![]()
રાજ્યમાં નશીલા પદાર્થોના વધતા ઉપયોગ વચ્ચે સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ, વિતરણ અને હેરાફેરી પર પ્રતિબંધ મૂક્યો છે. જાહેરનામા બાદ પોલીસ દરોડા પાડી રહી છે. વડોદરા શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં વિવિધ વિસ્તારમાં પ્રતિબંધિત સામગ્રી વેચતા ૧૩ વેપારીઓ સામે ગુનો નોંધી રોલિંગ પેપર અને ગોગો સ્મોકિંગ કોન સહિત કુલ રૂ. ૪૪૯૩પનો મુદામાલ કબજે કરાયો છે. શહેરમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ કરતા ઝડપાયેલા વેપારીઓમાં વૈકુંઠ ચાર રસ્તા પાસે શક્તિ પાન પાર્લરના સંચાલક નિકુંજ મુરારી રાજપુત (જસરાજ ફ્લેટ, પરિવાર ચારરસ્તા પાસે), સનફાર્મા – અટલાદરા રોડ પર આવેલ શ્રી શક્તિ પાનના હિતેશ રાયસંગ પરમાર (પ્રમુખસ્વામી વિહાર, સનફાર્મા રોડ), વાઘોડિયા રોડ દિપાલી પ્રોવિઝન સ્ટોરના કૃષ્ણકુમાર ગોવિંદપ્રસાદ ગુપ્તા (પુષ્ટિદ્વારા સોસાયટી, બાપોદ ચાર રસ્તા પાસે),
રનાસરા આજવા રોડ પાન પાર્લરના સુરપાલસિંહ રમેશ ઠાકોર (વીઆરવન કોમ્પ્લેક્સ, આજવા રોડ), વૃંદાવન ચાર રસ્તા પાસે સાગર પાન પાર્લરના અજય મુકેશ શેખડા (વૈકુંઠ સોસાયટી,વાઘોડિયા રોડ), છાણી – દુમાડ રોડ ગણેશ પાન એન્ડ ટી ના અભિષેકરાજ રણવીજયસિંહ રાજપુત (છાણી ગામ, મૂળ-ઝારખંડ), બાજવા-કરોડિયા રોડ ન્યુ અંબિકા હાઉસના સંતોષ ભીખા સોલંકી (બાજવા ગામ), બાજવા ત્રણ રસ્તા મિત્તલ સ્ટોરના રોનક રમેશ ચૌહાણ (આણંદ),
પ્રતાપનગર ચાર રસ્તા પાસે ગુલાબ પાન પાર્લરના મોહમ્મદસુફી ગુલામજીલાણી મલિક (યાકુતપુરા), સ્વાતિ બસ સ્ટેશન પાસે લાલજી પાન પાર્લરના રાજીવ નેમીચંદ જૈન (નવરચના સોસાયટી, સમા), ગોરવા ભાઈલાલ અમીન હોસ્પિટલની બાજુમાં આવેલ રાધે પાનના હિતેશ સુખરામ અગ્રવાલ (ઉન્નડનાથ ફ્લેટ, એલેમ્બિક રોડ), જય ભોલે પાનના સુધીર રાજેશ્વર દુબે (સિકોતર ધામ સોસાયટી, કરોડિયા રોડ) અને ગોરવાના વિમલનાથ કોમ્પ્લેક્સમાં પટેલ પાન પાર્લર સંચાલક પૃથ્વી રમણ પટેલ (સુભાનપુરા)નો સમાવેશ થાય છે.










