gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સરકારને બખંબખાં : ડિસેમ્બરમાં રૂ.1.75 લાખ કરોડ GST | A blow to the government: Rs 1 75 lakh crore GS…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in Business
0 0
0
સરકારને બખંબખાં : ડિસેમ્બરમાં રૂ.1.75 લાખ કરોડ GST | A blow to the government: Rs 1 75 lakh crore GS…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કોમર્શિયલ ગેસના સિલિન્ડરમાં રૂ.111નો ”નજીવો” વધારો !!

– નવે.માં જીએસટી કલેકશન રૂ. 1.70 લાખ કરોડ હતું : દિલ્હી, બિહાર, મ.પ્ર,  તમિલનાડુ સહિત 17 રાજ્યોનું નેગેટિવ જીએસટી કલેકશન ચિંતાજનક

– દિલ્હીમાં એક કિલોલીટર એટીએફનો

– ભાવ 7353 ઘટીને 92,323 

નવી દિલ્હી : ૨૦૨૬ના પહેલા જ મહિનામાં સરકારની તિજોરી છલકાઈ ગઈ છે. ડિસેમ્બરમાં દેશનું કુલ જીએસટી કલેકશન ૬.૧ ટકા વધીને રૂ. ૧.૭૪ લાખ કરોડ થયું છે. આમ તેમા ગયા મહિનાની તુલનાએ ૬.૧ ટકાનો વધારો થયો છે. આ વધારો ટેક્સ કટના લીધે સ્થાનિક વ્યવહારોમાંથી થતી આવકમાં ઘટાડો થયો હોવા છતાં થયો છે. ગયા વર્ષના સમાન સમયગાળા ડિસેમ્બર ૨૦૨૪માં કુલ જીએસટી કલેકશન રૂ. ૧.૬૪ લાખ કરોડ થયું હતું. બીજી બાજુ  કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરનાં ભાવમાં ૧૧૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ વૈશ્વિક સ્તરે ઇંધણનાં ભાવને ધ્યાનમાં રાખી માસિક મૂલ્ય સંશેધનને અમલમાં મૂક્યો છે. જ્યારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) એટલે કે વિમાન ઇંધણના ભાવમાં આજે ૭.૩ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે .

જીએસટીમાં નોંધપાત્ર ઘટાડો અમલી આવ્યાના પ્રથમ મહિના નવેમ્બર ૨૦૨૫માં જીએસટી કલેકશન રૂ. ૧.૭૦ લાખ કરોડ રહ્યુ હતુ. ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન સ્થાનિક વ્યવહારોથી કુલ આવક ૧.૨ ટકા વધીને રૂ. ૧.૨૨ લાખ કરોડથી વધારે થઈ હતી. જ્યારે આયાતી માલસામગ્રીનું મૂલ્ય ૧૯.૭ ટકા વધી રૂ. ૫૧,૯૭૭ કરોડ થયું હતું. આના કારણે કુલ જીએસટી આવક રૂ. ૧.૭૪ લાખ કરોડ થઈ હતી. 

રિફંડ ૩૧ ટકા વધીને ડિસેમ્બરમાં રૂ. ૨૮,૯૮૦ કરોડ થયા હતા. જ્યારે ચોખ્ખું જીએસટી કલેકશન વાર્ષિક ધોરણે બે ટકા વધી રૂ. ૧.૪૫ લાખ કરોડ થયું હતું. કેન્દ્રે ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ૩૭૫ ચીજવસ્તુઓ પર જીએસટીમાં ઘટાડો કર્યો હતો. તેના કારણે માલસામગ્રી વધુ સસ્તી થઈ હતી. સરકારે જીએસટી રેટને પણ રેશનલાઇઝ્ડ કરતાં ફક્ત બે જ દર પાંચ અને ૧૮ ટકાનો સ્લેબ જ રાખ્યો છે. આ પહેલા ૫,૧૨,૧૮ અને ૨૮ એમ ચાર સ્લેબ રાખ્યા હતા. જ્યારે ૪૦ ટકાનો અલગ સ્લેબ ફક્ત અલ્ટ્રા લક્ઝરી ચીજવસ્તુઓ અને સીન ગૂડ માટે છે. 

ડેલોઇટ ઇન્ડિયાના પાર્ટનર એમએસ મનીએ જણાવ્યું હતું કે સરકારે કરેલા દર ઘટાડાના કારણે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ છ મહિના દરમિયાન નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી શકે છે. તેમણે તે વાત ચિંતાજનક ગણાવી હતી કે દિલ્હી, હિાર, મધ્યપ્રદેશ, તેલંગણા, તમિલનાડુ સહિત ૧૭ રાજ્યોએ જીએસટી કલેકશનમાં નકારાત્મક વૃદ્ધિ નોંધાવી હતી. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને હરિયાણાએ એક અંકી દરમાં વૃદ્ધિ નોંધાવી હતી. બહુ ઓછા રાજ્યોએ હકારાત્મક વૃદ્ધિદર નોંધાવ્યો હતો.  ગ્રાન્ટ થોર્નટનના ભારત પાર્ટનર એન્ડ ટેક્સ કોન્ટ્રોવર્સી મેનેજમેન્ટ લીડરના મનોજ મિશ્રાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને હરિયાણાના મજબૂત પ્રદાનના કારણે આવકમાં વૃદ્ધિ જળવાયેલી રહી હતી. 

