gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘આક્ષેપો સાબિત કરો, નહીંતર માનહાનિનો દાવો કરીશ..’ નર્મદા ભાજપના સાંસદ-ધારાસભ્ય આમને સામને | BJP MP M…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
‘આક્ષેપો સાબિત કરો, નહીંતર માનહાનિનો દાવો કરીશ..’ નર્મદા ભાજપના સાંસદ-ધારાસભ્ય આમને સામને | BJP MP M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada News : નર્મદા જિલ્લામાં ભાજપમાં બધું બરાબર નથી. ભરુચના સિનિયર સાંસદ મનસુખ વસાવા દ્વારા ભ્રષ્ટાચાર મામલે કરવામાં આવેલા આક્ષેપો બાદ, નાંદોદના ભાજપના જ ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખે આજે મૌન તોડીને સાંસદ સામે ગંભીર પડકાર ફેંક્યો છે. મનસુખ વસાવાએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં નનામા પત્રના આધારે આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા, જેના જવાબમાં ડૉ. દર્શનાબહેન દેશમુખે સાંસદને કાં તો ભ્રષ્ટાચાર સાબિત કરવા અથવા માનહાનિના દાવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે.

સાંસદના આક્ષેપો અને ધારાસભ્યનો આકરો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ 7 ડિસેમ્બરના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે નર્મદા જિલ્લાના રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. જોકે, તેમણે ભ્રષ્ટાચાર કરનાર કોઈ પણ નેતાનું નામ જાહેર કર્યું ન હતું. પરંતુ દર્શનાબહેનનો દાવો છે કે મનસુખ વસાવાએ આડકતરી રીતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમના એટલે કે ડૉ. દર્શનાબહેન દેશમુખની આમ આદમી પાર્ટી(AAP)ના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ છે.

માનહાનિનો દાવાની ચેતવણી- ધરણા પર બેસવાની ચિમકી

દર્શનાબહેને જણાવ્યું હતું કે, “મનસુખ વસાવા કહી રહ્યા છે કે મારી અને ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ છે, પણ હું તેમને કહેવા માગું છું કે તેમને તો ચૈતર વસાવા સાથે ઘરના સંબંધ છે, મારે તો નાહવા-નિચોવાને કોઈ સંબંધ નથી.” “ભ્રષ્ટાચારની વાત છે, તો મનસુખ વસાવા તે સાબિત કરે, નહીં તો હું તેમની સામે માનહાનિનો દાવો કરીશ. કોર્ટમાં જવાનું હશે, તો હું ચોક્કસ જઈશ.” ધરણાં રદ કરવાની વાત અંગે ડૉ. દર્શનાબહેને જણાવ્યું કે તેઓ મનસુખ વસાવા સામે ધરણા પર બેસવાના હતા, પરંતુ પ્રદેશ ભાજપમાંથી સૂચના મળતાં તેમણે આ કાર્યક્રમ રદ કર્યો છે.

વ્યક્તિગત વાણી-વિલાસ પર આકરો પલટવાર

ડૉ. દર્શનાબહેન દેશમુખે સિનિયર સાંસદ તરીકે મનસુખ વસાવાના વર્તન પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સાંસદ તેમને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી અને તેઓ ધારાસભ્ય બન્યા ત્યારથી જ મનસુખ વસાવા તેમના પર આક્ષેપ કરતા આવ્યા છે. “હું પણ ભાજપની જ દીકરી છું, તો સિનિયર સાંસદ તરીકે આવો મારા વિશે વાણી-વિલાસ ના કરવો જોઈએ. મારી પાસે પણ આવા નનામા પત્રો આવે છે, પણ અમે એને કચરામાં નાખી દઈએ છીએ, એના પર કોઈ ટિપ્પણી કરતાં નથી.”

હવે કઈ બોલશે તો મારે જવાબ આપવો પડશે

ડૉ. દર્શનાબહેને જણાવ્યું કે તેમણે આ સમગ્ર મામલે પ્રદેશ સ્તરે રજૂઆત કરી છે અને હવે તેઓ મૌન નહીં રહે. “કેટલાય સમયથી મૌન હતી, પણ આવા વાણી-વિલાસને કારણે મારે આજે મૌન તોડવું પડ્યું છે. હવે જો મનસુખ વસાવા કઈ બોલશે તો મારે જવાબ આપવો પડશે.”

