gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘બંગાળ ચૂંટણીના કારણે વંદે માતરમ્ પર સંસદમાં ચર્ચા થઈ…’, પ્રિયંકા ગાંધીના સરકાર પર પ્રહાર | ‘Why A…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in INDIA
0 0
0
‘બંગાળ ચૂંટણીના કારણે વંદે માતરમ્ પર સંસદમાં ચર્ચા થઈ…’, પ્રિયંકા ગાંધીના સરકાર પર પ્રહાર | ‘Why A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Priyanka Gandhi On Vande Mataram : રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂરા થવાના અવસરે સોમવારે લોકસભામાં યોજાયેલી વિશેષ ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ ચર્ચાના સમય અને હેતુ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, સરકાર દેશના મહત્ત્વના મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા અને રાજકીય લાભ લેવા માટે આ ચર્ચા કરાવી રહી છે.’

કેન્દ્ર સરકાર મહત્ત્વના મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવી રહી છે : પ્રિયંકા

પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું કે, ‘વંદે માતરમ્ પર આટલી લાંબી ચર્ચા કરવાની આજે કોઈ જરૂર જણાતી નથી, કારણ કે આ ગીત દેશવાસીઓના હૃદયમાં પહેલેથી જ વસેલું છે. આ ચર્ચા કરાવવાનો પહેલો હેતુ આગામી બંગાળની ચૂંટણી છે, જેમાં વડાપ્રધાન મોદી પોતાની ભૂમિકા ભજવવા માગે છે. સરકાર દેશની આઝાદી માટે બલિદાન આપનારા નેતાઓ પર નવા આરોપો લગાવીને અને વંદે માતરમ્ પર ચર્ચા કરાવીને જનતાનું ધ્યાન બેરોજગારી, ગરીબી જેવા વાસ્તવિક મુદ્દાઓથી ભટકાવી રહી છે.’

નેહરુ પરના આક્ષેપો સામે પ્રિયંકાએ આપ્યો જવાબ

ચર્ચાની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર ‘વંદે માતરમ્’ને વિવાદોમાં ઘસડવાનો અને મુસ્લિમ લીગના દબાણમાં તેના ટુકડા કરવાનો આરોપ મૂક્યો હતો. આના જવાબમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી 12 વર્ષથી વડાપ્રધાન છે, તેટલા જ વર્ષ સુધી પંડિત નેહરુએ જેલમાં વિતાવ્યા હતા. પછી તેઓ 17 વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા છે. તમે પંડિત નેહરુનું અપમાન કરવા માટેની તમામ બાબતોની એક વખત યાદી બનાવી લો. પછી અધ્યક્ષની પરવાનગી લઈને જેટલા કલાકો સુધી ચર્ચા કરવી હોય તેટલી કરી લેજો. પરંતુ જનતાએ જે કામ માટે અમને અહીં મોકલ્યા છે, તે બેરોજગારી, ગરીબી જેવા વર્તમાન અને ભવિષ્યના મુદ્દાઓ પર વાત કરો.’

‘વંદે માતરમ્’ પર સવાલ ઉઠાવવો એ મહાન વિભૂતિઓનું અપમાન : પ્રિયંકા

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘વંદે માતરમના જે સ્વરૂપને સંવિધાન સભાએ સ્વીકાર્યું છે, તેના પર સવાલ ઉઠાવવા એ રવીન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, મૌલાના અબુલ કલામ આઝાદ અને ભીમરાવ આંબેડકર જેવી મહાન વિભૂતિઓનું અપમાન છે. આપણું રાષ્ટ્રગીત વંદે માતરમ્ હંમેશા માટે પવિત્ર રહ્યું છે અને પવિત્ર રહેશે.

પીએમ મોદીના બદલાયેલા આત્મવિશ્વાસ પર સવાલ

વંદે માતરમ પરની ચર્ચામાં પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘આજ કાલના મોદીજી તે વડાપ્રધાન નથી રહ્યા, જે એક સમયે હતા. સત્ય એ છે કે તેમનો આત્મવિશ્વાસ ઘટવા લાગ્યો છે. તેમની નીતિઓ દેશને નબળો પાડી રહી છે. ચુપ બેઠેલા સત્તા પક્ષના સાથીઓ પણ આવું માનવા લાગ્યા છે. આજના લોકો તમામ સમસ્યાઓથી ઘેરાયેલા છે. વંદે માતરમ દેશના કણ-કણમાં છે, તેના પર ચર્ચા ન થઈ શકે. વંદે માતરમ પર ચર્ચા કરવી મને અજીબ લાગી રહી છે. આ ગીત તમામ દેશવાસીઓના દિલમાં વસી ગયું છે. ત્યારે આ મુદ્દા પર ચર્ચા કરવાની કેમ જરૂર પડી?

