gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં આંતર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 70 લાખથી વધુનો ખર્ચ થશે | Inter Corporate Cricket T…

G METRO NEWS by G METRO NEWS
January 5, 2026
in GUJARAT
0 0
0
ભાવનગરમાં આંતર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 70 લાખથી વધુનો ખર્ચ થશે | Inter Corporate Cricket T…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– અન્ય મહાપાલિકાની ટીમો આવશે, તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત  

– મંગળવારથી ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે, આજે મોટાભાગની ટીમો ભાવનગર આવી જશે

ભાવનગર : ગુજરાતમાં દર વર્ષે આંતર મહાનગરપાલિકા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેમાં જુદી જુદી મહાનગરપાલિકા દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડવામાં આવે છે પરંતુ આ વર્ષે ભાવનગર મહાનગરપાલિકાના યજમાન પદે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ ટૂર્નામેન્ટમાં લાખો રૂપિયાનો ખર્ચ થશે. મહાપાલિકા દ્વારા તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. 

ભાવનગર મહાનગરપાલિકાના યજમાન પદે આગામી તા. ૬ થી ૯ જાન્યુઆરી-ર૦ર૬ દરમિયાન ઓલ ગુજરાત આંતર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડવામાં આવશે. આ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે આશરે રૂા. ૭૦ લાખથી વધુનો ખર્ચ થશે. આ ખર્ચ માટે ખાનગી કંપનીઓ સહિતની પાસેથી ફંડ લેવામાં આવેલ છે અને જો રૂપિયા ઘટશે તો મહાપાલિકાના સ્વભંડોળમાંથી પણ ફંડ લેવામાં આવશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે. ક્રિકેટ ટૂર્નામેન્ટ આડે હવે એક દિવસ રહ્યો છે તેથી મેદાન, સ્ટેજ સહિતની તમામ તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. આંતર મહાનગરપાલિકા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જુનાગઢ વગેરે મહાપાલિકાના કમિશનરની ૮ અને મેયરની ૮ ટીમ ભાગ લેશે. 

મોટાભાગની ટીમો આવતીકાલે સોમવારે આવી જશે અને કેટલીક ટીમો મંગળવારે સવારે આવશે તેમ જાણવા મળેલ છે. આ ક્રિકેટ ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે મહાપાલિકાના અધિકારી-કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. બહારથી આવતી ૧૪ ટીમને રહેવા માટે જુદી જુદી ખાનગી હોટલો બુક કરાવવામાં આવી છે. મહાપાલિકા દ્વારા જુદી જુદી કામગીરી માટે ૧૦ કમિટી બનાવવામાં આવી છે. ક્રિકેટ ટૂર્નામેન્ટ યુનિવર્સિટી ગ્રાઉન્ડ, સર ભાવસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ અને રેલવે ગ્રાઉન્ડ પર રમાડવામાં આવશે. મહાપાલિકાનું તંત્ર હાલ તૈયારીમાં વ્યસ્ત જોવા મળી રહ્યુ છે. 

રાજકોટ મેયરની ટીમ નહીં આવતા ભાવનગર મેયરની ટીમને ફાયદો થશે 

રાજકોટમાં વાયબ્રન્ટનો કાર્યક્રમ હોવાથી ઓલ ગુજરાત આંતર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રાજકોટ મેયરની ટીમ ભાગ લેવા નહીં આવે તેવી શકયતા છે, જેના કારણે ભાવનગર મેયરની ટીમને ફાયદો થશે. ભાવનગર મેયરની પ્રથમ મેચ રાજકોટ મેયરની ટીમ સામે છે. ભાવનગર મેયરની ટીમને પ્રથમ મેચમાં રમ્યા વગર જ જીત મળી જશે તેમ ચર્ચાય રહ્યુ છે. 

બહારથી આવતી ટીમોને હેરીટેજ સહિતના સ્થળ દેખાડાશે 

ભાવનગર શહેરમાં ૮ મહાપાલિકાની ટીમો ક્રિકેટ ટૂર્નામેન્ટ રમવા માટે આવવાની છે ત્યારે આ ટીમોને ભાવનગરના હેરીટેજ સ્થળો, બાગ-બગીચા, તળાવ સહિતનાં સ્થળ દેખાડવામાં આવશે. આ માટે મહાપાલિકા દ્વારા વાહન સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ જાણવા મળેલ છે. 

