![]()
અમદાવાદ,મંગળવાર,16 ડિસેમ્બર,2025
થલતેજ વોર્ડમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટી વિવાદમાં નિધિ
સોસાયટી દ્વારા સુપ્રિમ કોર્ટમાં કન્ટેમ્પ દાખલ કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
કોર્ટે પ્રવર્તમાન જંત્રી મુજબ રુપિયા ૪૧ કરોડ કોર્પોરેશનમાં જમા કરાવવા અથવા
ખુલ્લા પ્લોટનો કબજો ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીમર્સોંપવા આદેશ કર્યો છે. સ્નેહાંજલિ
સોસાયટીના રહીશોએ હંગામી વ્યવસ્થાના ભાગરુપે નારણપુરામા આવેલા સરદાર પટેલનગરના
આવાસોમા શિફટ થવા બાંહેધરી આપી છે. ઉપરાંત આ આવાસોના ભાડા પેટે ગુજરાત હાઉસીંગ
બોર્ડ કે કોર્પોરેશન જે નિર્ણય લેશે એ મુજબ ભાડાની ચૂકવણી કરશે.
વર્ષ-૨૦૦૩માં હાલની નિધિ સોસાયટી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં
ખુલ્લા પ્લોટનો કબજો મેળવવા પિટીશન દાખલ કરી હતી.ત્યારબાદ વખતોવખત સ્નેહાંજલિ અને
નિધિ સોસાયટી દ્વારા એકબીજાની સામે તથા ઔડાની સામે સિટી સિવિલ તથા હાઈકોર્ટમાં
દાવાઓ કરવામા આવ્યા હતા.સ્નેહાંજલિ સોસાયટીના રહીશો વર્ષોથી એ જગ્યાએ રહેતા હોવાથી
ઔડા દ્વારા જયાં સોસાયટી આવેલી છે ત્યાં ટી.પી.સ્કીમ વેરીડ કરીને સેલ ફોર
રેસિડેન્શિયલનુ રીઝર્વેશન મુકી ઔડાની લેન્ડ પ્રાઈસ ફિકસિંગ કમિટી જે કિંમત નકકી
કરે તે સોસાયટી દ્વારા ચૂકવવામા આવે તેમ ઠરાવેલ હતુ.જે મુજબ સ્નેહાંજલિ સોસાયટીને રુપિયા
૭૯ કરોડ ભરવાના થતા હતા.ત્યારપછી આ બાબત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા આવી
હતી.કોર્પોરેશન લિમિટમા આ વિસ્તાર આવતા ઔડા દ્વારા કોર્પોરેશનને આ કેસનો નિકાલ
કરવા કહેવામા આવ્યુ હતુ.
હાઈકોર્ટ દ્વારા ૩૧ ડિસેમ્બર-૨૩ સુધીમા પ્લોટ ખાલી કરવા
આદેશ કરાયો હતો
સ્નેહાંજલિ સોસાયટી દ્વારા નકકી કરવામા આવેલ રકમ કોર્પોરેશનમા
જમા કરાવવામા નહી આવતા કે પ્લોટ ખાલી નહી કરાતા હાઈકોર્ટમાં કોર્પોરેશન તરફથી પિટીશન
કરાઈ હતી.કોર્ટે કોમન કેવ જજમેન્ટ કરી ૩૧ ડિસેમ્બર-૨૩ સુધીમા સ્નેહાંજલિ સોસાયટીને
નાણાં જમા કરાવવા અન્યથા ખુલ્લા પ્લોટનો કબજો
સોંપવા આદેશ કર્યો હતો.તેમ છતાં સ્નેહાંજલિ સોસાયટી દ્વારા આદેશનુ પાલન નહી કરી સુપ્રિમ
કોર્ટમા પિટીશન દાખલ કરતા કોર્ટે રુપિયા ૭૯ કરોડના બદલે પ્રવર્તમાન જંત્રી મુજબ રુપિયા
૪૧ કરોડ જમા કરાવવા અથવા ખુલ્લા પ્લોટનો કબજો
કોર્પોરેશનને ૩૦ સપ્ટેમ્બર-૨૪ સુધીમા સોંપવા આદેશ કર્યો હતો.