દરમિયાનમાં સરકારી માલિકીના ઇંધણ રિટેલરોના જણાવ્યા અનુસાર દિલ્હીમા એક કિલોલીટર એટીએફનો ભાવ ૭૩૫૩ રૂપિયા (૭.૩ ટકા) ઘટીને ૯૨,૩૨૩ રૂપિયા થયો છે. આ અગાઉ સળંગ ત્રણ મહિને એટીએફના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. 

આ અગાઉ એક ડિસેમ્બરે એક કિલોલીટર એટીએફના ભાવમાં ૫૧૩૩ રૂપિયા (૫.૪ ટકા)નો વધારો કરવામાં આવ્યો હતો. તેની પહેલા એક નવેમ્બરે ૧ ટકા તથા ૧ ઓક્ટોબરે ૩.૩ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. 

એટીએફના ભાવ ઘટવાને કારણે એરલાઇન્સના આર્થિક બોજમાં ઘટાડો થશે કારણકે એરલાઇનના કુલ ખર્ચ પૈકી ૪૦ ટકા ખર્ચ ઇંધણ પાછળ થાય છે. 

બીજી તરફ હોટેલ અને રેસ્ટોરન્ટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ૧૯ કીલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ૧૧૧ રૂપિયા વધીને ૧૬૯૧.૫૦ રૂપિયા થઇ ગયો છે. 

સળંગ બે મહિને ઘટાડો કરવામાં આવ્યા પછી ચાલુ મહિને કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે જૂન પછી કોમર્શિયલ એલપીજીનો ભાવ મહત્તમ સ્તરે પહોંચી ગયો છે. 

ઉલ્લેખનીય છે કે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દર મહિનાની પહેલી તારીખે આંતરરાષ્ટ્રીય ભાવને ધ્યાનમાં રાખી એટીએફ અને એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે. 

પેટ્રોલ અને ડીઝલ તથા ડોમેસ્ટિક એલપીજીના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ | …
Business

મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ | …

April 1, 2026
ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF | From oil to grains everything will become more exp…
Business

ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF | From oil to grains everything will become more exp…

April 1, 2026
ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…
Business

ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…

April 1, 2026
Next Post
બગદાણાના યુવક પર હુમલાના કેસ મામલે મહિલા પીઆઇ ડાંગરની બદલી | Female PI Dangar transferred in connect…

બગદાણાના યુવક પર હુમલાના કેસ મામલે મહિલા પીઆઇ ડાંગરની બદલી | Female PI Dangar transferred in connect...

ગાજણવાવ ગામમાં ધોળા દિવસે ચોરી કરતો તસ્કર ઝડપાયો | Smuggler caught stealing in broad daylight in Gaj…

ગાજણવાવ ગામમાં ધોળા દિવસે ચોરી કરતો તસ્કર ઝડપાયો | Smuggler caught stealing in broad daylight in Gaj...

સાસ્તાપુર પાટિયાની નજીક ડમ્પરે ટક્કર મારતા બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by dumper n…

સાસ્તાપુર પાટિયાની નજીક ડમ્પરે ટક્કર મારતા બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by dumper n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યાત્રાધામ અંબાજી અને ચોટીલા મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો, જાણો ક્યારે થશે ઘટ સ્થાપન…

યાત્રાધામ અંબાજી અને ચોટીલા મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો, જાણો ક્યારે થશે ઘટ સ્થાપન…

6 months ago
મહેસાણાના વિજાપુરમાં અંધશ્રદ્ધાનો ક્રૂર ચહેરો: ચારિત્ર્ય પર શંકા રાખી પરિણીતાને ઉકળતા તેલમાં હાથ નંખ…

મહેસાણાના વિજાપુરમાં અંધશ્રદ્ધાનો ક્રૂર ચહેરો: ચારિત્ર્ય પર શંકા રાખી પરિણીતાને ઉકળતા તેલમાં હાથ નંખ…

6 months ago
રાશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે! દર 5 વર્ષે આ કામ જરૂર કરજો નહીંતર કોઈ લાભ નહીં મળે | ration card hol…

રાશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે! દર 5 વર્ષે આ કામ જરૂર કરજો નહીંતર કોઈ લાભ નહીં મળે | ration card hol…

8 months ago
અમદાવાદમાં 43 લાખના વિદેશી દારૂ સાથેનું ટેન્કર ઝડપાયું, કડક પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ | PCB polic…

અમદાવાદમાં 43 લાખના વિદેશી દારૂ સાથેનું ટેન્કર ઝડપાયું, કડક પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ | PCB polic…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News