gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડની છેતરપિંડી, ચીની કનેક્શન ખુલ્યું; 12ની ધ…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડની છેતરપિંડી, ચીની કનેક્શન ખુલ્યું; 12ની ધ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cyber Crime News: અમદાવાદના સાયબર ક્રાઈમના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે. જેમાં એક 82 વર્ષીય વૃદ્ધને ત્રણ અઠવાડિયા સુધી ‘ડિજિટલ અરેસ્ટ’માં રાખીને ભેજાબાજોએ ₹7.12 કરોડ પડાવી લીધા છે. આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સંકળાયેલા 12 આરોપીઓની ધરપકડ કરી છે.

કેવી રીતે રચાયું ષડયંત્ર?

આ છેતરપિંડીની શરૂઆત 4 ડિસેમ્બરે થઈ હતી. વૃદ્ધને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં સામેની વ્યક્તિએ પોતે TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા) નો અધિકારી હોવાનું જણાવી ધમકી આપી હતી. ઠગોએ કહ્યું કે વૃદ્ધના આધાર કાર્ડનો ઉપયોગ કરીને સેલિબ્રિટીઓને અશ્લીલ વીડિયો મોકલવામાં આવ્યા છે અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ છે.

ત્યારબાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનીને અન્ય ઠગોએ વીડિયો કોલ કર્યો. તેમણે નરેશ ગોયલ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં વૃદ્ધનું નામ હોવાનું કહી ૨ કરોડના ગેરકાયદે વ્યવહારના નકલી પુરાવા બતાવ્યા હતા.
અમદાવાદમાં 82 વર્ષના વૃદ્ધને 'ડિજિટલ અરેસ્ટ' કરી 7.12 કરોડની છેતરપિંડી, ચીની કનેક્શન ખુલ્યું; 12ની ધરપકડ 2 - image

નકલી કોર્ટ અને 24 કલાક ડિજિટલ અરેસ્ટ

ભોગ બનનાર વૃદ્ધને વિશ્વાસમાં લેવા માટે ઠગોએ હદ વટાવી દીધી હતી. વૃદ્ધને વોટ્સએપ પર એક નકલી ઓનલાઈન કોર્ટની સુનાવણીમાં હાજર રખાયા, જ્યાં એક વ્યક્તિ સુપ્રીમ કોર્ટના જજ બનીને બેઠો હતો. તેમને 24 કલાક વોટ્સએપ વીડિયો કોલ ચાલુ રાખવા મજબૂર કરી ઘરમાં જ કેદ (ડિજિટલ અરેસ્ટ) કરી દેવાયા. CBI, RBI, ED અને ઇન્ટરપોલના લોગોવાળા નકલી પત્રો અને ધરપકડ વોરંટ મોકલીને તેમને જેલ અને બદનામીનો ડર બતાવવામાં આવ્યો હતો.

₹7.12 કરોડ પડાવ્યા અને ક્રિપ્ટોમાં ટ્રાન્સફર કર્યા

16 થી 26 ડિસેમ્બર દરમિયાન, તપાસના નામે વૃદ્ધ પાસેથી તેમના બેંક ખાતા, પ્રોપર્ટી અને ડિમેટ એકાઉન્ટની વિગતો મેળવી લેવાઈ. ‘વેરિફિકેશન’ પછી પૈસા પરત મળી જશે તેવા ખોટા વિશ્વાસ સાથે વૃદ્ધે ₹7.12 કરોડ આરટીજીએસ (RTGS) અને ચેક દ્વારા ઠગોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

કંબોડિયા અને ચીન સાથે કનેક્શન

જ્યારે પૈસા પરત ન મળ્યા ત્યારે વૃદ્ધે સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઈમની તપાસમાં જાણવા મળ્યું કે આ કૌભાંડ કંબોડિયાથી ચાલતા ચીની સાયબર ક્રાઈમ સિન્ડિકેટ સાથે જોડાયેલું છે. ધરપકડ કરાયેલા 12 આરોપીઓ અમદાવાદ અને સુરતના છે, જેઓ કમિશન મેળવી પોતાના બેંક ખાતા ઠગોને વાપરવા આપતા હતા. છેતરપિંડીની રકમ ટેલિગ્રામ ચેનલો દ્વારા USDT (ક્રિપ્ટોકરન્સી) માં ફેરવીને વિદેશ મોકલી દેવામાં આવતી હતી. પોલીસને તપાસમાં 238 જેટલા ‘મ્યુલ’ (ભાડે રાખેલા) બેંક ખાતાઓ મળી આવ્યા છે.

