gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ફંડોની તેજી : સેન્સેક્સ 448 પોઈન્ટ ઉછળીને 84929 | Funds rally: Sensex jumps 448 points to 84929

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in Business
0 0
0
ફંડોની તેજી : સેન્સેક્સ 448 પોઈન્ટ ઉછળીને 84929 | Funds rally: Sensex jumps 448 points to 84929
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમેરિકામાં ફુગાવાનો આંક ઘટીને આવતાં વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ વૈશ્વિક રિકવરી

મુંબઈ : અમેરિકામાં ફુગાવાનો આંક ઘટીને આવતાં યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની શકયતા વધતાં અને વૈશ્વિક  બજારોમાં સપ્તાહના અંતે મજબૂત રિકવરી પાછળ આજે ભારતીય શેર બજારોમાં  પણ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયોમાં એકાએક તીવ્ર ઉછાળો નોંધાતાં શેરોમાં આક્રમક ખરીદી થઈ હતી. ચાર દિવસના ઈન્ડેક્સ બેઝડ ઘટાડાને બ્રેક લાગી ઝડપી ઉછાળો નોંધાયો હતો. બજારમાં તેજીની આગેવાની આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે લઈ ફંડોએ ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, ફાર્મા શેરોમાં મોટી ખરીદી કરી હતી. આ સાથે કન્ઝયુમર ડયુરેબલ્સ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ પસંદગીની ખરીદી થઈ હતી. રિલાયન્સ સાથે લાર્સન એન્ડ ટુબ્રો સહિતના ફ્રન્ટલાઈન શેરોમાં ફંડોએ મોટી ખરીદી કરી હતી. રિયાલ્ટી શેરોમાં પણ નવેસરથી તેજી થઈ હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે મજબૂત બન્યાની પણ પોઝિટીવ અસર જોવાઈ હતી. સેન્સેક્સ ૪૪૭.૫૫ પોઈન્ટ ઉછળીને ૮૪૯૨૯.૩૬ અને નિફટી ૫૦ સ્પોટ ૧૫૦.૮૫ પોઈન્ટ વધીને ૨૫૯૬૬.૪૦ બંધ રહ્યા હતા.

ઓઈલ-ગેસ શેરોમાં  સિલેક્ટિવ ખરીદી : પેટ્રોનેટ એલએનજી, ગેઈલ, રિલાયન્સ, ઓઈલ ઈન્ડિયા વધ્યા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીએ આજે ઓઈલ-ગેસ શેરોમાં સિલેક્ટિવ ખરીદી થઈ હતી.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૦.૭૫ વધીને રૂ.૧૫૬૫.૧૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૫.૦૫ વધીને રૂ.૨૭૩.૭૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૨.૩૦ વધીને રૂ.૧૬૯.૮૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૫.૨૦ વધીને રૂ.૪૦૪.૯૫, એચપીસીએલ રૂ.૫.૪૦ વધીને રૂ.૪૬૯.૫૦ રહ્યા હતા.  બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૧૨.૨૮ પોઈન્ટ વધીને ૨૭૭૧૭.૮૧ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૮૨ પોઈન્ટ ઉછળ્યો : કેઈઆઈ રૂ.૧૯૬, પોલીકેબ રૂ.૩૪૦ ઉછળ્યા

કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ મોટી ખરીદી કરી હતી. કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૯૬.૪૫ ઉછળીને રૂ.૪૨૮૧.૧૫, પોલીકેબ રૂ.૩૪૦.૩૫ વધીને રૂ.૭૪૩૮.૩૦, કેઈન્સ રૂ.૧૪૪.૬૦ વધીને રૂ.૪૧૮૪.૮૫, જયોતી સીએનસી રૂ.૩૨.૧૫ વધીને રૂ.૯૪૮.૩૦, પીટીસીઆઈએલ રૂ.૫૮૧.૩૫ વધીને રૂ.૧૭,૪૮૯.૯૫, કોચીન શિપ રૂ.૪૦.૪૦ વધીને રૂ.૧૫૪૭.૯૫, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૯.૧૦ વધીને રૂ.૩૯૨.૭૫, ભારત ડાયનામિક્સ રૂ.૨૯.૩૫ વધીને રૂ.૧૩૭૨.૧૦, મઝગાંવ ડોક રૂ.૫૧.૪૦ વધીને રૂ.૨૪૦૯.૬૫, પાવર ઈન્ડિયા રૂ.૩૮૩.૫૫ વધીને રૂ.૧૮,૫૫૨.૬૫, આઈનોક્સ વિન્ડ રૂ.૨.૪૫ વધીને રૂ.૧૨૬.૬૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૬૦.૭૦ વધીને રૂ.૮૭૬૬.૭૫, એબીબી ઈન્ડિયા રૂ.૮૭.૯૦ વધીને રૂ.૫૧૭૫.૮૦, ટીટાગ્રહ વેગન રૂ.૧૩.૩૦ વધીને રૂ.૭૮૪.૯૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૮૧.૭૪ પોઈન્ટ ઉછળીને ૬૬૫૩૪.૦૨ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં ટાટા મોટર્સની આગેવાનીએ તેજી : ઉનો મિન્ડા, મધરસન, ટીઆઈ ઈન્ડિયા, અપોલો વધ્યા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સની આગેવાનીએ ફંડોએ મોટી ખરીદી કરી હતી. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૬.૮૫ વધીને રૂ.૩૫૨.૭૫, ઉનો મિન્ડા રૂ.૪૨.૨૦ વધીને રૂ.૧૨૬૭.૧૦, મધરસન રૂ.૩.૮૦ વધીને રૂ.૧૨૧, ટીઆઈ ઈન્ડિયા રૂ.૬૦.૯૦ વધીને રૂ.૨૬૩૬.૪૫, અપોલો ટાયર રૂ.૧૧.૫૦ વધીને રૂ.૫૦૭.૩૫, ભારત ફોર્જ રૂ.૩૧.૬૫ વધીને રૂ.૧૪૩૯.૭૦, ટીવીએસ મોટર રૂ.૭૮.૩૦ વધીને રૂ.૩૬૬૬.૭૦, બજાજ ઓટો રૂ.૧૭૩.૭૦ વધીને રૂ.૯૦૦૨.૬૫, આઈશર મોટર્સ રૂ.૧૧૧.૯૫ વધીને રૂ.૭૨૧૭.૨૫, એમઆરએફ રૂ.૧૯૨૯ વધીને રૂ.૧,૫૩,૭૩૫.૩૫, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૨૮.૪૦ વધીને રૂ.૨૩૧૬.૭૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૫૧.૧૫ પોઈન્ટ ઉછળીને ૬૧૫૩૩.૧૮ બંધ રહ્યો હતો. 

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મજબૂતી : કલ્યાણ જવેલર્સ, પીજી ઈલેક્ટ્રો, અંબર, એશીયન પેઈન્ટ વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. કલ્યાણ જવેલર્સ રૂ.૧૪.૫૫ વધીને રૂ.૪૮૪.૭૦, પીજી ઈલેક્ટ્રો રૂ.૧૫.૨૦ વધીને રૂ.૫૮૧.૮૫, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૦૦.૧૦ વધીને રૂ.૬૬૮૬.૦૫, એશીયન પેઈન્ટ રૂ.૩૮.૯૫ વધીને રૂ.૨૭૯૮.૯૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૪.૬૦ વધીને રૂ.૧૪૧૫.૭૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૩૮.૨૪ પોઈન્ટ વધીને ૬૦૩૪૦.૩૧ બંધ રહ્યો હતો.

હેલ્થકેર ઈન્ડેક્સ ૪૯૫ પોઈન્ટ ઉછળ્યો : સન ફાર્મા એડવાન્સ, બ્લિસ જીવીએસ, મોરપેન લેબ.માં તેજી

