
– મંદિરો-ધાર્મિક સ્થળોના નાણાંના ઉપયોગ અંગે કોર્ટનો ચૂકાદો મહત્વપૂર્ણ
– કેરળની બે સહકારી બેન્કોને થિરુનેલી મંદિર દેવસ્વોમની મેચ્યોર એફડીના નાણાં પરત કરવા સુપ્રીમનો નિર્દેશ
– સહકારી બેન્કોમાં ઓછા વ્યાજના બદલે વધુ વ્યાજ મેળવવા રાષ્ટ્રીયકૃત બેન્કોમાં એફડી મૂકવી એ વધુ વ્યવહારુ : સુપ્રીમ
Supreme Court News : મંદિરમાં ભગવાનને ચઢાવવામાં આવતા રૂપિયા તેમના જ છે અને આ નાણાં સહકારી બેન્કોને બેઠી કરવા માટે વાપરી શકાય નહીં તેમ સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું. કેરળના થિરુનેલી મંદિર દેવસ્વોમના કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આપેલો આ ચુકાદો દેશભરમાં મંદિરો અને ધાર્મિક સ્થળોના નાણાંના સંચાલન તથા સુરક્ષિત રોકાણ માટે મહત્વનો દાખલો બની શકે છે.










