gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડૂતોની 68,000 અરજી સામે 30,000 અરજી જ મંજૂર : માત્ર 9,071 ખેડૂતોને રૂ. 14.70 કરોડની સહાય ચૂકવાઈ | …

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
ખેડૂતોની 68,000 અરજી સામે 30,000 અરજી જ મંજૂર : માત્ર 9,071 ખેડૂતોને રૂ. 14.70 કરોડની સહાય ચૂકવાઈ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આણંદ જિલ્લામાં ભારે વરસાદના કારણે થયેલા પાક નુકસાનીમાં રૂપિયા 120 કરોડની સહાયનો અંદાજ 

– નુકસાની સહાય મેળવવા ખેડૂતો ૫ ડિસેમ્બર સુધી અરજી કરી શકશે : સર્વરના ધાંધિયાથી ઓનલાઈન અરજી કરવામાં પણ મુશ્કેલી : 59 હજાર ખેડૂતો વળતરની રાહ જોઈ રહ્યાં છે

આણંદ : આણંદ જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં થયેલા ભારે વરસાદે તારાજી સર્જી હતી અને ચોમાસુ પાકનું સંપૂર્ણ ધોવાણ થઈ જતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે ખેડૂતોની માંગને લઈને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું હતું. જ્યારે આણંદ જિલ્લામાં ખેડૂતોની ૬૮,૦૦૦ અરજીમાંથી માત્ર ૩૦,૦૦૦ અરજી મંજૂર કરાઈ છે અને માત્ર ૯,૦૭૧ ખેડૂતોને જ રૂ. ૧૪.૭૦ કરોડની સહાય ચૂકવાઈ છે. 

આણંદ જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં ભારે વરસાદ થતા જિલ્લાના ખંભાત, તારાપુર અને પેટલાદ તાલુકામાં ૭ ઇંચથી વધુ વરસાદ થયો હતો. જેમાં આ વિસ્તારના ડાંંગરના પાકને ભારે નુકસાન થયું હતું. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ તમાકુ, ડાંગર, શાકભાજી, ઘાસચારો વગેરે પાક પાણીમાં ડૂબી જતા ખેડૂતોની ચોમાસુ સિઝન નિષ્ફળ ગઈ હતી. તેમજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી પાકને નુકસાન થતા રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનીનું તાત્કાલીક સર્વે કરાવી ખેડૂતો માટે ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું હતું અને ખેડૂતોને હેકટર દીઠ રૂપિયા ૨૨,૦૦૦, વધુમાં વધુ બે હેકટર માટે રૂપિયા ૪૪,૦૦૦ સુધી સહાય આપવાની જાહેરાત કરાઈ હતી. 

આણંદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોની નુકસાનીના સર્વે માટે ૧૫૦થી વધુ ગ્રામ સેવકોની ટીમ જિલ્લાના તમામ ગામડાઓમાં સર્વે માટે મોકલવામાં આવી હતી અને નવેમ્બર માસ દરમિયાન અંદાજિત ૮૨ હજાર હેક્ટર જમીનમાં ખેતીના પાકને નુકસાન થયું હોવાની આંકડાકીય માહિતી મળતા ખેડૂતોને ઓનલાઈન પોર્ટલ ઉપર અરજી  કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી.

આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં કુલ ૬૮,૦૦૦ ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરી છે, જેમાંથી અત્યાર સુધીમાં માત્ર ૩૦,૦૦૦ અરજીઓ જ મંજૂર કરવામાં આવી છે. મંજૂર કરવામાં આવેલી અરજીઓમાંથી ૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં માત્ર ૯,૦૭૧ ખેડૂતોને રૂ. ૧૪.૭૦ કરોડની ઓનલાઈન ચુકવણી કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં ખેડૂતોને નુકસાની પ્રમાણે સરેરાશ રૂપિયા ૫,૦૦૦થી બે હેક્ટરના ૪૪ હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવી છે. ખેડૂતોની પાક નુકસાનીની સહાયની પ્રક્રિયાની અરજીઓ લેવાની હજુ પાંચ ડિસેમ્બર સુધી ચાલુ રાખવામાં આવી છે. 