આ પણ વાંચો : ‘જો કોઈ ભૂલ કરશે તો…’ ઈન્ડિગોએ સંકટ ઉભું કર્યા બાદ કેન્દ્ર સરકારની તમામ એરલાઈન્સોને ચેતવણી

વડાપ્રધાન મોદીએ શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં વંદે માતરમની ચર્ચા દરમિયાન આક્ષેપ કર્યો હતો કે, ‘ગઈ સદીમાં વંદે માતરમની સાથે વિશ્વાસઘાત થયો. તેને વિવાદોમાં ઘસડવામાં આવ્યું. મુસ્લિમ લીગે તેનો વિરોધ કર્યો, જિન્નાએ 1937માં તેનો વિરોધ કર્યો. નેહરુએ મુસ્લિમ લીગની નિંદા ન કરી. જિન્નાના વિરોધ પછી નેહરુને પોતાની ખુરશીનો ખતરો લાગ્યો. ‘વંદે માતરમ્’ના અમુક શબ્દો પર મુસ્લિમોને વાંધો હતો. કોંગ્રેસે તેની સમીક્ષા કરવાની વાત કરી. કોંગ્રેસે ‘વંદે માતરમ્’ના ટુકડા કરી દીધા. કોંગ્રેસ પાર્ટીએ મુસ્લિમ લીગ સામે ઘૂંટણ ટેકવી દીધા અને મુસ્લિમ લીગના દબાણમાં ‘વંદે માતરમ્’ના ટુકડા કરી દીધા. તુષ્ટિકરણની રાજનીતિના દબાણમાં કોંગ્રેસ ‘વંદે માતરમ્’ માટે ઝૂકી, એટલે જ ભારતનું વિભાજન થયું.’

વંદે માતરમની ભૂલાવી દેવાયેલી પંક્તિઓ ભારતની આત્મા : રાજનાથ સિંહ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ‘વંદે માતરમની ભૂલાવી દેવાયેલી પંક્તિઓ ભારતની આત્મા છે. આ પંક્તિઓ જણાવે છે કે ભારતનું અધ્યાત્મ તોડવાનું નહીં, પણ જોડવાનું કામ કરે છે. આનંદ મઠ ક્યારેય ઈસ્લામ વિરોધી ન હતું. અમારી સરકારે વંદે માતરમની 150મી વર્ષગાંઠ ધામધૂમથી મનાવવાનો નિર્ણય કર્યો છે. વંદે માતરમ સાથે થયેલો અન્યાય તુષ્ટિકરણની રાજનીતિનું કારણ હતું, જેનાથી સાંપ્રદાયિક સૌહાર્દ નબળું પડ્યું. 1937માં કોંગ્રેસે તેને ખંડિત કરવાનો નિર્ણય લીધો હતો, જે આઝાદ ભારતના લોકો સાથેનો અન્યાય હતો. અમે આજે વંદે માતરમની ગરિમાને ફરી સ્થાપિત કરી રહ્યા છીએ.’

આ પણ વાંચો : શેર માર્કેટમાં ઈન્ડિગોનું ‘ક્રેશ લેન્ડિંગ’ ! ધડાક લેતા શેર તૂટ્યો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લ્યો! અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના શકે | America also admit…
INDIA

લ્યો! અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના શકે | America also admit…

February 15, 2026
કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…
INDIA

કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…

February 15, 2026
જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ 40 કરોડનું હેરોઇન પકડાયું | Heroin worth Rs 40 crores seized in Jam…
INDIA

જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ 40 કરોડનું હેરોઇન પકડાયું | Heroin worth Rs 40 crores seized in Jam…

February 15, 2026
Next Post
અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ, સ્વબચાવમાં PIએ આરોપીના પગમાં મારી ગોળી | ahmed…

અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ, સ્વબચાવમાં PIએ આરોપીના પગમાં મારી ગોળી | ahmed...

ભાડાના મકાનની ચાવી લેવા જતા પતિ પર બે સાળા અને સસરાનો પાઇપથી હુમલો | Husband attacked with pipe by 2…

ભાડાના મકાનની ચાવી લેવા જતા પતિ પર બે સાળા અને સસરાનો પાઇપથી હુમલો | Husband attacked with pipe by 2...

‘જો કોઈ ભૂલ કરશે તો…’ ઈન્ડિગોએ સંકટ ઉભું કર્યા બાદ કેન્દ્ર સરકારની તમામ એરલાઈન્સોને ચેતવણી | We Wi…

‘જો કોઈ ભૂલ કરશે તો...’ ઈન્ડિગોએ સંકટ ઉભું કર્યા બાદ કેન્દ્ર સરકારની તમામ એરલાઈન્સોને ચેતવણી | We Wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UPના બરેલીમાં જુમ્માને લઈને એલર્ટ, બે દિવસ માટે ઈન્ટરનેટ બંધ, ચાર જિલ્લાઓમાં હાઈ એલર્ટ | internet se…

UPના બરેલીમાં જુમ્માને લઈને એલર્ટ, બે દિવસ માટે ઈન્ટરનેટ બંધ, ચાર જિલ્લાઓમાં હાઈ એલર્ટ | internet se…

5 months ago
VIDEO : 33 બાળકો સહિત 50ના મોત… સુદાનના અનેક શહેરોમાં હુમલા, શાળા પર ડ્રોન ઝિંકાયો | Sudan Paramil…

VIDEO : 33 બાળકો સહિત 50ના મોત… સુદાનના અનેક શહેરોમાં હુમલા, શાળા પર ડ્રોન ઝિંકાયો | Sudan Paramil…

2 months ago
સેબીની ચેતવણીની અસર : નવેમ્બરમાં ડિજિટલ સોનાની ખરીદીમાં 47% ઘટાડો | Impact of SEBI warning: Digital …

સેબીની ચેતવણીની અસર : નવેમ્બરમાં ડિજિટલ સોનાની ખરીદીમાં 47% ઘટાડો | Impact of SEBI warning: Digital …

2 months ago
જીવલેણ કફ સિરપ મામલે મોટી કાર્યવાહી, શ્રીસન ફાર્માના 7 ઠેકાણે ઈડીના દરોડા | ed raids seven chennai s…

જીવલેણ કફ સિરપ મામલે મોટી કાર્યવાહી, શ્રીસન ફાર્માના 7 ઠેકાણે ઈડીના દરોડા | ed raids seven chennai s…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News