ગુજરાતના મુખ્યમંત્રી પણ નહીં આવે 

ઓલ ગુજરાત આંતર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મુખ્યમંત્રી હાજરી આપતા હોય છે તેથી ભાવનગર મહાપાલિકાના અધિકારી-પદાધિકારીઓ મુખ્યમંત્રીને આમંત્રણ આપવા પણ ગયા હતા પરંતુ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી ગુજરાતના મુખ્યમંત્રી આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આવશે નહીં તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખોરાકશાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૯૩ સેમ્પલો લીધા | Raids conducted in various areas of the food …
GUJARAT

ખોરાકશાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૯૩ સેમ્પલો લીધા | Raids conducted in various areas of the food …

May 13, 2026
બીસીએના વહીવટમાં હાઈકોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન થયાના આક્ષેપ
GUJARAT

બીસીએના વહીવટમાં હાઈકોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન થયાના આક્ષેપ

May 13, 2026
અમદાવાદ: ‘દાદા છું, હું કહું તે જ થશે, બધાને મારો..’ કહી છરાથી બે યુવકો પર હુમલો, નોંધાઈ ફરિયાદ | Ah…
GUJARAT

અમદાવાદ: ‘દાદા છું, હું કહું તે જ થશે, બધાને મારો..’ કહી છરાથી બે યુવકો પર હુમલો, નોંધાઈ ફરિયાદ | Ah…

May 13, 2026
Next Post
આસામમાં ભૂકંપ: મોરીગાંવમાં 5.1ની તીવ્રતાના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા

આસામમાં ભૂકંપ: મોરીગાંવમાં 5.1ની તીવ્રતાના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા

સી.ઓ. ચેકિંગ ડ્રાઈવ : એક વર્ષમાં રૂા. 17.34 લાખના દંડની વસૂલાત | CO Checking Drive: Rs 17 34 lakh fi…

સી.ઓ. ચેકિંગ ડ્રાઈવ : એક વર્ષમાં રૂા. 17.34 લાખના દંડની વસૂલાત | CO Checking Drive: Rs 17 34 lakh fi...

આસામમાં ભૂકંપ: મોરીગાંવમાં 5.1ની તીવ્રતાના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા | Earthquake in Assam: …

આસામમાં ભૂકંપ: મોરીગાંવમાં 5.1ની તીવ્રતાના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા | Earthquake in Assam: ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પ પરિવારને 30 મિનિટમાં અબજોનું નુકસાન, ક્રિપ્ટોને લગતા શેરમાં 50% સુધીનો કડાકો | Crypto stock c…

ટ્રમ્પ પરિવારને 30 મિનિટમાં અબજોનું નુકસાન, ક્રિપ્ટોને લગતા શેરમાં 50% સુધીનો કડાકો | Crypto stock c…

5 months ago
ભાજપને 1 વર્ષમાં રૂ. 6088 કરોડનું ફંડ મળ્યું, ઈલેક્ટોરલ બોન્ડ ખતમ થવાની કોઈ અસર નહીં! | ECI Disclose…

ભાજપને 1 વર્ષમાં રૂ. 6088 કરોડનું ફંડ મળ્યું, ઈલેક્ટોરલ બોન્ડ ખતમ થવાની કોઈ અસર નહીં! | ECI Disclose…

5 months ago
વડોદરા પોલીસે ચોરીના આરોપીને 28 વર્ષ બાદ મહારાષ્ટ્રથી અને બીજા આરોપીને 25 વર્ષ બાદ ઇન્દોરથી પકડ્યાે …

વડોદરા પોલીસે ચોરીના આરોપીને 28 વર્ષ બાદ મહારાષ્ટ્રથી અને બીજા આરોપીને 25 વર્ષ બાદ ઇન્દોરથી પકડ્યાે …

6 months ago
ઓનલાઇન શોપિંગમાં પણ જોખમઃ રક્ષાબંધને બહેન માટે ગિફ્ટ મંગાવનાર યુવકે ૨ લાખ ગૂમાવ્યા | Young man who o…

ઓનલાઇન શોપિંગમાં પણ જોખમઃ રક્ષાબંધને બહેન માટે ગિફ્ટ મંગાવનાર યુવકે ૨ લાખ ગૂમાવ્યા | Young man who o…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News