સરકારી કામમાં રૂકાવટ ઊભી કરતા ફરિયાદ
સોલાર કંપનીનો મુદ્દામાલ ભરેલી ટ્રકોને આડસ મુકી રોકતા સ્થળ પર ગયેલી પોલીસ કર્મચારી સાથે બે શખ્સે ગેરવર્તન કર્યું
સુરેન્દ્રનગર: ચોટીલાના ગોલીડા ગામની સીમમાં ખાનગી કંપનીના ટ્રકને મહિલા સરંપચના પતિ અને તેના ભાઇએ ઉભો રખાવતા વિવાદ થયો હતો. સ્થળ પર નાની મોલડી પોલીસ મથકનો પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. ફરજ પરના કોન્સ્ટેબલ સાથે મહિલા સરપંચના પતિ અને તેના ભાઇએ કોન્સ્ટેબલને એક ઝાપટ મારતા કોન્સ્ટેબલે ફરજમાં રૂકાવટની મહિલા સરપંચના પતિ સહિત બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.