gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘SIR દરમિયાન 9 BLOનાં મોત, ગુજરાતમાં દરેક ચૂંટણીમાં 14 ટકા જેટલી વોટચોરી’, ગુજરાત કોંગ્રેસના ગંભીર આ…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
‘SIR દરમિયાન 9 BLOનાં મોત, ગુજરાતમાં દરેક ચૂંટણીમાં 14 ટકા જેટલી વોટચોરી’, ગુજરાત કોંગ્રેસના ગંભીર આ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Congress on SIR: હાલ ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR (સ્પેશ્યિલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની પ્રક્રિયા ચાલી રહી છે જે પૂર્ણતાના આરે છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચની ચાલી રહેલી SIRની કામગીરીના આંકડા જાહેર કરી 14 ટકા જેટલી વોટ ચોરી થતી હોવાનો સણસણતો આરોપ લગાવ્યો હતો. આ સાથે કોંગ્રેસે એ પણ દાવો કર્યો હતો કે SIRની કામગીરી દરમિયાન 9 BLOનાં મોત થયાં છે એ સિવાય 74 લાખથી વધુ વોટ ચોરી રાજ્યની તમામ ચૂંટણીઓમાં થઈ રહી છે. વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ 14 ડિસેમ્બરે દિલ્હીમાં મહારેલી યોજશે.

‘ચૂંટણીમાં 14% જેટલી વોટચોરી થઈ’: કોંગ્રેસ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું હતું કે ‘રાજ્યભરમાં  60 લાખથી વધારે ખોટા મતદારો હોવાની તા. 30 ઓગસ્ટ, 2025ના રોજ અમારી રજૂઆતને ભાજપ અને ચૂંટણીપંચ સતત નકારી રહ્યા હતા. આજે ખુદ ચૂંટણી પંચે સ્વીકાર્યું છે કે, SIR પ્રક્રિયામાં કુલ 5,08,43,436 મતદારો પૈકી 14.61% એટલે 74 લાખથી વધારે મતદારો હયાત નથી, મૃત્યુ પામેલા છે, ડુપ્લિકેટ છે અથવા સ્થળાંતરિત છે તેવું જાહેર કરીને અમારા મુદ્દાને સાચો સાબિત કર્યું છે. આનો સ્પષ્ટ અર્થ છે કે ગુજરાતમાં 2002થી અત્યાર સુધીની ભાજપ દ્વારા જીતેલી દરેક ચૂંટણીમાં 14% જેટલી વોટચોરી થઈ છે.’

‘9 જેટલા BLOના કરુણ મોત થયા’

વધુમાં ઉમેર્યું હતું કે SIRની પ્રક્રિયામાં તૈયારીના અભાવ, બીએલઓ પર રાજકીય દબાણ અને માનસિક ત્રાસના કારણે રાજ્યમાં 9 જેટલા BLOના કરુણ મોત થયા. તેમ છતાં ચૂંટણી પંચ પોતાની ભૂલો ઢાંકવાની કોશિશમાં છે. બીજી બાજુ વિદેશમાં રહેતા, નાગરિકતા બદલી ચૂકેલા લોકોના મતદારો યાદીમાં યથાવત્ છે, જે ફોર્મ કોઇ બીજા લોકો ભરીને જમા કરાવતા હોવાના સ્પષ્ટ પુરાવા છે. ડુપ્લિકેટ વોટર્સની યાદી જાહેર કરવાની અમારી માંગ આજે પણ અધૂરી છે.’

અખબારી યાદી
તા. ૧૧-૧૨-૨૦૨૫

ગુજરાતની મતદારયાદીમાં ચૂંટણી પંચના SIR દ્વારા પ્રાથમિક કમી
કરાયેલા મતદારોના આંકડાઓએ કોંગ્રેસના વોટચોરીના આક્ષેપને સાચો ઠેરવ્યો.

•તા. 30 ઓગસ્ટ, 2025 ના રોજ કોંગ્રેસે જાહેર કર્યું હતું કે ગુજરાતમાં 60 લાખ વોટની ચોરી થયેલ છે. ભાજપ અને ચૂંટણી પંચ નકારી… pic.twitter.com/PM8erelerp

— Gujarat Congress (@INCGujarat) December 11, 2025

18 લાખથી વધુના અવસાન: ચૂંટણી પંચ

11 ડિસેમ્બર સુધીમાં ગુજરાતના 27 જિલ્લામાં 100 ટકા કામગીરી પૂરી થઈ છે. જો કે કેટલાક જિલ્લામાં હજુ સંપૂર્ણ કામગીરી પૂરી થઈ નથી. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ગુજરાતના 40.44 લાખ મતદારોનું કાયમી સ્થળાંતર થઈ ચૂક્યું છે. ગત 27 ઑક્ટોબરથી રાજ્યભરમાં શરુ કરાયેલી સર(સ્પેશ્યિલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરી અંતર્ગત ગણતરીનો તબક્કો 14 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કુલ વિતરણ થયેલા 5,08,43,291 ફોર્મ પૈકી માત્ર 1877 ફોર્મ હવે મળવાના એટલે કે પરત આવવાના બાકી છે. આમ ગણતરીના તબક્કાની 99.99 ટકા કામગીરી પૂરી થઈ છે.  અત્યાર સુધીની કામગીરીમાં 18 લાખથી વધુ મતદારો અવસાન પામ્યા હોવાનું અને મતદાર યાદીમાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે 10.26 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર હતા. 40.44 લાખથી વધુ મતદારોનું કામયી સ્થળાંતર થઈ ચૂક્યું છે. જ્યારે 3.37 લાખ લાખથી વધુ મતદારો રિપીટેડ એટલે કે બે જગ્યાએ નોંધાયેલા હોવાનું ઘ્યાને આવ્યું છે. 

