gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘વસવસો રહી ગયો હતો..’, ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનારે હુમલો કરવાનું કારણ જણાવ્યું | Gopal Italia Sh…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
‘વસવસો રહી ગયો હતો..’, ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનારે હુમલો કરવાનું કારણ જણાવ્યું | Gopal Italia Sh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gopal Italia Shoes Attack News : આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ‘ગુજરાત જોડો યાત્રા’ અંતર્ગત ગઈકાલે (5 ડિસેમ્બર) જામનગરમાં યોજાયેલી બાઇક રેલી અને જાહેર સભામાં મોટો રાજકીય હંગામો થયો હતો. જ્યારે AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સભાને સંબોધી રહ્યા હતા, તે દરમિયાન એક વ્યક્તિએ તેમના પર જૂતું ફેંક્યું હતું. આ ઘટના બાદ સભા સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી.

ઘટના અને ઇટાલિયાનો પોલીસ પર ગંભીર આક્ષેપ

જૂતું ફેંકાતાની સાથે જ સભામાં ઉપસ્થિત AAPના કાર્યકરો દોડી આવ્યા હતા અને હુમલાખોરને પકડીને તેની ધોલાઈ કરી હતી. આ સમયે પોલીસ પણ હુમલાખોરને પકડવા માટે દોડી આવી હતી. જોકે, ઘટના બાદ ગોપાલ ઇટાલિયાએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે પોલીસ હુમલાખોરને બચાવવા આવી પહોંચી હતી. જોકે, બાદમાં પોલીસે હુમલાખોરની અટકાયત કરી લીધી હતી.

'વસવસો રહી ગયો હતો..', ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનારે હુમલો કરવાનું કારણ જણાવ્યું 2 - image

જૂતું ફેંકનાર છત્રપાલસિંહ જાડેજાનો ‘બદલા’નો દાવો

પોલીસ અટકાયત પહેલા જૂતું ફેંકનાર વ્યક્તિ મીડિયા સમક્ષ આવ્યો હતો અને પોતાનું નામ છત્રપાલસિંહ જાડેજા અને મેમાણા ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેણે આ કૃત્ય પાછળનું ચોંકાવનારું કારણ આપતા જણાવ્યું હતું કે,  “અગાઉ ગુજરાત રાજ્ય સરકારના તત્કાલીન મંત્રી પ્રદિપસિંહ જાડેજા પર ગોપાલ ઇટાલિયાએ જાહેર સભા દરમિયાન જૂતું ફેંક્યું હતું. તે સમયથી મને વસવસો રહી ગયો હતો. આજે મોકો જોઇને, મેં મારા સમાજનો બદલો વાળ્યો છે. આનાથી મને સંતોષ થયો છે.”

છત્રપાલસિંહ કોંંગ્રેસનો કાર્યકર? 

આ ઘટનાને પગલે નવું રાજકીય પાસું સામે આવ્યું છે. મુખ્ય આરોપી છત્રપાલસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે તે કોંગ્રેસનો કાર્યકર છે. જોકે, વિરોધાભાસી રીતે તેણે એ પણ જણાવ્યું કે તે AAPના ધારાસભ્ય હેમંત ખવવાને પોતાના ગુરુ માને છે.

'વસવસો રહી ગયો હતો..', ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનારે હુમલો કરવાનું કારણ જણાવ્યું 3 - image

કોંગ્રેસ પ્રમુખ સાથે છત્રપાલસિંહનો ફોટો વાઈરલ

આ તમામ વિવાદ વચ્ચે છત્રપાલસિંહનો ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સાથેના એક ગૃપ ફોટોમાં જોવા મળી રહ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ તાત્કાલિક સ્પષ્ટતા કરી છે કે આ ઘટના સાથે કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી.

ઘટનાનું સ્થળ: જ્યાં કોંગ્રેસના કોર્પોરેટરો ‘આપ’માં જોડાયા

જામનગર સહિતની મહાનગરપાલિકાની ચૂંટણીઓ આગામી ત્રણ માસમાં યોજાવાની છે, ત્યારે રાજકીય પક્ષોમાં જોડાણ અને રાજીનામાનો દોર ચાલી રહ્યો છે. જે સભામાં આ ઘટના બની, તે જ કાર્યક્રમમાં બે દિવસ પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર વોર્ડ નંબર 12ના કોર્પોરેટર જેનબબેન ખફી સહિત અન્ય બે કોર્પોરેટર અસલમ ખીલજી અને ફેમિદાબેન જુણેજા, તેમજ અનેક આગેવાનો અને સમર્થકો વિધિવત રીતે AAPમાં જોડાયા હતા.

તત્કાલીન મંત્રી પરના જૂતાકાંડના બદલાની ભાવનાથી થયેલા આ હુમલાએ જામનગરના રાજકારણમાં ભારે ઉથલપાથલ મચાવી દીધી છે, ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક છે ત્યારે આ ઘટનાના પડઘા દૂર સુધી સંભળાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
અમદાવાદ: ચાંગોદર હાઈવે પર પાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, ત્રણ ફાયર ફાઇટર ઘટનાસ્થળે | massive fire at pap…

અમદાવાદ: ચાંગોદર હાઈવે પર પાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, ત્રણ ફાયર ફાઇટર ઘટનાસ્થળે | massive fire at pap...

ઈન્ડિગોનું સંકટ અચાનક નથી આવ્યું, પરંતુ ‘ગણતરીપૂર્વક ઘડાયેલું કાવતરું’! એરલાઈન્સ પર ગંભીર આરોપ | Ind…

ઈન્ડિગોનું સંકટ અચાનક નથી આવ્યું, પરંતુ ‘ગણતરીપૂર્વક ઘડાયેલું કાવતરું’! એરલાઈન્સ પર ગંભીર આરોપ | Ind...

બાબરી મસ્જિદ નિર્માણ વિવાદ વચ્ચે મમતા બેનર્જીનું નિવેદન, કહ્યું- ‘નફરત ફેલાવનારા સામે લડાઈ ચાલુ રહેશ…

બાબરી મસ્જિદ નિર્માણ વિવાદ વચ્ચે મમતા બેનર્જીનું નિવેદન, કહ્યું- 'નફરત ફેલાવનારા સામે લડાઈ ચાલુ રહેશ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગ્રામ્ય એલસીબી દરોડો પાડી રોકડ, મોબાઇલ સહિત રૂ. 73 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો | Rural LCB raided an…

ગ્રામ્ય એલસીબી દરોડો પાડી રોકડ, મોબાઇલ સહિત રૂ. 73 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો | Rural LCB raided an…

8 months ago
અમદાવાદ: વસ્ત્રાલમાં આતંક મચાવવાનો કેસ, આરોપીઓ બાદ હવે ખાખી પર વરસી ગાજ, એકઝાટકે 28 PIની બદલી

અમદાવાદ: વસ્ત્રાલમાં આતંક મચાવવાનો કેસ, આરોપીઓ બાદ હવે ખાખી પર વરસી ગાજ, એકઝાટકે 28 PIની બદલી

1 year ago
નેપાળી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી લગ્ન નહિ કરનાર ફૈઝલની બળાત્કારના ગુનામાં ધરપકડ | faizal arrest…

નેપાળી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી લગ્ન નહિ કરનાર ફૈઝલની બળાત્કારના ગુનામાં ધરપકડ | faizal arrest…

7 months ago
ખોરાક શાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૪૫ સેમ્પલમાંથી ૪ ફેલ | Raids in various areas of food branch 4…

ખોરાક શાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૪૫ સેમ્પલમાંથી ૪ ફેલ | Raids in various areas of food branch 4…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News