્ર 5 - image

નોંધનીય છે કે, આ ઉત્સવ અંતર્ગત છેલ્લા એક વર્ષથી નાના-મોટા આયોજનો ચાલી રહ્યા છે. જેમાં ખાસ કરીને સત્સંગ સભાઓ અને એકાદ વર્ષથી બાળ યુવા પ્રવૃતિમાં સંસ્કાર સિંચનના કાર્યક્રમ કરાયા છે. હવે એનો મુખ્ય સમારોહ સાતમી ડિસેમ્બરે યોજાશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
તેલંગાણામાં આ કેવું તંત્ર? IAS અધિકારીઓની જવાબદારી IPS ને! હાઇકોર્ટે સરકારને ઘેરી | why are ips offi…

તેલંગાણામાં આ કેવું તંત્ર? IAS અધિકારીઓની જવાબદારી IPS ને! હાઇકોર્ટે સરકારને ઘેરી | why are ips offi...

સિદ્ધારમૈયા રાજીનામું આપવા તૈયાર? કહ્યું- શિવકુમાર મારા ભાઈ જેવા, મોવડી મંડળ ઈચ્છે તો CM બનશે | We A…

સિદ્ધારમૈયા રાજીનામું આપવા તૈયાર? કહ્યું- શિવકુમાર મારા ભાઈ જેવા, મોવડી મંડળ ઈચ્છે તો CM બનશે | We A...

ફેમિલી કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણી વિવાદમાં, મહિલા અનામતના મુદ્દે BCGમાં અરજી, ફોર્મ વિતરણ અટક્યું |…

ફેમિલી કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણી વિવાદમાં, મહિલા અનામતના મુદ્દે BCGમાં અરજી, ફોર્મ વિતરણ અટક્યું |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રેનોના કોચમાં પાણીની ફરિયાદો ટાળવા કેમેરા મૂકાયા | Cameras installed in train coaches to avoid wat…

ટ્રેનોના કોચમાં પાણીની ફરિયાદો ટાળવા કેમેરા મૂકાયા | Cameras installed in train coaches to avoid wat…

6 months ago
મોર્ડન પેન્ટાથલોન ચેમ્પિયન્સમાં ગુજરાતના ઓમ નરેશ કદમ અને ફોરમ બ્રહ્મભટ્ટે 38મી નેશનલ ગેમ્સમાં બ્રોન્…

મોર્ડન પેન્ટાથલોન ચેમ્પિયન્સમાં ગુજરાતના ઓમ નરેશ કદમ અને ફોરમ બ્રહ્મભટ્ટે 38મી નેશનલ ગેમ્સમાં બ્રોન્…

9 months ago
NGTના આદેશ છતાં હજુ સુધી ૫૦ ટકા કામગીરી, AMCને પિરાણા લેન્ડફિલ સાઈટ મુદ્દે GPCB એ શોકોઝ ફટકારી | Des…

NGTના આદેશ છતાં હજુ સુધી ૫૦ ટકા કામગીરી, AMCને પિરાણા લેન્ડફિલ સાઈટ મુદ્દે GPCB એ શોકોઝ ફટકારી | Des…

7 months ago
વડોદરા શહેરના સેવાસી રોડ પરની રહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિ થતા રોષ | Outrage over commerci…

વડોદરા શહેરના સેવાસી રોડ પરની રહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિ થતા રોષ | Outrage over commerci…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News