Jamnagar Police : જામનગરના બેડી-બેડેશ્વર વિસ્તારમાં સીટી બી. ડિવિઝન પોલીસ વિભાગની ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ તેમજ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા પોલીસની ટુકડીને પણ જોડવામાં આવી હતી.
રાજકોટ રેન્જના આઈજીપી અશોકકુમાર યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી સીટી બી. ડિવિઝનના પી.આઈ. પી.પી.ઝા તેમજ સમગ્ર સીટી બી.ડિવિઝનના અન્ય પીએસઆઇ સહિતના પોલીસ અધિકારીઓ અને અન્ય પોલીસ સ્ટાફ વગેરે દ્વારા ગઈકાલે રાત્રે સમગ્ર બેડી-બેડેશ્વર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, તેમ જ સરપ્રાઈઝ ચેકિંગ પણ કરાયું હતું, જેમાં મહિલા પોલીસની મોટી ટુકડી પણ જોડાઈ હતી.
સમગ્ર બેડેશ્વર વિસ્તારમાં વસવાટ કરતા હિસ્ટ્રી સિટર વગેરેનું લિસ્ટ બનાવાયું હતું, તેમજ અનેક ઘરોમાં પોલીસ વિભાગ દ્વારા ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહિલા પોલીસ વિભાગની ટીમ દ્વારા સૌપ્રથમ અનેક ઘરોને ચેક કરાયા હતા, અને બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહીને લઈને બેડી વિસ્તારમાં સોંપો પડી ગયો હતો.