આ પણ વાંચો: મહીસાગરના બાલાસિનોર નજીક એરંડાની આડમાં ગાંજાની ખેતી, 2 કરોડથી વધુનો જથ્થો થપ્ત

અગાઉ ચૈતર વસાવાએ પણ આપ્યો હતો જવાબ

ઉલ્લેખનીય છે કે, મનસુખ વસાવાના 7 ડિસેમ્બરના આક્ષેપો બાદ માત્ર ડૉ. દર્શનાબહેન જ નહીં, પરંતુ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સાંસદને વળતો જવાબ આપીને નામ અને પુરાવા જાહેર કરવાની માંગણી કરી હતી. નર્મદા જિલ્લાના આ બે મોટા નેતાઓ વચ્ચેના ખુલ્લેઆમ ચાલી રહેલા આ વિવાદથી ભાજપમાં આંતરિક કલહ સપાટી પર આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : કોંગ્રેસે આખરે 64 ઉમેદવારોની યાદી જાહેર કરી | Jamnagar Municipal Corpor…
GUJARAT

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : કોંગ્રેસે આખરે 64 ઉમેદવારોની યાદી જાહેર કરી | Jamnagar Municipal Corpor…

April 12, 2026
જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે આવેલા એક કારખાનામાં થયેલીચોરીનો ભેદ ઉકેલાયો : ચાર આરોપીઓ રૂ. 3 લાખના…
GUJARAT

જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે આવેલા એક કારખાનામાં થયેલીચોરીનો ભેદ ઉકેલાયો : ચાર આરોપીઓ રૂ. 3 લાખના…

April 12, 2026
વાવ-થરાદ: ભોરોલ બેઠક પર ભાજપના બિનહરીફ વિજયના દાવા વચ્ચે ‘આપ’નો પડકાર | Vav Tharad Bhorol Seat: AAP …
GUJARAT

વાવ-થરાદ: ભોરોલ બેઠક પર ભાજપના બિનહરીફ વિજયના દાવા વચ્ચે ‘આપ’નો પડકાર | Vav Tharad Bhorol Seat: AAP …

April 12, 2026
Next Post
ઉત્તર પ્રદેશના આ જિલ્લામાં 52000થી વધુ જન્મ પ્રમાણપત્ર રદ થશે, બાંગ્લાદેશી ઘૂસણખોર દ્વારા પોલ પટ્ટી …

ઉત્તર પ્રદેશના આ જિલ્લામાં 52000થી વધુ જન્મ પ્રમાણપત્ર રદ થશે, બાંગ્લાદેશી ઘૂસણખોર દ્વારા પોલ પટ્ટી ...

‘તમે બસ કામ કરો, આ મજૂર તમારી પાછળ ઊભો છે’, NDA સાંસદોને PM મોદીની ટકોર | Winter Session: PM Modi Ad…

'તમે બસ કામ કરો, આ મજૂર તમારી પાછળ ઊભો છે', NDA સાંસદોને PM મોદીની ટકોર | Winter Session: PM Modi Ad...

સુરત આગ: રાજ માર્કેટમાં ગેરકાયદે બાંધકામ જ બન્યું વિનાશનું કારણ! SMCએ સંચાલકોને નોટિસ ફટકારી | Fire …

સુરત આગ: રાજ માર્કેટમાં ગેરકાયદે બાંધકામ જ બન્યું વિનાશનું કારણ! SMCએ સંચાલકોને નોટિસ ફટકારી | Fire ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રામ રાખે તેને કોણ ચાખે: વડોદરાના વેપારીનું અપહરણ કરી કેનાલમાં ફેંક્યો, આખી રાત પીલર પકડી રાખી મોતના …

રામ રાખે તેને કોણ ચાખે: વડોદરાના વેપારીનું અપહરણ કરી કેનાલમાં ફેંક્યો, આખી રાત પીલર પકડી રાખી મોતના …

2 days ago
20 દિવસથી બંધ અમદાવાદનો સુભાષબ્રિજ તોડી પડાશે? આજે રિપોર્ટ બાદ તંત્ર લેશે નિર્ણય | Will Ahmedabad Su…

20 દિવસથી બંધ અમદાવાદનો સુભાષબ્રિજ તોડી પડાશે? આજે રિપોર્ટ બાદ તંત્ર લેશે નિર્ણય | Will Ahmedabad Su…

4 months ago
છત્રાલમાં રિક્ષાચાલકનો 5 હોમગાર્ડ પર એસિડ એટેક, એક મહિલા હોમગાર્ડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત | kalol ricks…

છત્રાલમાં રિક્ષાચાલકનો 5 હોમગાર્ડ પર એસિડ એટેક, એક મહિલા હોમગાર્ડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત | kalol ricks…

9 months ago
રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન | National Ranking Table Tennis Championship orga…

રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન | National Ranking Table Tennis Championship orga…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News