gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

તેજી પર બ્રેક : સેન્સેકસ ૮૪,૮૭૫નું તળિયું રચી કામકાજના અંતે 609 પોઈન્ટ તૂટી 85102 | Break on the ral…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in Business
0 0
0
તેજી પર બ્રેક : સેન્સેકસ ૮૪,૮૭૫નું તળિયું રચી કામકાજના અંતે 609 પોઈન્ટ તૂટી 85102 | Break on the ral…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતમાં મોંઘવારી કાબૂમાં આવતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજદર કાપની જાહેરાત બાદ શેરમાર્કેટમાં સતત બે દિવસથી આવેલ તેજી પર નવા સપ્તાહે બ્રેક વાગી છે. ગુરૂવાર અને શુક્રવારના વધારા બાદ સોમવારે ભારતીય શેરમાર્કેટમાં પોણા ટકા આસપાસનો ઘટાડો જોવા મળ્યો છે. યુએસ ફેડરલ રિઝર્વની આગામી પોલિસી બેઠક પૂર્વેની અનિશ્ચિત્તાઓની સાથે નબળા એશિયાઈ સંકેતો, ભારતીય રૂપિયામાં વધુ નરમાઈ, ક્રૂડ ઓઈલના ભાવ વધારા તથા વિદેશી રોકાણકારોના સતત આઉટફ્લોને કારણે સોમવારે માર્કેટમાં નરમાઈ જોવા મળી હતી. 

ઈન્ટ્રાડેમાં બીએસઈ સેન્સેકસ ૮૪,૮૭૫નું તળિયું બતાવીને દિવસના અંતે ૬૦૯ પોઈન્ટ, ૦.૭૧ ટકા નીચે ૮૫,૧૦૨ પર બંધ આવ્યો છે. નિફટી ૫૦ ઈન્ડેકસ પણ ૩૦૦ પોઈન્ટ આસપાસ ઘટીને ૨૫,૮૯૨નું તળિયું બનાવીને દિવસના અંતે ૨૨૫ પોઈન્ટ નીચે ૨૫,૯૬૦ના લેવલે બંધ આવ્યા છે.

સાર્વત્રિક વેચવાલીએ સવસ, રિયલ્ટી સેક્ટરમાં ગાબડા

સેક્ટોરિયલ ઈન્ડાયસિસ પર નજર કરીએ તો આજે સર્વિસ અને રિયલ્ટી સેક્ટરમાં સૌથી વધુ દબાણ હતુ. ૩.૫૦ ટકાના ઘટાડે ટોપ લુઝર સેક્ટર હતા. મેટલ, ફાર્મા, એફએમસીજી અને ઓટો સેક્ટરમાં પણ નોંધપાત્ર વેચાણ જોવા મળ્યું હતું. બેંકિંગ, ઓટો, કેપિટલ ગુડ્સ અને કન્ઝયુમર સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ફક્ત આઇટી ઈન્ડેકસ જ સામાન્ય વધ્યો હતો.

ઈન્ડિગો ટોપ લુઝર, હેવીવેઈટ શેરોમાં  પીછેહઠ 

ભારતના અને પોતાના ઈતિહાસના સૌથી ખરાબ દોરમાંથી પસાર થઈ રહેલ ઈન્ડિગોની પેરન્ટ કંપની ઈન્ટરગ્લોબ એવિયેશન ૮.૩૨ ટકાના ઐતિહાસિક કડાકા સાથે આજની ટોપ લુઝર રહી. આ સિવાય ભારત ઈલેક્ટ્રિકલ ૫ ટકા, જેએસડબલ્યુ સ્ટીલ ૩.૭૦ ટકા અને ઈટરનલ, નેસ્લે, શ્રીરામ ફાઈનાન્સ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ ૨થી ૩ ટકા તૂટયાં હતા.

રૂપિયાના ઘસારાનો ફાયદો સીધી રીતે નિકાસ આધારિત સેક્ટર અને ખાસ કરીને આઈટી સેક્ટરને થઈ રહ્યો છે. આજના સત્રમાં પણ નિફટીના ૫૦માંથી માત્ર ૪ વધનારા શેરમાં પણ ત્રણ તો આઈટી સેક્ટરના હતા. ટેક મહિન્દ્રા ૧.૩૪ ટકા, એચસીએલ ટેક, રિલાયન્સ અને વિપ્રો પા ટકા વધીને બંધ આવ્યા છે.

ફેડરલ રિઝર્વની બેઠક પર બજારની નજર 

૯ ડિસેમ્બરથી શરૂ થનારી યુએસ ફેડરલ રિઝર્વની બે દિવસીય બેઠક પહેલા રોકાણકારો સાવચેતીભર્યું વલણ જાળવી રહ્યા છે. આગામી એફઓએમસી બેઠક, ફુગાવાના આંકડા અને પ્રી-ક્રિસમસ-નવા વર્ષના પૂર્વાંધે પોર્ટફોલિયો એડજસ્ટમેન્ટ પહેલાં રોકાણકારો સાવધાની વર્તી રહ્યાં છે. 

ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા અને સ્વિર્ટ્લૅન્ડની સેન્ટ્રલ બેંકોની નીતિ-નિર્ધારણ બેઠક પણ આ અઠવાડિયે મળવાની છે. જોકે ફેડ સિવાય અન્ય કોઈ દેશમાં વ્યાજદરમાં નોંધપાત્ર ફેરફારની કોઈ અપેક્ષા નથી. રૂપિયાનો સતત ઘસારો વિદેશી સંસ્થાગત રોકાણકારોને બજારમાં એકતરફી વેચાણ કરવા માટે મજબૂર કરી રહી છે. બીજું મુખ્ય પરિબળ જાપાની બોન્ડ યિલ્ડમાં વધારો થયો છે, જે યેન કેરી ટ્રેડના સેટલમેન્ટના બીજા તબક્કાને ઉત્તેજિત કરી શકે છે.

ક્રૂડમાં નરમાઈ છતા ઈક્વિટીમાં મંદી 

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૬૪ ડોલરથી નીચે ઉતર્યા છે. વૈશ્વિક માંગ અંગે ચિંતામાં વધારો થતા ઓઈલ માર્કેટમાં મંદી છે છતા ઈક્વિટીમાં નરમાઈ છે. ડોલર ઈન્ડેકસમાં પણ સામાન્ય ઘટાડા છતા ડોલર સામે રૂપિયો આજે વધુ ૯ પૈસા ઘટીને ૯૦.૦૭ પર બંધ આવ્યો છે. આક્રમક કોલ રાઇટિંગ અને ડેરિવેટિવ્ઝમાં લોંગ પોઝિશન ઘટતા ઇન્ટ્રાડે વેચવાલીને વેગ મળ્યો હતો.

RBIનો લાભ લાંબાગાળે, અત્યારે બજાર સંકેતહીન 

નિષ્ણાતોના મતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ વ્યાજદરમાં ઘટાડો મધ્યમ ગાળાના આર્થિક વિકાસને ટેકો આપી શકે છે, પરંતુ બજાર પર સીધી અસર ન થતી હોવાથી માર્કેટ ખેલાડીઓ સાવધ બન્યાં છે. રોકાણકારો અને ટ્રેડરો નવી મોટી લોંગ પોઝીશન લેવાનું ટાળી રહ્યા છે અને વૈશ્વિક સ્તરેથી ફેડ દ્વારા કે ભારત-અમેરિકા વચ્ચે વેપાર સંધિ મામલે સ્પષ્ટ સંકેતો બહાર આવે ત્યાં સુધી વેઈટ એન્ડ વોચની સ્થિતિ અપનાવતા જોવા મળી રહ્યાં છે.

રોકાણકારોના રૂ. ૭ લાખ કરોડનું ધોવાણ 

દલાલ સ્ટ્રીટમાં સોમવારના સત્રમાં આવેલા ઘટાડાના કારણે રોકાણકારોની ૭ લાખ કરોડની સંપત્તિ સાફ થઈ છે. બીએસઈનું માર્કેટ કેપિટલાઈઝેશન શુક્રવારના ૪૭૧ લાખ કરોડના સ્થાને સોમવારે ૪૬૪ લાખ કરોડ થયું છે. બીએસઈ પર ટ્રેડ થયેલા કુલ ૪૪૮૫ શેરમાંથી ૮૪૩ શેર વધીને તો ૩૪૬૦ શેર ઘટીને બંધ આવ્યા છે. એકપણ શેરમાં આજે અપર સર્કિટ નહોતી જોવા મળી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…
Business

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…

May 11, 2026
યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …
Business

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …

May 10, 2026
Next Post
નરોડામાં ટ્રેલર નીચે કચડાતાં વિદ્યાર્થીનું મોત, ઠક્કરનગર અને શાહીબાગમાં બે યુવકના મોત | Ülümön ra mä…

નરોડામાં ટ્રેલર નીચે કચડાતાં વિદ્યાર્થીનું મોત, ઠક્કરનગર અને શાહીબાગમાં બે યુવકના મોત | Ülümön ra mä...

સસ્તું સોનું ના નામે વેપારી પાસે 4.92 કરોડ પડાવનાર ઇલિયાસની ગેંગનો પત્તો નથીઃDCB ને તપાસ સોંપી | ili…

સસ્તું સોનું ના નામે વેપારી પાસે 4.92 કરોડ પડાવનાર ઇલિયાસની ગેંગનો પત્તો નથીઃDCB ને તપાસ સોંપી | ili...

આણંદના વાસદની મહીસાગર નદીમાં રેતી ખનન પર દરોડો : ખનન માફિયા નાસી છૂટયા : રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત…

આણંદના વાસદની મહીસાગર નદીમાં રેતી ખનન પર દરોડો : ખનન માફિયા નાસી છૂટયા : રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાલાસિનોરના જમિયતપુરામાં આવેલી ડમ્પિંગ સાઇટથી પાણી, જમીન અને હવામાં પ્રદૂષણ | Water land and air pol…

બાલાસિનોરના જમિયતપુરામાં આવેલી ડમ્પિંગ સાઇટથી પાણી, જમીન અને હવામાં પ્રદૂષણ | Water land and air pol…

4 months ago
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા ફરાર, વેપારી ફંગોળાયા |…

વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા ફરાર, વેપારી ફંગોળાયા |…

3 months ago
પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, 15 ટુકડા કરી ડ્રમમાં સીલ કર્યા

પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, 15 ટુકડા કરી ડ્રમમાં સીલ કર્યા

1 year ago
પાદરા અને આસોજમાં જુગાર રમતા ૮ જુગારીઓ ઝડપાયા | 8 gamblers caught gambling in Padra and Asoj

પાદરા અને આસોજમાં જુગાર રમતા ૮ જુગારીઓ ઝડપાયા | 8 gamblers caught gambling in Padra and Asoj

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News