
– કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવું જોઇએ : શશિ થરૂર
– ગાંધીના હત્યારા ગોડસેની વિચારધારામાંથી કોંગ્રેસને કંઇ શીખવાની જરૂર નથી : વખાણ બાદ હવે દિગ્વિજયે ટીકા કરી
– કેરળમાં કોંગ્રેસે રાષ્ટ્રગીત ગાવામાં ભૂલ કરી નાખી
– રાહુલે દિગ્વિજયને ઠપકો આપ્યો હોવાના અહેવાલ
નવી દિલ્હી: કોંગ્રેસના વરીષ્ઠ નેતા દિગ્વિજયસિંહે આરએસએસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરીને વિવાદ છેડયો હતો, હવે આ મુદ્દે કોંગ્રેસમાં બે ફાટા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના અન્ય વરીષ્ઠ નેતા શશિ થરૂરે કહ્યું છે કે તેઓ સંગઠનને મજબૂત બનાવવાની દિગ્વિજયસિંહની વાત સાથે સંમત છે.










