gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્ન મુદ્દે વિવાદ, પિતાએ કહ્યું- ‘પાછી આવી જા’, સમાજે કહ્યું- આ સ્વતંત્રત…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્ન મુદ્દે વિવાદ, પિતાએ કહ્યું- ‘પાછી આવી જા’, સમાજે કહ્યું- આ સ્વતંત્રત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Aarti Sangani Love Marriage: હજુ તો કિંજલ દવેના આંતરજ્ઞાતિય યુવક સાથે સગાઈનો મામલો માંડ શાંત પડ્યો છે ત્યાં વધુ એક ગાયક કાલાકારે અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરી લેતા વધુ એક વિવાદને હવા મળી છે. સુરતની જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીએ પરિવારની નારાજગી અવગણીને તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે સાત ફેરા ફરી લીધા છે. જેના કારણે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો આરતીના આ નિર્ણયનો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને સમર્થન આપી પડકાર સાથે નવું જીવન જીવવાની સલાહ આપી રહ્યા છે.

પરિવાર પહેલા કે પ્રેમ!

અહીં એક જ પ્રશ્ન છે કે પરિવાર પહેલા કે પ્રેમ! એક જમાનો હતો જ્યારે ઘરના વડીલ કહે તેમ દીકરીઓ ઢળી જતી, થનારા પતિનું મોઢું પણ ન જોયું હોય તો પણ સ્વીકારી લેતી, પણ હવે જમાનો આધુનિક થઈ ગયો છે. યુવક યુવતીઓ પ્રેમમાં પડે છે, ઘણી વાર પરિવારને જાણ પણ કરે છે પણ નારાજગી હોય તેમ છતાં પ્રેમને પામવા લગ્ન તો કરી જ લે છે. કહે છે જોયું જશે, હાલ યુવક-યુવતીઓ એટલા સમજણા થઈ ગયા છે કે પોતાના જીવન જીવવાનો હક્ક પોતિકા મા-બાપને શીખવી રહ્યા છે. યુવાવસ્થામાં છોકરી/છોકરાને અધિકાર છે જ તેનું મન હોય ત્યાં માંડવો માંડે, પણ ઉછેરી, ભણાવી ગણાવી મોટા કરતાં મા-બાપ રૂઢિગત અને સામાજિક ઢાંચાને વળગી રહે છે. પોતાના દીકરા કે દીકરીના હિતમાં અન્ય સમાજમાં ન જવાની એક અંશે જીદ કરે છે. અને યુવતી સાથે પારિવારિક છેડો ફાડે છે. એ નક્કી કરવું મુશ્કેલ છે કે કોણ સાચું કોણ ખોટું! પરિવારની જીત કે પ્રેમની, સમાજના બંધારણની જીત કે કાયદાની..

મારી સાથે વિશ્વાસઘાત કર્યો, પાછી આવીજા: પિતાનું રુદન

સમાજ, પરિવાર અને જીવનસાથીના આ ચક્રમાં હવે જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણી ફસાઈ છે. તેના પરિવારની વાત કરીએ તો તેના પિતા લેસ પટ્ટીનું કામ એટલે કે સાડીના જોબ વર્કથી પેટિયું રળે છે. તેમને કુલ 5 દીકરીઓ અને એક દીકરો છે. જેમાં આરતી અને તેની બહેન જોડકા છે. જેમાં આરતી નાની છે. જ્યારે 6 ભાઈ બહેનમાં ભાઈ સૌથી નાનો છે. પિતાએ રડતી આંખે દીકરીને ઘરે આવી જવા વિનંતી કરી છે, અને કહ્યું છે કે  જે ભૂલ થઈ હોય ઈ..ઈ ભૂલને સુધારી નાખ. હજી સમય છે અને તું પરત આવી જા, અમે તને સ્વીકારવા તૈયાર છીએ. એણે મને વિશ્વાસ આપ્યો તો કે હું દીકરી નહીં તમારો દીકરો છું. તેણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે!

દેવાંગ ગોહેલ સાથે દોઢેક વર્ષથી પ્રેમ પાંગર્યો

બીજી તરફ આરતી સાંગાણીએ જેની સાથે ભવના ફેરા ફર્યા છે તે દેવાંગ ગોહેલ મૂળ ગોંડલનો રહેવાસી છે અને સિંગર આરતીના કાર્યક્રમમાં તે તબલા વાદક છે, બંને વચ્ચે દોઢેક વર્ષથી પ્રેમની પાંપણો ફૂટી છે. અંતે આરતી અને દેવાંગને પ્રેમ લગ્ન કરી પોતાનો જીવનસાથી બનાવી લીધો, આરતી મૂળ પાટીદાર સમાજમાંથી આવે છે દીકરીએ આ પગલું ભરતા પિતા અને પરિવાર ખૂબ જ નારાજ થયો છે અને દીકરી આરતીને પરત આવી જવા અને ભૂલ સુધારી લેવા આજીજી સાથે અપીલ કરી રહ્યો છે. 

પાટીદાર સમાજ પિતાની પડખે..

