gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

BMC ચૂંટણીમાં ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી એકસાથે, કહ્યું- દિલ્હીમાં બેઠેલા લોકો મુંબઈ તોડી રહ્યા છે… |…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in INDIA
0 0
0
BMC ચૂંટણીમાં ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી એકસાથે, કહ્યું- દિલ્હીમાં બેઠેલા લોકો મુંબઈ તોડી રહ્યા છે… |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharastra BMC Election : બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)ની ચૂંટણી આવતા મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ગરમાવો આવી જાય છે. આ ચૂંટણીમાં 20 વર્ષ પછી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકસાથે જોવા મળી રહ્યા છે. શિવસેના (ઉદ્ધવ જૂથ) અને રાજ ઠાકરે(મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)એ જાહેર કર્યું છે કે, હવે તેઓ મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાની ચૂંટણી સાથે મળીને લડશે. આ જાહેરાત પહેલા પરિવારજનોએ બંને ભાઈની એકસાથે આરતી ઉતારીને શુભેચ્છાઓ આપી હતી. આ દરમિયાન મુંબઈમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ આ ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, બંને પક્ષે બીએમસીની કુલ 227 બેઠકની વહેંચણી પર પણ આખરી મહોર મારી દીધી છે.

અમારી વિચારધારા એક જ છેઃ ઉદ્ધવ ઠાકરે 

સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ આ ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રનું નેતૃત્વ ફક્ત ઠાકરે જ કરી શકે. મહારાષ્ટ્રના આંદોલનમાં 107 લોકોના મોત થયા હતા. તે આંદોલનની આગેવાની અમારા દાદાએ કરી હતી. મારા અને રાજ ઠાકરેના પિતા પણ તે આંદોલનમાં સામેલ હતા. મરાઠીઓના અધિકાર માટે શિવસેનાની સ્થાપના થઈ હતી. અમે દિલ્હીમાં બેઠેલા લોકોને રોકવા સાથે આવ્યા છીએ. અમારી વિચારધારા એક જ છે. અમને મરાઠીઓના બલિદાન યાદ છે. આ વખતે અમારે તૂટવાનું નથી. જો એવું થયું તો તે બલિદાનોનું અપમાન ગણાશે. 

મુંબઈ અમારા ઝઘડાથી મોટું છેઃ રાજ ઠાકરે 

આ દરમિયાન રાજ ઠાકરેએ કહ્યું કે, મુંબઈ અમારા ઝઘડાથી મોટું છે. આજે અમે બંને ભાઈ સાથે છીએ. સીટોની વહેંચણી પણ મહત્ત્વની નથી. મુંબઈનો મેયર મરાઠી હશે અને તે અમારો હશે. 

મહાયુતિ સામે કારમી હાર બાદ એક મંચ પર 

સૂત્રોના જણાવ્યાનુસાર, બીએમસની ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે સંમતિ સધાઈ ગઈ છે. એવું કહેવાય છે કે, બીએમસીની કુલ 227 બેઠક છે, જે પૈકી શિવસેના (ઉદ્ધવ જૂથ) 145-150 અને રાજ ઠાકરેની મનસે 65-70 બેઠક ચૂંટણી લડી શકે છે. હાલમાં જ મહારાષ્ટ્રની સ્થાનિક એકમની ચૂંટણીમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને એનસીપીના ગઠબંધન હેઠળની મહાયુતિ સામે કારમા પરાજયનો સામનો કર્યા બાદ ઠાકરે બંધુઓએ એક થવાનો નિર્ણય કર્યો હતો.  

ઉદ્ધવ ઠાકરેની શિવેસના ગત બીએમસી ચૂંટણીમાં જીતેલી 84 પૈકી 12-15 બેઠક મનસેને આપવા તૈયાર હતી, પરંતુ કેટલીક પ્રતિષ્ઠાભરી બેઠકો પર કોયડો ગૂંચવાયો હતો, જે હવે ઉકેલાઈ ગયો હોવાનું મનાય છે.

કેવી રીતે એક થયા ઠાકરે બંધુઓ? 

