Gujarat Education Board: ગુજરાત શિક્ષણ બોર્ડે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 9થી ધોરણ 12 સુધીની પરીક્ષાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સમયગાળો લંબાવી દીધો છે. હવે દરેક કલાક દીઠ 20 મિનિટનો વળતર સમય (વધારો સમય) આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાદ હવે દિવ્યાંગ વિદ્યાર્થીઓને એક કલાકના પેપર માટે માટે 20 મિનિટ, 2 કલાકના પેપર માટે 40 મિનિટ તો ત્રણ કલાકના પેપર માટે 60 મિનિટનો વધારાનો સમય મળશે.


સંપૂર્ણ નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો
ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ
તો બીજી તરફ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ના વિવિધ પ્રવાહોની પરીક્ષાઓ માટેના ફોર્મ ભરવાની મુદતમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ 24 ડિસેમ્બર 2025 સુધી ફોર્મ ભરી શકાશે. આવેદનપત્રમાં કોઈપણ પ્રકારના સુધારા કરવાના બાકી હોય કે પ્રિન્સિપાલને એપ્રુવલ આપવાનું બાકી હોય તે કામગીરી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 26 ડિસેમ્બર 2025 રહેશે. શાળાઓ દ્વારા બાકી રહેતી ચૂકવવાની થતી ફી તારીખ 30 ડિસેમ્બર 2025 સુધી ભરી શકાશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ અનુસાર, ગુજરાતમાં ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની અને અરજીમાં સુધારા વધારા કરવાની તારીખ લંબાવવામાં આવી છે. જેમાં 24 ડિસેમ્બર 2025 સુધી બોર્ડની સત્તાવાર વેબસાઇટ gsebeservice.com પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.










