gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વૈષ્ણોદેવી દર્શન કરવા જતાં ભક્તો ખાસ જાણી લો, RFID કાર્ડ મળતા જ 24 કલાકમાં પાછા આવવું પડશે | vaishno…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in INDIA
0 0
0
વૈષ્ણોદેવી દર્શન કરવા જતાં ભક્તો ખાસ જાણી લો, RFID કાર્ડ મળતા જ 24 કલાકમાં પાછા આવવું પડશે | vaishno…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vaishno Devi yatra New Rule 2025 : નવા વર્ષના અવસરે માતા વૈષ્ણોદેવીના દર્શને જવાનું વિચારી રહેલા શ્રદ્ધાળુઓ માટે આ મહત્ત્વના સમાચાર છે. દર વર્ષે ઉમટી પડતી ભારે ભીડને ધ્યાનમાં રાખીને ‘શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ’ દ્વારા યાત્રાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બોર્ડના જણાવ્યા અનુસાર, આ નિર્ણયનો હેતુ ભક્તોની યાત્રાને વધુ સુરક્ષિત અને સરળ બનાવવાનો છે.

નવો નિયમ: RFID કાર્ડ મળ્યા બાદ સમય મર્યાદા નક્કી

નવા નિયમો મુજબ, હવે શ્રદ્ધાળુઓએ RFID (Radio-Frequency Identification Card) કાર્ડ મેળવ્યાના 10 કલાકની અંદર પોતાની યાત્રા શરૂ કરવી પડશે. આટલું જ નહીં, દર્શન કર્યા બાદ 24 કલાકની અંદર કટડા બેઝ કેમ્પમાં પરત ફરવું પણ ફરજિયાત રહેશે. આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે.

કોને લાગુ પડશે આ નિયમ?

શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, યાત્રાનો નવો સમય મર્યાદાનો નિયમ દરેક શ્રદ્ધાળુ માટે સમાન રીતે લાગુ પડશે. ભલે શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરતા હોય અથવા હેલિકોપ્ટર, બેટરી કાર, ઘોડા કે પાલખી જેવી સુવિધાઓનો ઉપયોગ કરતા હોય, તમામ યાત્રાના પ્રકારો માટે નિર્ધારિત સમયમાં મુસાફરી પૂર્ણ કરવી હવે ફરજિયાત રહેશે. મુસાફરોની સુવિધા અને જાગૃતિ માટે રજિસ્ટ્રેશન સેન્ટર પર તહેનાત કર્મચારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ કટડા પહોંચતા દરેક યાત્રીને આ નવા ફેરફારો અને સમય મર્યાદા વિશે વારંવાર માહિતગાર કરે, જેથી કોઈ પણ ભક્તને યાત્રા દરમિયાન મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

પહેલા શું નિયમ હતો?

અગાઉ RFID કાર્ડ મેળવ્યા પછી યાત્રા શરૂ કરવાની કોઈ કડક સમય મર્યાદા નહોતી. ભક્તો પોતાની અનુકૂળતા મુજબ ગમે ત્યારે યાત્રા શરૂ કરી શકતા હતા અને પરત ફરવા માટે પણ કોઈ નિશ્ચિત સમય નહોતો. જેના કારણે ઘણા લોકો ‘ભવન’ વિસ્તારમાં લાંબો સમય રોકાઈ જતા હતા, પરિણામે ટ્રેક પર ભીડ વધી જતી અને અન્ય યાત્રીઓને મુશ્કેલી પડતી હતી.

નવા વર્ષ પહેલા કેમ લેવાયો આ નિર્ણય?

નવા વર્ષના 3-4 દિવસ પહેલા કટડામાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધી જાય છે. ટ્રેક પર વધુ પડતી ભીડને કારણે સુરક્ષા અને કટોકટીના સમયે મદદ પહોંચાડવી મુશ્કેલ બને છે. આથી, ‘ટાઇમ-બેઝ્ડ સિસ્ટમ’ દ્વારા ભીડને યોગ્ય રીતે મેનેજ કરવામાં આવશે.

આ પણ વાંચો: ભારતની ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની તૈયારી: રાજ્યસભા સાંસદનો દાવો

નવા નિયમથી શું ફાયદો થશે?

