gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતની આ ટ્રેન સાઈકલ કરતાં પણ ધીમી ચાલે છે, તેમ છતાં દુનિયાભરના ટુરિસ્ટ છે દીવાના! | mettupalayam oo…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in INDIA
0 0
0
ભારતની આ ટ્રેન સાઈકલ કરતાં પણ ધીમી ચાલે છે, તેમ છતાં દુનિયાભરના ટુરિસ્ટ છે દીવાના! | mettupalayam oo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mettupalayam Ooty Toy Train: હાલના સમયે વંદે ભારત જેવી ટ્રેનો સુપર-સ્પીડથી દોડી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે એક ટ્રેન એવી પણ છે જે આપણને ભૂતકાળની યાદ અપાવે છે. આ ટ્રેન એટલી ધીમી ચાલે છે કે શહેરનો સાયકલ સવાર પણ તેનાથી સરળતાથી આગળ નીકળી શકે. આ ટ્રેન મેટ્ટુપાલાયમથી ઊટી જતી નીલગિરિ પેસેન્જર ટ્રેન છે.

આ ટ્રેન એક કલાકમાં લગભગ 9 કિલોમીટરનું જ અંતર કાપે છે. જેથી 46 કિલોમીટરની આ મુસાફરી પૂરી કરવામાં તેને 5 કલાકનો સમય લાગે છે. જોકે, તેની આ ધીમી રફતાર જ તેને ભારતની સૌથી અનોખી અને રોમેન્ટિક ટ્રેન બનાવે છે, આથી જ માત્ર ભારતીયો જ નહી પણ દુનિયાભરના ટુરિસ્ટ તેના દીવાના છે. 

ભારતની સૌથી ધીમી ટ્રેન

તમિલનાડુમાં દોડતી મેટ્ટુપાલાયમ–ઊટી ટોય ટ્રેનને દેશની સૌથી ધીમી પેસેન્જર ટ્રેન ગણવામાં આવે છે. તેનો કુલ પ્રવાસ માત્ર 46 કિલોમીટરનો છે, પણ આ અંતર કાપવા માટે લગભગ 5 કલાકનો સમય લાગે છે. આનો અર્થ એ થયો કે તેની ઝડપ પ્રતિ કલાક માત્ર 9 કિમી જેટલી છે.

આજે જ્યારે 200ની સ્પીડવાળી ટ્રેન વિશે ચર્ચા થઈ રહી છે, ત્યારે આ ટ્રેન પહાડો પર ધીમે ધીમે આગળ વધે છે અને આ ધીમો પ્રવાસ જ તેની સુંદરતા છે. બારીમાંથી વાદળોને શાંતિથી પસાર થતા જોવાનો, જંગલ વચ્ચે અચાનક ટનલમાંથી બહાર આવવાનો, અને રસ્તામાં નાના ઝરણાં જોવાનો અનુભવ… આ તમામ બાબતો મળીને આ પ્રવાસને માત્ર એક યાત્રાને બદલે એક અદ્ભુત અનુભવ બનાવે છે.

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે 

આ રેલ લાઇનનો વિચાર સૌપ્રથમ 1854માં કરવામાં આવ્યો હતો. જોકે, પહાડો કોતરીને રેલ લાઇન નાખવી સહેલી નહોતી, તે એક મોટો એન્જિનિયરિંગ પડકાર હતો. આ જ કારણોસર, તેનું નિર્માણ શરૂ કરવામાં 40 વર્ષનો વિલંબ થયો. 1891માં કામગીરી શરૂ થઈ અને 1908માં આ આખો માર્ગ તૈયાર થઈ શક્યો.

આ પણ વાંચો: 15 મિનિટ મોડી પડશે તોય તાત્કાલિક તપાસ થશે, સરકારે ફ્લાઈટ સંબંધિત નવા નિયમ જાહેર કર્યા

100 વર્ષથી પણ વધુ સમય પહેલાં પહાડો પર આટલી અદ્ભુત રેલવે લાઇન બનાવવામાં આવી હતી. આ જ કારણે તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે. દુનિયાભરમાં જેની પ્રશંસા થાય છે, તેવી ભારતની ત્રણ માઉન્ટેન રેલ પૈકીની આ એક છે.

