gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદા: મનસુખ વસાવાના ‘તોડકાંડ’ આક્ષેપ સામે ચૈતર વસાવાનો વળતો પ્રહાર, રૂ.10 કરોડના કમલમ પર ઉઠાવ્યા સ…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
નર્મદા: મનસુખ વસાવાના ‘તોડકાંડ’ આક્ષેપ સામે ચૈતર વસાવાનો વળતો પ્રહાર, રૂ.10 કરોડના કમલમ પર ઉઠાવ્યા સ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada News: ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લામાં રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચારને લઈને કરેલા ગંભીર આક્ષેપો બાદ વિવાદ વકર્યો છે. વસાવાએ ભ્રષ્ટાચાર કરનારાઓના નામ કે પુરાવા જાહેર કર્યા નહોતા, પરંતુ મુખ્ય નિશાન આમ આદમી પાર્ટી (AAP)ની ટીમને બનાવ્યું હતું. તેના જવાબમાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી, ઉલટાનું ભાજપ પર જ આદિજાતિ વિકાસના ફંડના દુરુપયોગનો આરોપ લગાવી રાજકીય માહોલ ગરમાવ્યો છે.

મનસુખ વસાવાનો ‘તોડકાંડ’નો આક્ષેપ, ચૈતર વસાવાનો વળતો પ્રહાર

મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે કે AAPની ટીમ એજન્ટો મૂકી વિકાસ કાર્યોમાં ક્ષતિઓ શોધી તોડ કરે છે. એક વર્ષ પહેલાં AAPના એક નેતાએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) પાસેથી રૂ. 50 લાખનો તોડ કર્યો હતો. હત્યાના પીડિતોને સહાય અપાવવા માટે પણ તમામ પક્ષના નેતાઓ સહિતની ટીમે રૂ. 10-10 લાખનો તોડ કર્યો હતો.

જેની સામે ચૈતર વસાવાનો વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, જો ભાજપના સાંસદ મારા વિરુદ્ધ પુરાવા નહીં આપે તો અમે માનીશું કે તેમને મનોચિકિત્સક પાસે સારવાર લેવાની જરૂરત છે. મારા વિરુદ્ધ પુરાવા રજૂ કરવામાં આવે, નહીં તો હું માનહાનીનો કેસ કરીશ. આ સાથે મનરેગા કૌભાંડ સમયે પણ મનસુખ વસાવાએ આરોપોને નકાર્યા હતા, પરંતુ બાદમાં કૌભાંડ બહાર આવ્યું હતું. મનસુખ વસાવા ભ્રષ્ટાચાર કરનારાઓનું લિસ્ટ સરકારને આપે તેવો પડકાર ફેંક્યો હતો.

વિકાસના કામોમાં રોળા વિરુદ્ધ સરકારી ફંડનો દુરુપયોગ

મનસુખ વસાવાએ દાવો કર્યો હતો કે, AAP નેતાઓની ટીમ વિકાસના કામમાં કોઈના કોઈ રીતે રોળા નાખી રહી છે અને સંકલનની બેઠકોમાં નાના કામોમાં તપાસ માંગી સોશિયલ મીડિયામાં વહેતા કરીને તોડ કરે છે. ‘ચોર સાહુકારને દંડે તેવા કૃત્ય’ થઈ રહ્યા છે.    

સાંસદના આ આક્ષેપો સામે આપના ધારાસભ્યએ વળતો પ્રહાર કર્યો છે કે,  પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કરોડો રૂપિયાનો ખર્ચ આદિજાતિ વિકાસના ફંડમાંથી કરવામાં આવ્યો છે. જ્યારે મેં સવાલ ઉભા કર્યા, ત્યારે સાંસદના પેટમાં તેલ રેડાયું. આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિકની શિષ્યવૃત્તિ અને કુપોષિત બાળકોની ગ્રાન્ટ માટે પણ સરકાર પાસે પૈસા નથી.

નેતાઓની મિલીભગત વિરુદ્ધ રૂ. 10 કરોડના કમલમ પર સવાલ

મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે કે, આ જિલ્લામાં નેતાઓની એકબીજા સાથે મિલીભગત છે (ભાજપ, કોંગ્રેસ, AAP સહિત), એટલે કોઈ બોલતું નથી. AAP નેતાઓ અધિકારીઓને ધમકાવે છે છતાં કોઈ બોલતું નથી. એક આદિવાસી નેતાએ રૂ. 75 લાખ માંગ્યા હોવાનો આધાર પુરાવા વગરનો દાવો કર્યો હતો, અને કહ્યું કે. ભ્રષ્ટાચાર કરનારને હું છોડતો નથી

સાંસદ વસાવાના આ આક્ષેપોના જવાબમાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ પલટવાર કરતા જણાવ્યું હતું કે, નર્મદામાં આંગણવાડી કે શાળાઓ માટે ગ્રાન્ટ નથી, તો તમે રૂ. 10 કરોડનું ફાઇવસ્ટાર કમલમ કોના પૈસાથી બનાવ્યું? આદિવાસી વિસ્તારના સિકલ સેલ પીડિતો માટે સબસીડીની યોજના હતી, પરંતુ માર્ચથી આજ દિન સુધી ગ્રાન્ટ ન હોવાનું જણાવી સહાય ચૂકવાતી નથી.