આ ગઠબંધન પાછળ લાંબી ચર્ચાનો દોર ચાલ્યો હતો. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ સંજય રાઉત રાજ ઠાકરેના નિવાસસ્થાન ‘શિવતીર્થ’ જઈને મળ્યા હતા. આ બેઠક પછી રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતાઓ પણ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક થવાના નિર્ણય પર અંતિમ મહોર મારી હતી. 

નોંધનીય છે કે, આ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં મંચ પર ઉદ્ધવ ઠાકરે સાથે તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને રાજ ઠાકરે સાથે તેમના પુત્ર અમિત ઠાકરે પણ હાજર હતા. 

મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં મહાયુતિની જીતની અસર

મહારાષ્ટ્રની 228 નગર પરિષદો અને પંચાયતોની ચૂંટણીમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી(અજિત પવાર જૂથ)ની મહાયુતિએ 22 ડિસેમ્બરે જોરદાર જીત હાંસલ કરી હતી. આ ચૂંટણીમાં મહાયુતિએ 207 અધ્યક્ષ પદ જીત્યા હતા, જ્યારે ભાજપ એકલા હાથે 117 બેઠક પર જીત હાંસલ કરીને સૌથી મોટો પક્ષ બન્યો હતો. આ ચૂંટણીમાં શિવસેના (ઉદ્ધવ જૂથ) અને એનસીપી (શરદ પવાર જૂથ)નું મહાવિકાસ અઘાડી ગઠબંધન માંડ 44 બેઠક જીત્યું હતું.

બીએમસીની છેલ્લી ચૂંટણીમાં શિવસેના-ભાજપની ટક્કર

આ પહેલા બીએમસીની છેલ્લી ચૂંટણી 2017માં થઈ હતી. એ વખતે 227 બેઠકો પૈકી શિવસેનાએ સૌથી વધુ 84 અને ભાજપે 82 બેઠક પર જીત હાંસલ કરી હતી. તો કોંગ્રેસે 31 અને મનસેએ ફક્ત 7 બેઠક જીતી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…
INDIA

માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

June 24, 2026
પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…
INDIA

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

June 24, 2026
Next Post
જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી નદીના પુલ પરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ કુદકો માર્યાની વાત વહેતી થતાં …

જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી નદીના પુલ પરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ કુદકો માર્યાની વાત વહેતી થતાં ...

બેંગ્લુરુમાં હચમચાવતી ઘટના : સોફ્ટવેર એન્જિનિયર પતિએ બેન્કમાં કામ કરતી પત્નીને 4 ગોળીઓ ધરબી | Bengal…

બેંગ્લુરુમાં હચમચાવતી ઘટના : સોફ્ટવેર એન્જિનિયર પતિએ બેન્કમાં કામ કરતી પત્નીને 4 ગોળીઓ ધરબી | Bengal...

સુરતના બાયોડાયવર્સીટી પાર્ક અને કતારગામ ઓડિટોરીયમને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ …

સુરતના બાયોડાયવર્સીટી પાર્ક અને કતારગામ ઓડિટોરીયમને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલાના અકાળા ગામમાંથી જુગારધામ ઝડપાયું, સાત ઝડપાયા | Gambling den busted in Akala village of Choti…

ચોટીલાના અકાળા ગામમાંથી જુગારધામ ઝડપાયું, સાત ઝડપાયા | Gambling den busted in Akala village of Choti…

7 months ago
કેશોદ નજીક આખલો આડે ઉતરતાં બાઈકચાલક વેપારીએ જીવ ગુમાવ્યો | Biker trader dies after being run over by…

કેશોદ નજીક આખલો આડે ઉતરતાં બાઈકચાલક વેપારીએ જીવ ગુમાવ્યો | Biker trader dies after being run over by…

9 months ago
મોરૈયા ગામેથી પસાર થતી કેનાલમાં રેલિંગના અભાવે અકસ્માતનો ભય | Fear of accidents due to lack of raili…

મોરૈયા ગામેથી પસાર થતી કેનાલમાં રેલિંગના અભાવે અકસ્માતનો ભય | Fear of accidents due to lack of raili…

5 months ago
બામણવા માયનોર કેનાલના રિપેરિંગમાં હલકી ગુણવત્તાની ફરિયાદો

બામણવા માયનોર કેનાલના રિપેરિંગમાં હલકી ગુણવત્તાની ફરિયાદો

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News