સરકારનું ખેડૂત પોર્ટલ ધીમું ચાલતું હોવાથી ઓનલાઈન અરજી થઈ શકતી નથી : ખેડૂતો 

પાક સહાયની અરજીઓમાં બાકી રહેલા ખેડૂતોના જણાવ્યા મુજબ, રાજ્ય સરકારનું ખેડૂત પોર્ટલ ખૂબ જ ધીમું ચાલતું હોવાથી અને સર્વર ડાઉન હોવાથી ઓનલાઈન અરજીઓ કરી શકાતી નથી. તેમજ કેટલાક ગામમાં ગ્રામ સેવકો આવતા ન હોવાથી ખેડૂતોને તેમની અરજીની મંજૂરી મેળવવામાં તકલીફો પડી રહી છે. પાક નુકસાનીની સહાય મેળવવામાં માટે માત્ર ચાર દિવસ જ બાકી હોવાથી ખેડૂતો સહાયની રકમ મેળવવા માટે પોર્ટલ ઉપર પોતાની અરજીઓ કરી રહ્યાં છે અને ગ્રામસેવક વહેલી તકે અરજી મંજૂર કરે તેવી માંગ કરી રહ્યાં છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LIVE: વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા, થોડીવારમાં ‘સરદારધામ-3’નું કરશે લોકાર્પણ | pm modi in vadodara…
GUJARAT

LIVE: વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા, થોડીવારમાં ‘સરદારધામ-3’નું કરશે લોકાર્પણ | pm modi in vadodara…

May 11, 2026
સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસનું સંગમતીર્થે
GUJARAT

સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસનું સંગમતીર્થે

May 11, 2026
માફિયાઓ દ્વારા કેમિકલ ઠાલવતાની જાણ થતાં તંત્ર અને પોલીસને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ…
GUJARAT

માફિયાઓ દ્વારા કેમિકલ ઠાલવતાની જાણ થતાં તંત્ર અને પોલીસને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ…

May 11, 2026
Next Post
એર ઇન્ડિયા એરપોર્ટ પર વિમાન ભુલી ગઇ, 13 વર્ષ સુધી પડયું રહ્યું | Air India plane forgotten at airpor…

એર ઇન્ડિયા એરપોર્ટ પર વિમાન ભુલી ગઇ, 13 વર્ષ સુધી પડયું રહ્યું | Air India plane forgotten at airpor...

ગઢડા બોટાદ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક આવી જતા યુવાનનું મોત | A young man died after being hit…

ગઢડા બોટાદ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક આવી જતા યુવાનનું મોત | A young man died after being hit...

રિલાયન્સ, બેંકિંગ શેરોમાં ફંડોની વેચવાલીએ સેન્સેક્સ 504 પોઈન્ટ ગબડીને 85138 | Sensex plunges 504 poi…

રિલાયન્સ, બેંકિંગ શેરોમાં ફંડોની વેચવાલીએ સેન્સેક્સ 504 પોઈન્ટ ગબડીને 85138 | Sensex plunges 504 poi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિક્ષણ બોર્ડનો અણઘડ વહીવટ: ધૂળેટીની જાહેર રજાના દિવસે ધો.10 અને 12ની પરીક્ષાનું પેપર, વિદ્યાર્થીઓ મૂ…

શિક્ષણ બોર્ડનો અણઘડ વહીવટ: ધૂળેટીની જાહેર રજાના દિવસે ધો.10 અને 12ની પરીક્ષાનું પેપર, વિદ્યાર્થીઓ મૂ…

5 months ago
ટેરિફ તથા વૈશ્વિક અનિશ્ચિતતાને પગલે દેશના વેપાર માનસ પર પ્રતિકૂળ અસર | Tariffs and global uncertaint…

ટેરિફ તથા વૈશ્વિક અનિશ્ચિતતાને પગલે દેશના વેપાર માનસ પર પ્રતિકૂળ અસર | Tariffs and global uncertaint…

7 months ago
‘શક્તિ’ ઈફેક્ટ : મહુવા પંથકમાં ધોધમાર સાડા 3 ઈંચ વરસાદ | Shakti effect: 3 5 inches of heavy rain in …

‘શક્તિ’ ઈફેક્ટ : મહુવા પંથકમાં ધોધમાર સાડા 3 ઈંચ વરસાદ | Shakti effect: 3 5 inches of heavy rain in …

7 months ago
કોપર પર 50 ટકા ટેરિફથી ભારતીય કંપનીઓ પર ખાસ અસર થશે નહીં | 50% tariff on copper will not have much i…

કોપર પર 50 ટકા ટેરિફથી ભારતીય કંપનીઓ પર ખાસ અસર થશે નહીં | 50% tariff on copper will not have much i…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News