![]()
૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ પહલગામમાં લશ્કર-એ-તૈબાના પ્રોક્સી TRFએ ૨૬ પ્રવાસીઓ પર હુમલો કર્યો. તમામ પુરુષોને જ નિશાન બનાવી તેઓનું મોત નીપજાવ્યું હતું. NIAએ ષડયંત્રમાં સામેલ ૧૫ સ્થાનિકોને પકડી પાડયા. તે પછી જુલાઈમાં ઓપરેશન મહાદેવમાં આ ઘટનાને અંજામ આપનાર ૩ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતાં.હવે નિયા દ્વારા LeT, TRF અને ૬ વ્યક્તિઓ વિરુદ્ધ ૧૫૯૭ પાનાની આ હુમલા અંગેની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ હુમલાએ ઓપરેશન સિંદૂરને જન્મ આપ્યો હતો. જમ્મુ કાશ્મીરના પર્યટન પર પણ અસર પડી છે.
પહેલગામના આતંકી હુમલાનો જડબાતોડ જવાબ ઓપરેશન સિંદૂર
એર સ્ટ્રાઈકથી પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓ અને તેઓના અડ્ડાનો સફાયો કર્યો
૨૨ એપ્રિલ ૨૦૨૫ના પહલગામ હુમલા પછી ૭-૮ મેના રોજ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આવેલ આતંકવાદી કેમ્પ પર મિસાઈલ અને એર સ્ટ્રાઈક હુમલા કર્યા. ઓપરેશન સિંદૂરમાં લશ્કર-એ-તૈબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝ્બુલ મુજાહિદીનના ૯ સ્થળો નિશાન બન્યા અને અનેક આતંકીઓ સહીત અડ્ડા ધ્વંશ થયા. બ્રહ્મોસ મિસાઈલ સહિતની હવાઈ તાકાત બતાવતા ભારતીય હવાઈ દળે ૨૫ મિનિટમાં પાકિસ્તાનની અંદર ઘૂસીને હુમલો પાર પાડયો. ભારતે પાકિસ્તાના એર બેઝ કેમ્પ અને તેઓના આતંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિશાન બતાવ્યું.પાકિસ્તાને કેટલાક ફાઇટર વિમાનો પણ ગુમાવ્યા. દરમ્યાન BSFએ જમ્મુ-કાશ્મીરમાં ૨ આતંકવાદીઓને મારી નાખ્યા.ભારતના વડા પ્રધાને ભારતની ત્રણેય સેનાના સંકલનની પ્રશંસા કરી અને તેઓને તેમની રીતે નિર્ણય લેવાની છૂટ આપી.. આ ઓપરેશન પહલગામ હુમલાનો જવાબ હતો, જેમાં ૨૬ નાગરિક માર્યા ગયા હતાં. વૈશ્વિક મીડિયા અને નેતાઓએ ભારતની વ્યૂહાત્મક કાર્યવાહીને સમર્થન આપ્યુ હતું. મહત્ત્વની વાત એ હતી કે કર્નલ સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘ જેવી મહિલાઓએ મીડિયાને માહિતી આપી હતી.