ટિકિટ અને ટાઇમિંગ

આ ટોય ટ્રેન કલ્લાર, કુન્નૂર, વેલિંગ્ટન અને લવડેલ જેવા સુંદર સ્ટેશનો પરથી પસાર થઈને ઊટી પહોંચે છે. તેની ઊંચી ચઢાણ પાર કરવા માટે તેમાં એક વિશિષ્ટ ‘રૅક-એન્ડ-પિનિયન’ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે, જે તેને લપસતી અટકાવે છે — આ તેની એન્જિનિયરિંગનો એક શ્રેષ્ઠ નમૂનો છે. આ ટ્રેન સવારે 7:10 વાગ્યે મેટ્ટુપાલાયમથી ઉપડે છે અને બપોર સુધીમાં ઊટી પહોંચી જાય છે. જ્યારે, પરત મુસાફરીમાં તે બપોરે 2 વાગ્યે ઊટીથી નીકળીને સાંજે 5:35 વાગ્યે મેટ્ટુપાલાયમ પરત ફરે છે. આ ઐતિહાસિક પ્રવાસ માટે ટિકિટના દર પણ ઘણા ઓછા રાખવામાં આવ્યા છે. ફર્સ્ટ ક્લાસની ટિકિટની કિંમત લગભગ ₹600 છે, જ્યારે સેકેન્ડ ક્લાસની ટિકિટ ફર્સ્ટ ક્લાસના ભાવ કરતાં અડધી છે.

ભારતની આ ટ્રેન સાઈકલ કરતાં પણ ધીમી ચાલે છે, તેમ છતાં દુનિયાભરના ટુરિસ્ટ છે દીવાના! 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…
INDIA

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…

June 19, 2026
ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…
INDIA

ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…

June 19, 2026
ભારત અને ફ્રાન્સની મિત્રતા અમર રહે…: ભારતીયોના દિલ જીતવા મેક્રોને હિન્દીમાં કહી આ વાત | Emmanuel M…
INDIA

ભારત અને ફ્રાન્સની મિત્રતા અમર રહે…: ભારતીયોના દિલ જીતવા મેક્રોને હિન્દીમાં કહી આ વાત | Emmanuel M…

June 19, 2026
Next Post
TMCના સાંસદ પર સંસદમાં ઈ-સિગારેટ પીવાનો આરોપ, ફરિયાદ બાદ સ્પીકરે કહ્યું- એક્શન લઈશું | Anurag Thakur…

TMCના સાંસદ પર સંસદમાં ઈ-સિગારેટ પીવાનો આરોપ, ફરિયાદ બાદ સ્પીકરે કહ્યું- એક્શન લઈશું | Anurag Thakur...

ચાંદીમાં એક જ દિવસમાં 4300નો ઉછાળો, હવે 2 લાખની બિલકુલ નજીક, સોનામાં પણ તેજી | Silver jumps by 4300 …

ચાંદીમાં એક જ દિવસમાં 4300નો ઉછાળો, હવે 2 લાખની બિલકુલ નજીક, સોનામાં પણ તેજી | Silver jumps by 4300 ...

યુપીમાં એક્સપ્રેસ વે પર કારના CNG ટેન્કમાં બ્લાસ્ટ થતાં ભીષણ અકસ્માત, 5 લોકોના દર્દનાક મોત | Car CNG…

યુપીમાં એક્સપ્રેસ વે પર કારના CNG ટેન્કમાં બ્લાસ્ટ થતાં ભીષણ અકસ્માત, 5 લોકોના દર્દનાક મોત | Car CNG...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર: થાનગઢની GIDCમાં સ્ટીકરના કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટનાસ્થળે | fire breaks o…

સુરેન્દ્રનગર: થાનગઢની GIDCમાં સ્ટીકરના કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટનાસ્થળે | fire breaks o…

6 months ago
ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું ઈન્ડિયા કનેક્શન, જાણો બારાબંકીથી મધ્ય-પૂર્વ સુધી અહમદ ‘હિન્દી’ની રસપ…

ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું ઈન્ડિયા કનેક્શન, જાણો બારાબંકીથી મધ્ય-પૂર્વ સુધી અહમદ ‘હિન્દી’ની રસપ…

4 months ago
સતત ત્રીજા વર્ષે સુરત પાલિકાની પેઈડ એફ.એસ.આઈની આવક એક હજાર કરોડને પાર કરી ગઈ | For the third consecu…

સતત ત્રીજા વર્ષે સુરત પાલિકાની પેઈડ એફ.એસ.આઈની આવક એક હજાર કરોડને પાર કરી ગઈ | For the third consecu…

3 months ago
દિહોરની ઉતાવળી નદી ઉપરના શોભાના ગાંઠિયા જેવા પુલથી હાલાકી | Trouble from the beautiful knot like bri…

દિહોરની ઉતાવળી નદી ઉપરના શોભાના ગાંઠિયા જેવા પુલથી હાલાકી | Trouble from the beautiful knot like bri…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News