આ પણ વાંચો: નર્મદા: ‘BJP-AAP નેતાઓની મિલીભગતથી લાખોનો તોડકાંડ’, નામ કે પુરાવા વગર ભાજપ સાંસદે ભ્રષ્ટાચારનો બોમ્બ ફોડ્યો

રાજકીય વિશ્લેષણ: પુરાવા વિનાનું રાજકારણ?

સાંસદ મનસુખ વસાવા દ્વારા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, પરંતુ તેમની પાસે પત્રો કે માહિતી હોવા છતાં પુરાવા રજૂ ન કરવાના નિર્ણયથી અનેક પ્રશ્નો ઊભા થયા છે. આક્ષેપોમાં તથ્ય હોય તો પુરાવા વગરનું રાજકારણ કેમ?

બીજી તરફ, ચૈતર વસાવાએ વળતા પ્રહારમાં રૂ. 10 કરોડના કમલમ બિલ્ડિંગ અને આદિજાતિ વિકાસ ફંડના દુરુપયોગ જેવા મુદ્દા ઉઠાવીને રાજકીય ચર્ચાનું કેન્દ્ર ભાજપ તરફ વાળવાનો પ્રયાસ કર્યો છે. અંતે, બંને નેતાઓએ એકબીજા પર ગંભીર આક્ષેપો કર્યા છે, પરંતુ કોઈએ નક્કર પુરાવા રજૂ કર્યા નથી, જેનાથી નર્મદાના લોકોમાં આક્ષેપોની સત્યતા અંગે મૂંઝવણ પ્રવર્તી રહી છે.

વસાવાએ આ અંગે મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી રજૂઆત કરવાની વાત કરી છે. હવે જોવું એ રહ્યું કે આ ‘તોડકાંડ’ના આક્ષેપો અંગે કોઈ સત્તાવાર તપાસ શરૂ થાય છે કે પછી આ માત્ર રાજકીય યુદ્ધ બનીને રહી જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…
GUJARAT

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…

March 27, 2026
બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch nabbed another accuse…
GUJARAT

બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch nabbed another accuse…

March 27, 2026
બિલ્ડરનું સીમ કાર્ડ બ્લોક કરાવીને એકાઉન્ટમાંથી ૧.૦૭ કરોડની ઠગાઇ | ahmedabad cyber crime cell reporte…
GUJARAT

બિલ્ડરનું સીમ કાર્ડ બ્લોક કરાવીને એકાઉન્ટમાંથી ૧.૦૭ કરોડની ઠગાઇ | ahmedabad cyber crime cell reporte…

March 27, 2026
Next Post
સુરતના ઐતિહાસિક ગાંધીબાગમાં પ્રવેશ પહેલા મુલાકાતીઓએ રજીસ્ટરમાં નામ-નંબર સાથે એન્ટ્રી કરવાની રહેશે | …

સુરતના ઐતિહાસિક ગાંધીબાગમાં પ્રવેશ પહેલા મુલાકાતીઓએ રજીસ્ટરમાં નામ-નંબર સાથે એન્ટ્રી કરવાની રહેશે | ...

ધોળકામાં 5 લાખની કિંમતનો ગાંજો ઝડપાયો, ઓરિસ્સાથી આવેલી મહિલા સહિત બેની ધરપકડ | Two arrested includin…

ધોળકામાં 5 લાખની કિંમતનો ગાંજો ઝડપાયો, ઓરિસ્સાથી આવેલી મહિલા સહિત બેની ધરપકડ | Two arrested includin...

ગુજરાતમાં શિયાળાની જમાવટ: નલિયા 11 ડિગ્રી સાથે ઠંડુગાર, આગામી 7 દિવસ વાતાવરણ કેવું રહેશે? | gujarat …

ગુજરાતમાં શિયાળાની જમાવટ: નલિયા 11 ડિગ્રી સાથે ઠંડુગાર, આગામી 7 દિવસ વાતાવરણ કેવું રહેશે? | gujarat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી રૂા. 28.50 લાખની છેતરપિંડી | Fraud of Rs 28 50 lakhs by promising high…

રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી રૂા. 28.50 લાખની છેતરપિંડી | Fraud of Rs 28 50 lakhs by promising high…

2 months ago
અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લાવર શૉ: કોને-કોને ફ્રીમાં મળશે એન્ટ્રી? જાણો ઓનલાઈન ટિકિટની પ્રોસેસ | Ahmed…

અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લાવર શૉ: કોને-કોને ફ્રીમાં મળશે એન્ટ્રી? જાણો ઓનલાઈન ટિકિટની પ્રોસેસ | Ahmed…

3 months ago
પાલિતાણા નજીક વિસર્જન માટે જતી મહિલાઓને નડ્યો અકસ્માત, એકનું મોત, આઠથી વધુ ઇજાગ્રસ્ત | palitana acci…

પાલિતાણા નજીક વિસર્જન માટે જતી મહિલાઓને નડ્યો અકસ્માત, એકનું મોત, આઠથી વધુ ઇજાગ્રસ્ત | palitana acci…

7 months ago
ભારતની સંરક્ષણ નિકાસ વધીને રૂ. 23,622 કરોડના રૅકોર્ડ સ્તરે પહોંચી, 2024-25માં નોંધાઈ 42.85% વૃદ્ધિ |…

ભારતની સંરક્ષણ નિકાસ વધીને રૂ. 23,622 કરોડના રૅકોર્ડ સ્તરે પહોંચી, 2024-25માં નોંધાઈ 42.85% વૃદ્ધિ |…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News