અમદાવાદ સાયબર ક્રાઈમે આ કેસમાં છેતરપિંડી, ઓળખની ચોરી અને ગુનાહિત કાવતરા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 16 મોબાઈલ ફોન અને રોકડ જપ્ત કરી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓ 

1. દશરથભાઈ જીવાભાઈ નાયક (44), રિક્ષા ચાલક, રહેવાસી: વેજલપુર, અમદાવાદ 

2. બ્રિજેશ ઉર્ફે અક્ષય ભરતભાઈ શાહ (38), રિક્ષા ચાલક, રહેવાસી: વેજલપુર, અમદાવાદ 

3. હિતેન્દ્ર વિનોદભાઈ સોલંકી (39), ડ્રાઈવર, રહેવાસી: વેજલપુર, અમદાવાદ 

4. વિજયકુમાર ગૃહપ્રસાદ કોરી (44), ખાનગી નોકરી, રહેવાસી: સરદારનગર, અમદાવાદ

5. નયન ઉર્ફે ગોવિંદભાઈ હિંસુ (પટેલ) (42), ખાનગી નોકરી, રહેવાસી: નિકોલ, અમદાવાદ 

6. જલદીપભાઈ રમેશભાઈ ડાખરા (32), વ્યવસાય (માર્કેટિંગ), રહેવાસી: સુરત 

7. રોહન કિશોરભાઈ પટેલ (24), વ્યવસાય, રહેવાસી: સુરત 

8. સુનીલભાઈ બાબુભાઈ ધામેચા (28), વ્યવસાય, રહેવાસી: સુરત 

9. જનકકુમાર ઉર્ફે જય ભીખાભાઈ ગધાદરા (30), વ્યવસાય, રહેવાસી: સુરત 

10. રાહુલ કાનજીભાઈ મોરડીયા (પટેલ) (33), વ્યવસાય, રહેવાસી: સુરત 

11. અનિલભાઈ શામજીભાઈ મોરડીયા (પટેલ) (41), લેબર કોન્ટ્રાક્ટર (મજૂર કોન્ટ્રાક્ટર), રહેવાસી: સુરત 

12. અનિકેત મહેશભાઈ ધોળા (પટેલ), વ્યવસાય, રહેવાસી: સુરત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
ચેતજો! અમદાવાદમાં વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ, 40 લાખનો મુદ્દામાલ જપ્ત | Ahmedabad News F…

ચેતજો! અમદાવાદમાં વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ, 40 લાખનો મુદ્દામાલ જપ્ત | Ahmedabad News F...

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો અને RPF જવાનો વચ્ચે ઉગ્ર ઘર્ષણ, પોલીસે લાઠીચાર્જ કર્યો…

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો અને RPF જવાનો વચ્ચે ઉગ્ર ઘર્ષણ, પોલીસે લાઠીચાર્જ કર્યો...

વડોદરામાં બ્રિજ નીચે અડીંગો જમાવનારા શ્રમજીવીઓ અને ભિક્ષુકોને કોર્પોરેશન દ્વારા હટાવ્યા | corporatio…

વડોદરામાં બ્રિજ નીચે અડીંગો જમાવનારા શ્રમજીવીઓ અને ભિક્ષુકોને કોર્પોરેશન દ્વારા હટાવ્યા | corporatio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂડ તેલમાં ચાર ટકાનો કડાકો : સોનામાં રૂ. 3000, ચાંદીમાં 10000નો ઉછાળો | Four percent crash in crud…

ક્રૂડ તેલમાં ચાર ટકાનો કડાકો : સોનામાં રૂ. 3000, ચાંદીમાં 10000નો ઉછાળો | Four percent crash in crud…

2 months ago
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: ગાય સાથે બાઇક અથડાતા 28 વર્ષીય યુવાનનું કરુણ મોત | Navsari: 28 Year Old …

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: ગાય સાથે બાઇક અથડાતા 28 વર્ષીય યુવાનનું કરુણ મોત | Navsari: 28 Year Old …

7 months ago
આવતીકાલથી દેશભરમાં નવી ચેક સિસ્ટમ થશે લાગુ, 1-2 દિવસ નહીં પરંતુ કલાકોમાં ખાતામાં જમા થઈ જશે પૈસા | n…

આવતીકાલથી દેશભરમાં નવી ચેક સિસ્ટમ થશે લાગુ, 1-2 દિવસ નહીં પરંતુ કલાકોમાં ખાતામાં જમા થઈ જશે પૈસા | n…

11 months ago
સુરત પુસ્તક મેળામાં અમદાવાદની નબળી કોપી કર્યાનો મુલાકાતીઓનો આક્ષેપ | Visitors allege poor copying of…

સુરત પુસ્તક મેળામાં અમદાવાદની નબળી કોપી કર્યાનો મુલાકાતીઓનો આક્ષેપ | Visitors allege poor copying of…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News