હવે વાત આવે છે સમાજની, આરતીએ અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરી લેતા પાટીદાર આગેવાનો પિતાની પડખે ઊભા થયા છે. જેમાં યુવા પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાએ કહ્યું છે કે છેલ્લા 10 દિવસથી દીકરીના માતા-પિતા ખૂબ જ ચિંતામાં છે, પાટીદાર દીકરીએ તેને મળેલી સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કર્યો, તેને જે સન્માન, રૂતબો મળ્યો તેની પાછળ માત્ર તેની મહેનત નહીં પરંતુ તેના માતા-પિતા અને સમાજનો મોટો ફાળો છે. જ્યારે વ્યક્તિ સમાજમાં કોઈ મોટા સ્થાન પર હોય ત્યારે તેને લીધેલા નિર્ણયની સમાજ પર અસર થતી હોય એટલે વિચારીને પગલું ભરવું જોઈએ, અન્ય એક પાટીદાર આગેવાને પણ આરતીના નિર્ણય અંગે બળાપો ઠાલવ્યો છે અને કહ્યું છે કે સોશિયલ મીડિયા દ્વારા એટલું જાણવા મળ્યું છે કે આરતી સાંગાણીને પટેલ સમાજમાંથી બહિષ્કાર કરો, એને પટેલ સમાજના કાર્યક્રમમાં બોલાવો નહીં. પટેલ સમાજના જ્યાં પણ કાર્યક્રમ હોય, ત્યાં જઈને પ્રોગ્રામમાં વિરોધ કરો, પ્રોગ્રામ બંધ કરાવો. આટલો પટેલ સમાજના રોષ છે. 

શું પ્રેમ કરવો કોઈ ગુનો છે?: સિંગર આરતી સાંગાણી

છેલ્લે આરતીએ સોશિયલ મીડિયા પર થઈ રહેલા વિરોધને લઈને મૌન તોડ્યું છે, અને સ્પષ્ટ કર્યું છે કે અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. શું પ્રેમ કરવો કોઈ ગુનો છે?, તમે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ની વાતો કરો છો, તો શું એક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો કોઈ અધિકાર નથી? છેલ્લે કહ્યું કે અમે જે કાર્ય કર્યું છે તેનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને લાગણી દુભાઈ છે, તે બદલ હું તેમની માફી માંગુ છું.  લોકો અમારી આઝાદીથી અને સન્માનપૂર્વક જીવવાના અધિકારને સમજશે.

માતા-પિતાની સહીવાળા કાયદાની તરફેણમાં અનેક સમાજ

આવી ઘટના તમામ સમાજોમાં બને છે એટલે હવે સમાજના અગ્રણીઓ માતા-પિતાની સહીવાળા કાયદાની તરફેણ કરી રહ્યા છે,  પ્રેમલગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત રહે તે માટે સરકારના કાને વાત નાખી રહ્યા છે. જેથી કાયદા સાથે સામાજિક વ્યવસ્થા પણ જળવાય

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી ગોળી ખવડાવતા પીડિતાનું મોત, યુપીની ચોંકાવનારી ઘટના | Noida phy…

પિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી ગોળી ખવડાવતા પીડિતાનું મોત, યુપીની ચોંકાવનારી ઘટના | Noida phy...

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં વ્યાપક અનિયમિતતા અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં વ્યાપક અનિયમિતતા અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ

સાવધાન! આવી રોજિંદી આદતો તમારા હાડકાંને નબળા કરી દેશે, અત્યારથી જ સુધારો | bad lifestyle habits weak bones warning

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

40,000 વસુલવા રેસ્ટોરન્ટમાં બેફામ તોડફોડ કરનાર ચાર હુમલાખોર પકડાયા, ઉઠબેસ કરાવી | Four attackers who…

40,000 વસુલવા રેસ્ટોરન્ટમાં બેફામ તોડફોડ કરનાર ચાર હુમલાખોર પકડાયા, ઉઠબેસ કરાવી | Four attackers who…

11 months ago
અમદાવાદ: માણેકચોકમાં ધોળા દિવસે વેપારીની બેગની ચેન ખોલી ₹9.61 લાખના દાગીનાની ચોરી, ઘટના CCTV કેમેરામ…

અમદાવાદ: માણેકચોકમાં ધોળા દિવસે વેપારીની બેગની ચેન ખોલી ₹9.61 લાખના દાગીનાની ચોરી, ઘટના CCTV કેમેરામ…

2 months ago
બલદાણા પાસે રૂા. 1.79 કરોડનો દારૂ ભરેલી ટ્રક સાથે બે શખ્સ ઝડપાયા | Two people arrested with a truck …

બલદાણા પાસે રૂા. 1.79 કરોડનો દારૂ ભરેલી ટ્રક સાથે બે શખ્સ ઝડપાયા | Two people arrested with a truck …

11 months ago
નવ દિવસનું ‘વેકેશન’ માણવા ચાર રજાઓની અરજીઓનો ઢગલો, સરકારી કર્મીઓમાં હોટ ટોપિક | government employees…

નવ દિવસનું ‘વેકેશન’ માણવા ચાર રજાઓની અરજીઓનો ઢગલો, સરકારી કર્મીઓમાં હોટ ટોપિક | government employees…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News