
– સૌરભ-ગૌરવ લુથરાના આગોતરા જામીન ફગાવાયા
– ગોવામાં ગેરકાયદે નાઈટક્લબો પર તવાઈ યથાવત્, ફટાકડા ફોડવા, સ્પાર્કલર્સ સહિતની ડિવાઈસ-ઈક્વિપમેન્ટ પર પ્રતિબંધ
પણજી : ઉત્તર ગોવામાં ‘બિર્ચ બાય રોમીયો લેન’ નાઈટ ક્લબના સહમાલિકો ગૌરવ અને સૌરભ લુથરાની ગુરુવારે થાઈલેન્ડમાં સત્તાવાળાઓએ ધરપકડ કરી છે. બીજીબાજુ દિલ્હીની રોહિણી કોર્ટે ગુરુવારે લુથરા બંધુઓની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. ગયા સપ્તાહે ગોવાની બિર્ચ બાય રોમીયો લેન નાઈટ ક્લબમાં મોડી રાતે ભયાનક આગ લાગતા ૨૫ લોકોનાં મોત થયા હતા.










