gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પીએમ કૌશલ્ય વિકાસ યોજનામાં વ્યાપક કૌભાંડ : કેગના રિપોર્ટમાં ઘટસ્ફોટ | Widespread scam in PM Skill De…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in INDIA
0 0
0
પીએમ કૌશલ્ય વિકાસ યોજનામાં વ્યાપક કૌભાંડ : કેગના રિપોર્ટમાં ઘટસ્ફોટ | Widespread scam in PM Skill De…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સરકારે પીએમકેવીવાયમાં સાત વર્ષમાં રૂ. 14,450 કરોડનો ખર્ચ કર્યો

– લાખો લાભાર્થીના બેન્ક ખાતા નંબર, ઈમેલ આઈડી, ફોન નંબર ખોટા અપાયા, એક સમાન તસવીરો પુરાવા તરીકે દર્શાવાઈ, ટ્રેનિંગ સેન્ટરો પર તાળા

– 95.91 લાખ ઉમેદવારોમાંથી 90.66 લાખના બેન્ક ખાતાની વિગતોના ખાનામાં ‘Zero’ અથવા ‘Null’ લખાયું હતું 

નવી દિલ્હી : દેશના યુવાનોને રોજગારી અને આંત્રપ્રિન્યોરશિપ માટે તૈયાર કરવાના આશયથી કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૫માં શરૂ કરેલી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનામાં વ્યાપક સ્તરે કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. કેગે પીએમકેવીવાયમાં અનેક પ્રકારની ગંભીર ખામીઓ અને ગેરરીતિઓનો ઘટસ્ફોટ કર્યો છે. કેગના રિપોર્ટ મુજબ આ યોજના હેઠળના લાભાર્થીઓના બેન્ક ખાતા, ઈ-મેલ આઈડી, મોબાઈલ નંબર સહિતની વિગતો ખોટી દર્શાવાઈ છે. તાલિ કેન્દ્રો પર પણ તાળા લટકતા હોવાનું કેગે જણાવ્યું હતું. સરકારે સાત વર્ષમાં આ યોજના પાછળ રૂ. ૧૪,૪૫૦ કરોડનો ખર્ચ કર્યો હતો. કેગનો આ રિપોર્ટ લોકસભામાં રજૂ કરાયો હતો.

પીએમકેવીવાય યોજનાનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરતાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (કેગ)એ તેમાં અનેક ખામીઓ અને ગેરરીતિઓનો ઘટસ્ફોટ કર્યો હતો. આ રિપોર્ટ મુજબ આ યોજના હેઠળ અનેક લાભાર્થીઓના બેન્ક ખાતા નંબર ખોટા લખાયા છે. વધુમાં લાભાર્થી યુવાનોના ઈ-મેલ આઈડી, ફોન નંબર ખોટા અપાયા છે. આ સિવાય અનેક લાભાર્થીઓ માટે એક સમાન ફોટાનો ઉપયોગ કરાયો છે. સૈંકડો યુવાનોને તાલિમ આપનારા તાલિમ સેન્ટરો પર તાળા લાગેલા હોવાનું પણ સામે આવ્યું છે.

કેન્દ્ર સરકારે દેશમાં યુવાનોને રોજગારી મળે અને તેમનું કૌશલ્ય વધે તે માટે વર્ષ જુલાઈ ૨૦૧૫માં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પીએમકેવીવાય) શરૂ કરી હતી. આ યોજના શરૂ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેના હેઠળ યુવાનોને વ્યાવસાયિક, ટેકનિકલ અને કૌશલ્ય વિકાસનું શિક્ષણ અપાશે. આ યોજના ત્રણ તબક્કામાં લાગુ કરાઈ હતી અને તેમાં કુલ રૂ. ૧૪,૫૦૦ કરોડનો ખર્ચ થયો હતો. આ યોજના હેઠળ લાભાર્થી યુવાનના બેન્ક ખાતામાં જ સીધા રૂ. ૫૦૦ જમા થવાના હતા. વર્ષ ૨૦૨૨ સુધી આ યોજના ચાલી હતી. આ યોજનાનું સંચાલન સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ (એસડીઈ) મિનિસ્ટ્રીના હાથમાં હતું. 

