gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં દેખાવો હિંસક બન્યા : 3નાં મોત, 118ની ધરપકડ | Protests turn violent in …

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in INDIA
0 0
0
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં દેખાવો હિંસક બન્યા : 3નાં મોત, 118ની ધરપકડ | Protests turn violent in …
3
VIEWS
Share on FacebookShare on Twitter

– વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ સેંકડો લોકો રસ્તા પર

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં દેખાવો હિંસક બન્યા : 3નાં મોત, 118ની ધરપકડ 2 - image

– હિંસાના સમયમાં આંખ મિંચીને બેસી રહી શકીએ નહીં, હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય દળો તૈનાત કરો : કલકત્તા હાઈકોર્ટ

કોલકાતા : વક્ફ સુધારા કાયદાનો દેશભરમાં અમલ શરૂ થઈ ગયો છે ત્યારે મુસ્લિમોએ વક્ફ કાયદાનો વિરોધ ચાલુ રાખ્યો છે. પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદાના વિરોધમાં મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં દેખાવો થયા હતા, જેમાં મુર્શિદાબાદમાં દેખાવો હિંસક બન્યા હતા, જેમાં ત્રણ લોકોનાં મોત થયા છે અને પોલીસ કર્મચારીઓ સહિત અનેક લોકોને ઈજા પહોંચી છે. હિંસક દેખાવો સામે લાલ આંખ કરતા કોલકાતા હાઈકોર્ટે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય દળો નિયુક્ત કરવા આદેશ આપ્યો છે. બીજીબાજુ મુખ્યમંત્રી મમતા બેનરજીએ શનિવારે મુસ્લિમોને ખાતરી આપી હતી કે વક્ફ સુધારા કાયદાનો પશ્ચિમ બંગાળમાં અમલ નહીં થાય.

પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. મુસ્લિમ બહુમતી ધરાવતા મુર્શિદાબાદ જિલ્લાના શમશેરગંજ વિસ્તારમાં એક ઘરમાં પિતા-પુત્રના લોહીથી લથબથ મૃતદેહો મળ્યા હતા. તેમના શરીર પર અનેક જગ્યા પર ઈજાના નિશાન હતા. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે હિંસા કરનારા લોકોએ પિતા-પુત્રની હત્યા કરતા પહેલાં ઘરમાં લૂંટ ચલાવી હતી. 

બીજીબાજુ ધુલિયાનમાં પણ દેખાવો હિંસક બન્યા હતા, જેમાં હિંસા કરનારાઓએ અનેક ઘરોમાં લૂંટ ચલાવી હતી. વધુમાં ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું. મુર્શિદાબાદના સૂતી અને શમસેરગંજ વિસ્તારોમાં મોટાપાયે હિંસા ફેલાઈ હતી.

જોકે, મુર્શિદાબાદમાં હિંસા ફેલાયા બાદ પોલીસે શનિવારે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં અનેક પ્રતિબંધો મૂકી દીધા હતા અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ હતી. આ સાથે પોલીસે ૧૧૮થી વધુ લોકોની ધરપકડ કરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસીને વધુ લોકોની ધરપકડ કરી રહી છે. આ સિવાય અધિક પોલીસ મહાનિદેશક જાવેદ શમીમે કહ્યું કે સ્થાનિક પોલીસ ગોળીબારની ઘટનામાં સામેલ નહીં હોય. સંભવત: બીએસએફ તરફથી આ કાર્યવાહી કરાઈ હશે. 

બીજીબાજુ મુર્શિદાબાદમાં ફેલાયેલી હિંસા સામે કલકત્તા હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે શનિવારે મુર્શિદાબાદના હિંસાગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક અસરથી કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવા આદેશ આપ્યો છે. પશ્ચિમ બંગાળમાં નેતા વિપક્ષ સુવેન્દુ અધિકારીએ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય સુરક્ષા દળો ગોઠવવાની માગ કરતા હાઈકોર્ટમાં અરજી કરી હતી. ન્યાયાધીશ સૌમેન સેન અને ન્યાયાધીશ રાજા બસુ ચૌધરીની વિશેષ બેન્ચે કહ્યું કે, હાઈકોર્ટ આવા સંજોગોમાં આંખ મિંચીને બેસી રહી શકે નહીં. મુર્શિદાબાદમાં શાંતિ પાછી લાવવી અને બધાનું રક્ષણ કરવું એ હાઈકોર્ટનો મુખ્ય આશય છે. હિંસા માટે દોષિત લોકોની તાત્કાલિક ઓળખ કરવામાં આવે તેમ પણ હાઈકોર્ટે કહ્યું હતું. સુનાવણી સમયે સુવેન્દુ અધિકારીના વકીલે કહ્યું કે, રાજ્યમાં સ્થિતિ ઘણી જ ગંભીર છે અને રાજ્ય સરકાર બીએસએફને કામ કરવા દેતી નથી. તેથી મુર્શિદાબાદમાં તાત્કાલિક કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરવાની જરૂર છે.

