gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઠાકોર સમાજની પહેલ: લગ્નમાં ડીજે અને સનરૂફ કાર પર પ્રતિબંધ, ગેનીબહેન ઠાકોરે લેવડાવ્યા શપથ | Thakor Co…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
ઠાકોર સમાજની પહેલ: લગ્નમાં ડીજે અને સનરૂફ કાર પર પ્રતિબંધ, ગેનીબહેન ઠાકોરે લેવડાવ્યા શપથ | Thakor Co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

No More Luxury Spending: બનાસકાંઠાના ઓગાડમાં આગામી 4 જાન્યુઆરીએ યોજાનારા ઠાકોર સમાજના ભવ્ય મહાસંમેલન પહેલા પાટણમાં ઠાકોર સમાજ દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. ઠાકોર સમાજની મળેલી મહત્ત્વપૂર્ણ બેઠકમાં સામાજિક કુરિવાજોને ડામવા અને દેખાડા પાછળ થતાં ખર્ચને રોકવા માટે 16 નવા નિયમો સાથેનું સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું છે.

નવા બંધારણના મુખ્ય 16 નિયમો અને નિર્ણયો

સમાજના ઉત્થાન માટે ઘડાયેલા આ બંધારણમાં લગ્ન, મરણ અને અન્ય પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા અને સનરૂફ ધરાવતી મોંઘી ગાડીઓ લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સગાઈ, લગ્ન અને મરણ પ્રસંગોમાં થતા ભપકાદાર ખર્ચને ઘટાડીને તે નાણાં શિક્ષણ પાછળ ખર્ચવા હાકલ કરવામાં આવી છે.
ઠાકોર સમાજની પહેલ: લગ્નમાં ડીજે અને સનરૂફ કાર પર પ્રતિબંધ, ગેનીબહેન ઠાકોરે લેવડાવ્યા શપથ 2 - image

જાણો બંધારણમાં કયા નિયમો ઘડાયા? 

સગાઈમાં મર્યાદિત સંખ્યા
સગાઈના પ્રસંગમાં વર અને કન્યા પક્ષ તરફથી કુલ મળીને માત્ર 21 વ્યક્તિઓ જ હાજર રહી શકશે.

સગાઈની ભેટ
સગાઈમાં ભેટ તરીકે માત્ર 1 રૂપિયો રોકડો, નાળિયેર અને એક જોડી કપડાં જ આપવાના રહેશે.

લગ્નનો સમયગાળો
આખા વર્ષમાં માત્ર બે માસ (મહા અને વૈશાખ સુદ 1થી 15) દરમિયાન જ લગ્નપ્રસંગો યોજી શકાશે.

જાનની મર્યાદા
લગ્નમાં જાનની સંખ્યા વધુમાં વધુ 100 વ્યક્તિઓ સુધી જ સીમિત રાખવાની રહેશે.

વાહનોની સંખ્યા
જાનમાં મહત્તમ 11 વાહનો જ લઈ જઈ શકાશે.

બાળકોની ગણતરી
જાનની સંખ્યા ગણતી વખતે 10 વર્ષથી ઉપરના તમામ બાળકોને પણ પુખ્ત વ્યક્તિ તરીકે જ ગણવામાં આવશે.

ગાડીઓ પર પ્રતિબંધ
જાનમાં સનરૂફવાળી ગાડીઓ લાવવી કે ગાડીઓની લાંબી કતારો કરી રસ્તો રોકવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

સંગીતની મર્યાદા
પ્રસંગમાં DJ કે મોટા લાઉડસ્પીકરના બદલે માત્ર 2 ઢોલ અને શરણાઈ વગાડવાની જ પરવાનગી રહેશે.

જૂની પ્રથાઓની નાબૂદી
લગ્ન લખવાની પ્રથા, ઢૂંઢ અને ઓઢમણા જેવી જૂની અને ખર્ચાળ પ્રથાઓ સદંતર બંધ કરવામાં આવશે.

હલદી રસમ પર નિયંત્રણ
હલ્દી રસમ (પીઠી) અને તેવા અન્ય ભપકાદાર પ્રસંગો કરવા પર પ્રતિબંધ રહેશે.

જમણવારનું મેનુ
જમણવારમાં વાનગીઓની સંખ્યા મર્યાદિત રાખવી અને મીઠાઈમાં માત્ર એક જ પ્રકારની મીઠાઈ પીરસવી.

મામેરાના નિયમો
મામેરામાં મોંઘા દાગીના લાવવાને બદલે 11,000થી 1,51,000 રૂપિયા સુધીનું રોકડ ઓઢામણું કરવું.

મરણપ્રસંગની સાદગી
મરણપ્રસંગ પછીના ભોજનમાં માત્ર ખીચડી અને કઢી જ બનાવવાની મર્યાદા રાખવી.

જન્મદિવસની ઉજવણી
જન્મદિવસ પાછળ થતો બિનજરૂરી ખર્ચ રોકી, તે રકમ શૈક્ષણિક સંસ્થા અથવા લાઇબ્રેરીમાં દાન કરવી.

નશાબંધી
કોઈપણ સામાજિક કે કૌટુંબિક પ્રસંગમાં દારૂ કે અન્ય કોઈપણ પ્રકારના નશાકારક પદાર્થોના ઉપયોગ પર સખત પ્રતિબંધ રહેશે.

