અમદાવાદ,શનિવાર,12 એપ્રિલ,2025
દક્ષિણ-પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં આવેલા રોપડા તળાવને રુપિયા
૮.૨૮ કરોડના ખર્ચથી ડેવલપ કરવા દરખાસ્ત મંજૂર કરાઈ છે.તળાવની ફરતે વોક વે,બગીચા
સહિતની અન્ય સુવિધા પુરી પાડવામાં આવશે.
કેન્દ્ર સરકારની અમૃત-૨.૦ અંતર્ગત રોપડા તળાવને ડેવલપ કરવા
દરખાસ્ત મંજૂર કરાઈ છે.આ તળાવ આસપાસ હાલમાં કાચો ભાગ છે.આજુબાજુ વિવિધ પ્રકારના
દબાણ અને ગંદકીનુ પ્રમાણ વધુ જોવા મળે છે.અંદાજિત ૨૦૧૪૦ ચોરસ મીટરમાં તળાવને ઉંડુ
કરી તેની સંગ્રહ શકિતમાં વધારો કરી વરસાદી પાણીનો વધુ સંગ્રહ કરવામાં આવશે.તળાવની
ફરતે બગીચો બનાવવા ઉપરાંત એલ.ઈ.ડી.લાઈટ,સ્ટ્રોમ
વોટર લાઈન, અંડર
ગ્રાઉન્ડ ટાંકી સહિતની સુવિધા મુલાકાતીઓ માટે પુરી પાડવામાં આવશે.કોન્ટ્રાકટર
ઉમિયા વિજય ઈન્ફ્રાકોનને આ તળાવ ડેવલપ કરવા કામગીરી અપાઈ છે. દોઢ વર્ષમાં તળાવ
ડેવલપ કરવાની કામગીરી પુરી થવાની સંભાવના છે.