![]()
જામનગર તાલુકાના કનસુમરાગામની સીમમાં જાહેરમાં જામેલી જુગારની મહેફીલ પર એલસીબીએ દરોડો પાડીને ૪ શખસોને રોકડ સહિત રૂ. 2.08 લાખ ઉપરાંતનો મુદામાલ કબજે કર્યો છે. જ્યારે નાશી છૂટેલા બે શખસોની શોધખોળ કરવામાં આવી રહી છે.
જામનગર નજીક કનસુમરાગામની સીમમાં જાહેરમાં અમુક શખસો જુગાર રમતા હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડયો હતો. જેમાં જુગાર રમતા ઈમરાન ઉર્ફે ટકો ઈબ્રાહીમભાઈ ખફી, આસીમ ઉર્ફે બાઠુ હબીબભાઈ ખફી, અકબર મામદભાઈ ખફી, અને હશન દોસ્તમમદ બુઢાણીને ઝડપી લીધા હતા. તેના કબજામાંથી રૂ.1,13,000ની રોકડ તેમજ બે મોટર સાયકલ મળીને કુલ રૂ.2.08 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.
એલસીબીના દરોડા દરમિયાન શબીર ઉર્ફે ભંભો જુસબભાઈ ખફી અને મુના ઝાલા નામના બે શખ્સો નાશી છુટતાં પોલીસે તેને ફરાર જાહેર કર્યા છે, અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવીને આરોપીઓને સોંપી દીધા છે.