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડોએ આજે વેચવાલી અટકાવી ફરી મોટી ખરીદી કરી હતી. સન ફાર્મા એડવાન્સ રૂ.૧૨.૬૫ વધીને રૂ.૧૪૪.૩૫, બ્લિસ જીવીએસ રૂ.૧૨.૯૫ વધીને રૂ.૧૭૩.૦૫, મોરપેન લેબ. રૂ.૨.૦૯ વધીને રૂ.૪૦.૮૩, વિન્ડલાસ રૂ.૩૬.૫૦ વધીને રૂ.૭૭૭.૧૫, વનસોર્સ રૂ.૭૪.૧૦ વધીને રૂ.૧૭૨૩.૪૫, સાંઈ લાઈફ રૂ.૩૯.૧૫ વધીને રૂ.૯૧૫.૪૫, શેલબી રૂ.૭.૮૦ વધીને રૂ.૧૯૯.૩૫  રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૯૪.૫૮ પોઈન્ટ ઉછળીને ૪૩૯૪૭.૩૮ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં આકર્ષણ : ટાટા એલેક્સી રૂ.૩૯૮ ઉછળ્યો : કેપીઆઈટી, હેક્ઝાવેર, નેટવેબ વધ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોની સતત પસંદગીનું આકર્ષણ જળવાયું હતું. ટાટા એલેક્સી રૂ.૩૯૮.૩૫ ઉછળીને રૂ.૫૪૧૨.૩૦, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૬૪.૬૫ વધીને રૂ.૧૨૨૪.૩૫, હે હેક્ઝાવેર રૂ.૩૯.૩૦ વધીને રૂ.૭૯૫.૧૦, ઓરિઓનપ્રો રૂ.૫૪.૯૫ વધીને રૂ.૧૧૨૯.૫૫, એએસએમ ટેક રૂ.૧૪૩.૨૦ વધીને રૂ.૩૧૪૫, નેટવેબ રૂ.૧૨૫.૮૫ વધીને રૂ.૩૨૫૨.૧૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૮૪.૪૭ પોઈન્ટ વધીને ૩૭૪૪૮.૩૨ બંધ રહ્યો હતો.હતા.

સપ્તાહના અંતે ફરી ચમકારો : સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીએ માર્કેટબ્રેડથ સુધરી : ૨૬૫૨ શેરો પોઝિટીવ બંધ

શેરોમાં સેન્સેક્સ, નિફટીમાં તેજી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં ઘટાડે લેવાલી નીકળતા ભાવો સુધરી આવતા માર્કેટબ્રેડથ ફરી સુધરી હતી.  બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૪૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૬૫૨ અને ઘટનારની સંખ્યા ૧૫૩૧ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૧૮૩૧ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૫૭૨૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશમાં રૂ.૧૮૩૦.૮૯ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૨૭,૪૪૭.૯૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૫,૬૧૭.૦૬  કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૫૭૨૨.૮૯ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૨૩,૦૯૭.૫૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૩૭૪.૬૨ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫.૪૨ લાખ કરોડ વધીને રૂ.૪૭૧.૨૧ લાખ કરોડ

ફંડોએ આજે સપ્તાહના અંતે સેન્સેક્સ, નિફટીમાં આક્રમક તેજી કર્યા સાથે એ  ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટી ખરીદી કરતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૫.૪૨ લાખ કરોડ વધીને રૂ.૪૭૧.૨૧ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ખેડા જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપર અને કોન વેચતી દુકાનો પર પોલીસના દરોડા | Police raid shops selling …

ખેડા જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપર અને કોન વેચતી દુકાનો પર પોલીસના દરોડા | Police raid shops selling ...

S.I.R. : જિલ્લામાં 16.37 લાખ મતદારોના ફોર્મનું ડિજિટલાઈઝેશન | S I R : Digitalization of forms of 16 …

S.I.R. : જિલ્લામાં 16.37 લાખ મતદારોના ફોર્મનું ડિજિટલાઈઝેશન | S I R : Digitalization of forms of 16 ...

સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સખત કેદ, 40 હજારનો દંડ | Accused of raping minor gets 2…

સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સખત કેદ, 40 હજારનો દંડ | Accused of raping minor gets 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન ‘પીક’ પર રહેશે | imd weathe…

ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન ‘પીક’ પર રહેશે | imd weathe…

3 months ago
પાટણ: સમીના અમરાપુરમાં માતાએ એક વર્ષના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું, બંનેના મોત, સાસરિયા સામે FIR |…

પાટણ: સમીના અમરાપુરમાં માતાએ એક વર્ષના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું, બંનેના મોત, સાસરિયા સામે FIR |…

4 months ago
અડધી કિંમતે સોનું વેચવાનું કહીને ઠગાઇ આચરતી બાવરી ગેંગ ઝડપાઇ | DCP Zone 2 staff nabbed bavri gang me…

અડધી કિંમતે સોનું વેચવાનું કહીને ઠગાઇ આચરતી બાવરી ગેંગ ઝડપાઇ | DCP Zone 2 staff nabbed bavri gang me…

11 months ago
કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય સામે ત્રીજી મહિલાએ મૂક્યો દુષ્કર્મનો આરોપ, મોડી રાતે ધરપકડ | Kerala C…

કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય સામે ત્રીજી મહિલાએ મૂક્યો દુષ્કર્મનો આરોપ, મોડી રાતે ધરપકડ | Kerala C…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News