કેગના રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે આ યોજના હેઠળ સ્કિલ ઈન્ડિયા પોર્ટલ પર રેકોર્ડ કરાયેલા બેન્ક એકાઉન્ટ નંબરોમાં વ્યાપક સ્તર પર ગેરરીતિઓ જોવા મળી હતી. ૯૫.૯૧ લાખ ઉમેદવારોમાંથી ૯૦.૬૬ લાખના બેન્ક ખાતાની વિગતોના ખાનામાં ‘ઢીર્િ’ અથવા ‘શેનન’ લખાયું હતું અથવા તેને ખાલી છોડી દેવાયું હતું. બાકી બચેલા ૫.૨૪ લાખ ઉમેદવારોમાંથી ૫૨,૩૮૧ ઉમેદવારોના બેન્ક ખાતા નંબરનું બે અથવા વધુ વખત પુનરાવર્તન કરાયું હતું. આ સિવાય બાકી બચેલા ૪.૭૩ લાખથી વધુ ખાતામાં એક જ નંબરનો ઉપયોગ કરાયો હતો, જેમ કે ૧૧૧૧૧૧૧૧૧૧૧૧ અને ૧૨૩૪૫૬૭૮૯ જેવા નંબરો લખેલા હતા.

કેગે રિપોર્ટમાં સામે આવ્યું છે કે ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર જેવા અનેક રાજ્યોમાં અનેક લોકોના નામ પર એક જ ફોટો લગાવાયો છે. તેનાથી ખ્યાલ આવે છે કે યોજનાનો ડેટા અને રેકોર્ડ સાચા નથી. ૨૪ અલગ અલગ સેક્ટર્સમાં ૪૦ કરોડથી વધુ યુવાનોને સ્કિલ ટ્રેનિંગની જરૂર હતી, પરંતુ ટ્રેનિંગ આપતા પહેલાં એ તપાસ ના કરાઈ કે કઈ નોકરી માટે કેટલી અને કઈ ભૂમિકાની જરૂર છે. 

કેગે જણાવ્યું કે, આ યોજના હેટળ તાલિમ કેન્દ્રોની પસંદગી પારદર્શી નહોતી  અને અનેક સંસ્થાઓને બેસ્ટ-ઈન-ક્લાસનો દરજ્જો અપાયો, પરંતુ તે આ સેન્ટર ચલાવવાને યોગ્ય નહોતા. અનેક તાલિમ કેન્દ્રો બંધ પડેલા હતા, પરંતુ આ યોજના હેઠળ કાગળો પર તેને ચાલુ બતાવાયા હતા. આ સિવાય કેગની ટીમે તાલિમ કેન્દ્રોના ફિઝિકલ નિરીક્ષણમાં પણ ભારે ગેરરીતિઓ ઉજાગર કરી હતી. જેમ કે, એક જ અધિકારીએ એક જ દિવસમાં ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ, ગુજરાતમાં અનેક કેન્દ્રોની ફિઝિકલ મુલાકાત લીધી હોવાનું દર્શાવ્યું.

ઓડિટ દરમિયાન કેગે લાભાર્થીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમાં તેઓ નિષ્ફળ રહ્યા. ૩૬.૫૧ ટકા ઈ-મેલ ડિલિવર થઈ શક્યા નહીં, કારણ કે તે ખોટા હતા. જે લોકો સુધી ઈ-મેલ પહોંચ્યા તેમાંથી માત્ર ૩.૯૫ ટકાએ જ પ્રતિક્રિયા આપી, જેમાંથી મોટાભાગના તાલિમ કેન્દ્રો અથવા ભાગીદારોના આઈડીથી જ જવાબ અપાયા હતા. કેગના રિપોર્ટ પછી કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રાલયે કબૂલ્યું કે, પ્રારંભિક તબક્કામાં વ્યવસ્થાગત ખામીઓ હતી, પરંતુ હવે સુધારાત્મક પગલાં લેવાયા છે. હવે આધાર પ્રમાણિત ઈ-કેવાયસી, ફેસ-ઓથેન્ટિકેશન, જિયો-ટેગ હાજરી અને ક્યુઆર-કોડેડ ડિજિટલ પ્રમાણપત્ર જેવી અનેક સિસ્ટમ સામેલ કરાઈ છે. આ સિવાય દોષિત સંસ્થાઓ વિરુદ્ધ વસૂલીની કાર્યવાહી શરૂ કરાઈ છે.

34 લાખ લાભાર્થીને પેમેન્ટ નથી મળ્યું : કેગ

કેગે તેના રિપોર્ટમાં મે ૨૦૨૩માં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિક્તા મંત્રાલયને સ્પષ્ટીકરણ પણ આપ્યું હતું, જેમાં કહેવાયું હતું કે, શરૂઆતમાં એસઆઈપી પર ખાતાની વિગત જરૂરી હતી, પરંતુ જમીની સ્તર પર તેને લાગુ કરવામાં સમસ્યાઓ આવવાના કારણે પાછળથી તેને બીનજરૂરી બનાવી દેવાયું હતું. 

