
જર્મનીમાં રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન
લોકશાહીની દરેક સંસ્થા પર ભાજપનો સંપૂર્ણપણે કબ્જો હોવાનો રાહુલનો દાવો
નવી દિલ્હી: કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએભારતમાં ચૂંટણીની નિષ્પક્ષતાને લઈને ફરીથી સવાલ ઉઠાવ્યા છે. તેણે દાવો કર્યો છે કે સંસ્થાકીય માળખા પર સંપૂર્ણપણે ભાજપનો કબ્જો થઈ ગયો છે, પરંતુ વિપક્ષે તેનો સામનો કરવા માટે કોઈ રસ્તો કાઢવો પડશે.
જર્મનીની રાજધાની બર્લિનની હાર્ટી સ્કૂલમાં આયોજિત સંવાદન કાર્યક્રમમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે જાસૂસી સંસ્થાઓ, સીબીઆઈ અને ઇડીનું શસ્ત્રોમાં રૂપાંતર કરવામાં આવ્યું છે.










