![]()
અમદાવાદ,ગુરુવાર,4 ડિસેમ્બર,2025
અમદાવાદ પૂર્વના મોટા ભાગના વિસ્તારોને આવરી લેતી ખારીકટ
કેનાલને પાંચ ફેઝમાં રિ-ડેવલપ કરવા મંજુરી અપાઈ હતી.ફેઝ-વનની કામગીરી જાન્યુઆરીમાં
પુરી કરાશે. નરોડા મુકિતધામથી વિંઝોલ વહેળા સુધી કેનાલને ફેઝ-ટુમાં રુપિયા ૯૭૯
કરોડના ખર્ચથી ડેવલપ કરાશે.કોંકણ રેલવે કોર્પોરેશન, ફુજી સિલ્વર ટ્રેક પ્રા.લી.જોઈન્ટ વેન્ચરમાં કેનાલ
ડેવલપમેન્ટની કામગીરી કરશે.વર્તમાન ટર્મ પુરી થવા જઈ રહી છે. હાલના મેયર ખારીકટ
કેનાલ રિ-ડેવલપમેન્ટનુ ખાતમૂહુર્ત કરાવશે.
સરદાર પટેલ રીંગ રોડથી નરોડા મુકિતધામ અને વિંઝોલ વહેળાથી આવકાર
હોલ ઘોડાસર થઈ વટવા તેમજ વટવા થઈ સરદાર પટેલ રીંગ રોડ સુધી રોપડા તળાવ થઈ ખારીકટ કેનાલના
રિ-ડેવલપમેન્ટ ફેઝ-ટુ માટે સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત મંજૂર કરી હતી.ચેરમેન દેવાંગ
દાણીએ કહયુ, ફેઝ-વનની
કામગીરી ૧૫ જાન્યુઆરી-૨૬ સુધીમા પુરી થઈ જશે. ફેઝ-વનમા આવતા રૃટ ઉપર વિવિધ સ્પોટ ઉપર
૯૬ જેટલા પોલ લાગી ગયા છે. રોડ ઉપર બ્યુટીફિકેશન કરાશે.૧૧૦ વર્ષ પહેલા ખારીકટ કેનાલ
બનાવાઈ હતી.ફેઝ-ટુમાં આશરે ૨૨ કિલોમીટર લંબાઈમાંખુલ્લી કેનાલના સ્થાને ઉપલબ્ધ પહોળાઈ
મુજબ અમુક ભાગમાં આર.સી.સી.સ્ટ્રોમ વોટર બોકસ સહિત કેનાલ બોકસ સ્ટ્રકચર, કેટલાક ભાગમાં માત્ર કેનાલ બોકસ સ્ટ્રકચર અને કેટલાક ભાગમાં માત્ર
સ્ટ્રોમ વોટર બોકસ સ્ટ્રકચરની જોગવાઈ સાથે સ્ટ્રકચરનું બાંધકામ કરી તેના ઉપરથી રસ્તાનુ
નિર્માણ કરવાની કામગીરી કરવામા આવશે.