ગુજરાત-યુપી સહિત 6 રાજ્યોમાં SIRની મુદત લંબાવાઈ

આજે 11 ડિસેમ્બર ચૂંટણી પંચે ગુજરાત, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત કુલ છ રાજ્યોમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા માટે સમયમર્યાદા લંબાવી દીધી છે. મુખ્ય ચૂંટણી અધિકારીઓ તરફથી મળેલી વિનંતીઓ બાદ, EC એ તમિલનાડુ, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને આંદામાન નિકોબાર ટાપુઓ માટે SIRનું સુધારેલું શેડ્યુલ જાહેર કર્યું છે. હવે ગુજરાતમાં SIR ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 ડિસેમ્બરથી લંબાવીને 14 ડિસેમ્બર કરવામાં આવી છે. જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવાની તારીખ 16 ડિસેમ્બરને બદલે 19 ડિસેમ્બર કરવામાં આવી છે.

ગુજરાત, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આંદામાન નિકોબાર ટાપુ, ઉત્તર પ્રદેશમાં અગાઉ ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ 11 ડિસેમ્બર જ્યારે ડ્રાફ્ટ યાદી રજૂ કરવાની તારીખ 16 ડિસેમ્બર હતી. જોકે હવે જુદા જુદા રાજ્યો માટે જરૂરિયાત મુજબ જુદી જુદી તારીખ નક્કી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર: NEET પેપર લિક મુદ્દે ‘ઝાલમુરી’ વહેંચી અનોખો વિરોધ, AAPની વિદ્યાર્થી પાંખે આપી આંદોલનની ચીમકી…
GUJARAT

જામનગર: NEET પેપર લિક મુદ્દે ‘ઝાલમુરી’ વહેંચી અનોખો વિરોધ, AAPની વિદ્યાર્થી પાંખે આપી આંદોલનની ચીમકી…

May 14, 2026
વડોદરા: માંજલપુરના ધારાસભ્યના ઘર પાસે જ રહેતા તેમના ભત્રીજાના મકાનમાં ચોરી, તસ્કરના પરાક્રમથી પોલીસ …
GUJARAT

વડોદરા: માંજલપુરના ધારાસભ્યના ઘર પાસે જ રહેતા તેમના ભત્રીજાના મકાનમાં ચોરી, તસ્કરના પરાક્રમથી પોલીસ …

May 14, 2026
ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની મુદતમાં વધારો, જાણો છેલ્લી તારીખ | …
GUJARAT

ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની મુદતમાં વધારો, જાણો છેલ્લી તારીખ | …

May 14, 2026
Next Post
મિનિ નેશનલ બેડમિન્ટન સ્પર્ધાનું સમાપન, વિજેતાઓને સન્માનિત કરાયા | Mini National Badminton Competitio…

મિનિ નેશનલ બેડમિન્ટન સ્પર્ધાનું સમાપન, વિજેતાઓને સન્માનિત કરાયા | Mini National Badminton Competitio...

જયુબિલી બાગ પાસે માર્ગ બંધ હોવાથી વેપારીઓ મુશ્કેલીમાં | Traders in trouble as road near Jubilee Bagh…

જયુબિલી બાગ પાસે માર્ગ બંધ હોવાથી વેપારીઓ મુશ્કેલીમાં | Traders in trouble as road near Jubilee Bagh...

૨૭૦૯ આવાસો અને ૭દુકાનોની ડ્રો દ્વારા ફાળવણી | Allocation of 2709 houses and 7 shops through draw

૨૭૦૯ આવાસો અને ૭દુકાનોની ડ્રો દ્વારા ફાળવણી | Allocation of 2709 houses and 7 shops through draw

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રેન નીચે માથું મૂકી આપઘાત કરી લેનાર મધ્યપ્રદેશના દિયર-ભાભી હોવાનું ખૂલ્યું | Madhya Pradesh brothe…

ટ્રેન નીચે માથું મૂકી આપઘાત કરી લેનાર મધ્યપ્રદેશના દિયર-ભાભી હોવાનું ખૂલ્યું | Madhya Pradesh brothe…

3 months ago
ડ્રેનેજ-કેચપીટ કામગીરી કરવા ૭૦ કરોડથી વધુ ખર્ચ છતાં અમદાવાદના પાંચ વોર્ડના લોકો પ્રદૂષિત પાણી પીવા મ…

ડ્રેનેજ-કેચપીટ કામગીરી કરવા ૭૦ કરોડથી વધુ ખર્ચ છતાં અમદાવાદના પાંચ વોર્ડના લોકો પ્રદૂષિત પાણી પીવા મ…

8 months ago
કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે કચરામાં કોઇ ગણેશજીની ખંડિત મૂર્તિઓ મૂકી જતાં ધાર્મિક લાગણીને ઠેસ | Relig…

કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે કચરામાં કોઇ ગણેશજીની ખંડિત મૂર્તિઓ મૂકી જતાં ધાર્મિક લાગણીને ઠેસ | Relig…

9 months ago
જામનગરના બેરાજા ગામમાં વાડીની કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દેવાથી યુવાનનું વિજ આંચકો લાગતાં અપ…

જામનગરના બેરાજા ગામમાં વાડીની કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દેવાથી યુવાનનું વિજ આંચકો લાગતાં અપ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News