![]()
– બોટાદના પાળીયાદ રોડ પરથી
– લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂ ,કાર મળી રૂ. 6.62 લાખનો મુદ્દામાલ કબજે લીધો
બોટાદ : બોટાદના પાળીયાદ રોડ પરથી બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂ ભરેલી કાર સાથે ત્રણ શખ્સને રૂ.૬,૬૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, તુરખા ગામથી બોટાદ તરફ નંબર પ્લેટ વગરની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ધર્મદીપ ઉર્ફે ધમો ઉમેદભાઈ જળુ ( રહે.નડાળા તા.સાયલા ) તથા સુરેશ દિનેશભાઈ ચાવડા ( રહે. મોટા છેડા તા.જી. બોટાદ ), દનકું પ્રવીણભાઈ ભાંભળા ( રહે. બોટાદ , પાળીયાદ રોડ, બ્રાહ્મણ સોસાયટી તા.જી.બોટાદ ) આવે છે.જે બાતમીના આધારે બોટાદ એલસીબીએ તુરખા રોડ પર વોચ ગોઠવી ત્યારે સામેથી આવી રહેલી નંબર પ્લેટ વગરની કારને અટકાવી તલાશી લેતા વિદેશી દારૂની ૨૨૮ બોટલ રૂ.૨,૯૬,૪૦૦ નું મળી આવતા પોલીસે ત્રણ શખ્સને વિદેશી દારૂ,કાર મળી ૬, ૬૨,૪૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી તેના વિરૂધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