ભાગીને લગ્ન કરનારનો બહિષ્કાર

સમાજના નીતિ-નિયમો વિરુદ્ધ કરેલા મૈત્રી કરાર કે ભાગીને કરેલા પ્રેમ-લગ્નને સમાજ દ્વારા માન્યતા આપવામાં આવશે નહીં. સમાજની મર્યાદા નેવે મૂકીને ભાગીને લગ્ન કરનારા યુગલોને સમાજ ક્યારેય સ્વીકારશે નહીં તેવો કડક નિર્ણય લેવાયો છે. આ બંધારણના ચુસ્ત અમલ માટે તાલુકા અને ગ્રામ્ય સ્તરે સંકલન સમિતિઓની રચના કરવામાં આવશે.

સાંસદ ગેનીબેન ઠાકોરે લેવડાવ્યા શપથ

આ બેઠકમાં ખાસ ઉપસ્થિત બનાસકાંઠાના સાંસદ ગેનીબહેન ઠાકોરે નવા સામાજિક બંધારણનું વાંચન કર્યું હતું. તેમણે ઉપસ્થિત સમાજના અગ્રણીઓને આ નિયમોનું પાલન કરવા માટેના શપથ લેવડાવ્યા હતા. આ બંધારણ બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ સહિતના ત્રણ જિલ્લાના 27 તાલુકાઓને લાગુ પડશે.

4 જાન્યુઆરીએ ઓગાડ ખાતે મહાસંમેલન

આ સામાજિક સુધારાની લહેર વચ્ચે આગામી 4 જાન્યુઆરીએ બનાસકાંઠાના ઓગાડ ખાતે ઠાકોર સમાજનું વિશાળ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં 40 હજારથી વધુ લોકો એકઠા થવાની સંભાવના છે. દરેક ગામમાંથી 50થી 200 જેટલા આગેવાનોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સાધુ-સંતો, બુદ્ધિજીવીઓ અને વિવિધ સંગઠનોના હોદ્દેદારો હાજરી આપશે.

નોંધનીય છે કે અગાઉ રાધનપુરના મહેમદાવાદ ગામે પણ આ પ્રકારે ખર્ચાળ રિવાજો બંધ કરવાનો નિર્ણય લીધો હતો, જેનાથી પ્રેરાઈને હવે સમગ્ર સમાજ આ દિશામાં આગળ વધી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…
GUJARAT

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…

May 12, 2026
વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …
GUJARAT

વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

May 12, 2026
માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…
GUJARAT

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

May 12, 2026
Next Post
2026ના પહેલા જ દિવસે ભારત-પાકિસ્તાને નિભાવી 35 વર્ષ જૂની પરંપરા, એકબીજાને સોંપી મહત્ત્વની યાદી | Ind…

2026ના પહેલા જ દિવસે ભારત-પાકિસ્તાને નિભાવી 35 વર્ષ જૂની પરંપરા, એકબીજાને સોંપી મહત્ત્વની યાદી | Ind...

જામનગરમાં યુવતીનું અપહરણ કરી જનાર શખ્સના પિતા સહિત 3 શખ્સો દ્વારા યુવતિના માતા-પિતાને ધમકી અપાતાં પો…

જામનગરમાં યુવતીનું અપહરણ કરી જનાર શખ્સના પિતા સહિત 3 શખ્સો દ્વારા યુવતિના માતા-પિતાને ધમકી અપાતાં પો...

2026માં 5 રાજ્યોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી, ભાજપ માટે મોકો અને વિપક્ષ માટે પડકાર | Assembly election…

2026માં 5 રાજ્યોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી, ભાજપ માટે મોકો અને વિપક્ષ માટે પડકાર | Assembly election...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોળીના તહેવારને જોતા રેલવે આપી ખુશખબર, પશ્ચિમ રેલવેએ 12 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવ્યા | Weste…

હોળીના તહેવારને જોતા રેલવે આપી ખુશખબર, પશ્ચિમ રેલવેએ 12 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવ્યા | Weste…

3 months ago
વેરિફિકેશનમાં અડધાથી વધુ મતદારે દસ્તાવેજો રજુ નહીં કરવા પડે : પંચ

વેરિફિકેશનમાં અડધાથી વધુ મતદારે દસ્તાવેજો રજુ નહીં કરવા પડે : પંચ

8 months ago
ખેડાના પીજથી ગ્રામીણ ટીવીનો થયો હતો પ્રારંભ, અમદાવાદથી થયો હતો સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગનો સૂર્યોદય | k…

ખેડાના પીજથી ગ્રામીણ ટીવીનો થયો હતો પ્રારંભ, અમદાવાદથી થયો હતો સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગનો સૂર્યોદય | k…

9 months ago
મોદી-પુતિન વચ્ચે મુલાકાત પહેલા 3 દેશના રાજદ્વારીનો વિવાદ, ભારતે કહ્યું, ‘ત્રીજો દેશ ન બોલે’ | What E…

મોદી-પુતિન વચ્ચે મુલાકાત પહેલા 3 દેશના રાજદ્વારીનો વિવાદ, ભારતે કહ્યું, ‘ત્રીજો દેશ ન બોલે’ | What E…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News