દરમિયાન મુર્શિદાબાદ સહિત રાજ્યમાં અનેક જગ્યાએ ફેલાયેલી હિંસા વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનરજીએ લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, તેઓ વક્ફ સુધારા કાયદાની તરફેણ નથી કરતા. પશ્ચિમ બંગાળમાં વક્ફ સુધારા કાયદો લાગુ નહીં થાય. તો પછી રાજ્યમાં હિંસા શા માટે થાય છે? તેમણે લોકોને અપીલ કરી કે બધા જ ધર્મના લોકોને શાંત રહેવા મારી નમ્ર વિનંતી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…
INDIA

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…

May 13, 2026
મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…
INDIA

મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…

May 13, 2026
તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…
INDIA

તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…

May 13, 2026
Next Post
કર્ણાટકના હુબલીથી રાજકોટ- મોરબીમાં ઘુસાડાતો 59 લાખના દારૂ સાથે ટ્રક ઝબ્બે | Truck with liquor worth …

કર્ણાટકના હુબલીથી રાજકોટ- મોરબીમાં ઘુસાડાતો 59 લાખના દારૂ સાથે ટ્રક ઝબ્બે | Truck with liquor worth ...

ધી મેટ્રિક્સ પ્રેરિત માઉસ બ્રેન મેપએ ન્યુરોસાયન્સમાં કમાલ સર્જી | The Matrix inspired mouse brain ma…

ધી મેટ્રિક્સ પ્રેરિત માઉસ બ્રેન મેપએ ન્યુરોસાયન્સમાં કમાલ સર્જી | The Matrix inspired mouse brain ma...

‘અ’સલામત સવારીઃ જામનગર ડિવિઝનમાં 257 પૈકી 99 ST બસ અતિ ખખડધજ | Unsafe ride: 99 out of 257 ST buses i…

'અ'સલામત સવારીઃ જામનગર ડિવિઝનમાં 257 પૈકી 99 ST બસ અતિ ખખડધજ | Unsafe ride: 99 out of 257 ST buses i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વીડિયા વાયરલ કરવાની ધમકી આપી બળજબરી કરી | Forced by threatening to make the video viral

વીડિયા વાયરલ કરવાની ધમકી આપી બળજબરી કરી | Forced by threatening to make the video viral

1 year ago
NMACC દ્વારા ન્યૂયોર્કમાં થશે ‘ઈન્ડિયા વીકેન્ડ’નું આયોજન, ગરબાથી લઈને શાસ્ત્રીય સંગીત થકી ભારતીય સંસ…

NMACC દ્વારા ન્યૂયોર્કમાં થશે ‘ઈન્ડિયા વીકેન્ડ’નું આયોજન, ગરબાથી લઈને શાસ્ત્રીય સંગીત થકી ભારતીય સંસ…

12 months ago
‘ભારત શું કરશે, તે તમારે કહેવાની જરૂર નથી’ ટ્રમ્પના દાવા પર શશિ થરૂર ભડક્યા | Shashi Tharoor Slams U…

‘ભારત શું કરશે, તે તમારે કહેવાની જરૂર નથી’ ટ્રમ્પના દાવા પર શશિ થરૂર ભડક્યા | Shashi Tharoor Slams U…

7 months ago
‘મને ગાળો આપી, મારવા માટે ચંપલ ઉઠાવી…’, લાલુ યાદવના પુત્રી રોહિણીનો ગંભીર આરોપ | Bihar Politics Sh…

‘મને ગાળો આપી, મારવા માટે ચંપલ ઉઠાવી…’, લાલુ યાદવના પુત્રી રોહિણીનો ગંભીર આરોપ | Bihar Politics Sh…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News