નવા નિયમોના અમલીકરણથી વૈષ્ણોદેવીના ટ્રેક પર ભીડનું વ્યવસ્થિત સંચાલન થશે, જેના પરિણામે ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો આવશે અને શ્રદ્ધાળુઓ માટે યાત્રા વધુ સરળ અને સુગમ બનશે. આ વ્યવસ્થાનો સૌથી મોટો ફાયદો એ થશે કે ખરાબ હવામાન અથવા કોઈ શ્રદ્ધાળુની તબિયત લથડવા જેવી કટોકટીની સ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા ઝડપી તબીબી સહાય પહોંચાડી શકાશે. આ ઉપરાંત, સમય મર્યાદા નક્કી થવાથી શ્રદ્ધાળુઓએ કડકડતી ઠંડીમાં લાંબો સમય રોકાવું નહીં પડે, જે ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને મહિલાઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે.

રજિસ્ટ્રેશન સેન્ટરના સમયમાં વધારો

યાત્રીઓની સુવિધા માટે કટડા રેલ્વે સ્ટેશન પર આવેલું રજિસ્ટ્રેશન સેન્ટર હવે રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આનાથી મોડી રાત્રે પહોંચતા મુસાફરોને પણ રાહત થશે અને લાંબી લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે. 

વૈષ્ણોદેવી દર્શન કરવા જતાં ભક્તો ખાસ જાણી લો, RFID કાર્ડ મળતા જ 24 કલાકમાં પાછા આવવું પડશે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …
INDIA

દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …

May 17, 2026
પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh…
INDIA

પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh…

May 17, 2026
ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…
INDIA

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…

May 16, 2026
Next Post
હિંમતનગરમાં પોન્ઝી સ્કીમોનો રાફડો: ‘બીગબુલ’ના સંચાલકો દ્વારા રોકાણકાર સાથે 4 લાખની છેતરપિંડી | Himma…

હિંમતનગરમાં પોન્ઝી સ્કીમોનો રાફડો: 'બીગબુલ'ના સંચાલકો દ્વારા રોકાણકાર સાથે 4 લાખની છેતરપિંડી | Himma...

સુરતમાં શિક્ષણ સમિતિ સંચાલિત ભાઠેના ઉર્દુ શાળાએ કમ્પાઉન્ડ ફરતે દબાણ દુર કરવા પાલિકાને લખ્યો પત્ર | t…

સુરતમાં શિક્ષણ સમિતિ સંચાલિત ભાઠેના ઉર્દુ શાળાએ કમ્પાઉન્ડ ફરતે દબાણ દુર કરવા પાલિકાને લખ્યો પત્ર | t...

વડોદરા શહેર પોલીસના 154 કર્મચારીઓની ટ્રાફિકમાં બદલી, વુમન પોલીસનો પણ સમાવેશ | 154 employees of Vadod…

વડોદરા શહેર પોલીસના 154 કર્મચારીઓની ટ્રાફિકમાં બદલી, વુમન પોલીસનો પણ સમાવેશ | 154 employees of Vadod...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર મનપા ચૂંટણી: ભાજપના ઉમેદવારે પુરાવા રજૂ કરતા ફોર્મ માન્ય, ત્રણ સંતાન મુદ્દે કોંગ્રેસે ઉઠાવ્યો…

જામનગર મનપા ચૂંટણી: ભાજપના ઉમેદવારે પુરાવા રજૂ કરતા ફોર્મ માન્ય, ત્રણ સંતાન મુદ્દે કોંગ્રેસે ઉઠાવ્યો…

1 month ago
રાજસ્થાનમાં રિફાઇનરીમાં ભયાનક આગ : પીએમ ઉદ્ઘાટન નહીં કરી શકે | Terrible fire at refinery in Rajastha…

રાજસ્થાનમાં રિફાઇનરીમાં ભયાનક આગ : પીએમ ઉદ્ઘાટન નહીં કરી શકે | Terrible fire at refinery in Rajastha…

4 weeks ago
જામનગરના જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે શેરબજારમાં રોકાણના બહાને રૂપિયા 41.86 લાખની છેતરપિંડી થયાની પો…

જામનગરના જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે શેરબજારમાં રોકાણના બહાને રૂપિયા 41.86 લાખની છેતરપિંડી થયાની પો…

3 months ago
એક્ટર વિજયના સમર્થનમાં ભાજપ, કહ્યું- ‘કરૂર રેલીમાં નાસભાગ મામલે એક્ટરની ભૂલ નથી’ | BJP Comes Out In …

એક્ટર વિજયના સમર્થનમાં ભાજપ, કહ્યું- ‘કરૂર રેલીમાં નાસભાગ મામલે એક્ટરની ભૂલ નથી’ | BJP Comes Out In …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News