મંત્રાલયે જણાવ્યું કે, ઉમેદવારોને પેમેન્ટ આધાર કાર્ડ સાથે સંકળાયેલા બેન્ક એકાઉન્ટમાં પેમેન્ટનું સપોર્ટ અપાઉં, જેથી બેન્ક ખાતા નંબર લખવાની જરૂર ના પડી. આ ગડબડના કારણે અનેક યુવાનોને પેમેન્ટ મળ્યું નથી. કેગે કહ્યુ ંકે, અધૂરી માહિતીના કારણે પીએમકેવીવાયના ૩૪ લાખથી વધુ ઉમેદવારોને પેમેન્ટ નથી મળ્યું. ઓક્ટોબર ૨૦૨૪માં મંત્રાલયના રિપોર્ટ મુજબ ૯૫.૯૧ લાખ પ્રમાણિત ઉમેદવારોમાંથી ૬૧.૧૪ લાખને જ પેમેન્ટ મળ્યું છે. 

સાત વર્ષમાં યોજના ત્રણ તબક્કામાં લાગુ કરાઈ

વર્ષ ૨૦૧૫-૧૬માં આ યોજનાના પહેલા તબક્કાનું બજેટ રૂ. ૧,૫૦૦ કરોડ હતું, જેમાં ૨૪ લાખ યુવાનોને તાલિમ આપવાનું લક્ષ્ય હતું, પરંતુ ૧૯.૮૬ લાખ યુવાનોને જ તાલિમ અપાઈ હતી, જેમાંથી ૧૪.૫૧ લાખને જ સર્ટિફિકેટ મળ્યા હતા. ઓક્ટોબર ૨૦૧૬થી ૨૦૨૦ સુધીના બીજા તબક્કામાં આ યોજનાને કેન્દ્ર અને રાજ્ય સ્તર પર લાગુ કરાઈ હતી અને તેનું બજેટ રૂ. ૧૨,૦૦૦ કરોડ હતું. આ તબક્કામાં યોજનાનું ૭૫ ટકા ફન્ડ કેન્દ્ર અને ૨૫ ટકા રાજ્ય સરકારો આપ્યું હતું. બીજા તબક્કામાં ૧.૧૦ કરોડ યુવાનોને તાલિમ અપાઈ, જેમાંથી ૯૫.૫૮ લાખને સર્ટિફિકેટ મળ્યા. વર્ષ ૨૦૨૧-૨૨માં પીએમકેવીવાયનો ત્રીજો તબક્કો શરૂ થયો. આ સમયે યોજના માટે ૯૪૯ કરોડનું બજેટ રખાયું હતું. આ સમયે ૭.૩૭ લાખ યુવાનોને તાલિમ અપાઈ, તેમાંથી ૪.૩૩ લાખને સર્ટિફિકેટ અપાયું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુતાલ પાસેથી 22.19 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested from Gutal wit…

ગુતાલ પાસેથી 22.19 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested from Gutal wit...

હાઈકોર્ટમાં સેંગરના જામીનની ચર્ચા અંગ્રેજીમાં થઈ, કંઈ ખબર ના પડી : પીડિતા | The Delhi High Court on …

હાઈકોર્ટમાં સેંગરના જામીનની ચર્ચા અંગ્રેજીમાં થઈ, કંઈ ખબર ના પડી : પીડિતા | The Delhi High Court on ...

ડાકોરમાં જર્જરિત મકાન ઉતારતી વેળાએ દીવાલ ધસી પડતા યુવાનનું મોત નિપજ્યું | A young man died after a w…

ડાકોરમાં જર્જરિત મકાન ઉતારતી વેળાએ દીવાલ ધસી પડતા યુવાનનું મોત નિપજ્યું | A young man died after a w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાયલટે ખરા સમયે રોકી લંડન જતી ફ્લાઈટ, દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી | Air India Delhi London F…

પાયલટે ખરા સમયે રોકી લંડન જતી ફ્લાઈટ, દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી | Air India Delhi London F…

11 months ago
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું નિધન, લાંબી બીમારી બાદ 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું નિધન, લાંબી બીમારી બાદ 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

6 months ago
સૈન્ય કાર્યવાહીમાં ઉપયોગી અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હ્યુમનોઇડ રોબોટ ટૂંક સમયમાં હકીકત બનશે | Human…

સૈન્ય કાર્યવાહીમાં ઉપયોગી અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હ્યુમનોઇડ રોબોટ ટૂંક સમયમાં હકીકત બનશે | Human…

1 year ago
ન્યાય ના મળે તો મારી અસ્થિ ગટરમાં વહાવી દેજો..’ પત્નીના ત્રાસથી કંટાળી વધુ એક એન્જિનિયરની આત્મહત્યા …

ન્યાય ના મળે તો મારી અસ્થિ ગટરમાં વહાવી દેજો..’ પત્નીના ત્રાસથી કંટાળી વધુ એક એન્જિનિયરની આત્મહત્યા …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News