gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપના મંત્રી ‘અપશબ્દો’ બોલ્યા તો કંઈ નહીં પણ અધિકારીએ લખ્યું તો સસ્પેન્ડ કરાયા, જાણો મામલો | sdm an…

G METRO NEWS by G METRO NEWS
January 5, 2026
in INDIA
0 0
0
ભાજપના મંત્રી ‘અપશબ્દો’ બોલ્યા તો કંઈ નહીં પણ અધિકારીએ લખ્યું તો સસ્પેન્ડ કરાયા, જાણો મામલો | sdm an…
1
VIEWS
Share on FacebookShare on Twitter

MP SDM Suspended Over Minister kailash vijayvargiya’s Controversial Remark: મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયના ચર્ચિત ‘ઘંટા’ વાળા નિવેદનનો સરકારી આદેશમાં ઉલ્લેખ કરવો દેવાસના SDM આનંદ માલવિયાને ભારે પડી ગયું. લેટર વાઈરલ થતાં જ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. આ કાર્યવાહીનો આદેશ ઉજ્જૈન વિભાગીય કમિશનર આશિષ સિંહે જારી કર્યો હતો. બીજી તરફ દેવાસ કલેક્ટર ઋતુરાજ સિંહે SDM ઓફિસમાં સહાયક ગ્રેડ-3 અમિત ચૌહાણને પણ સસ્પેન્ડ કરી દીધા છે. વહીવટી ફેરબદલ કરતા અભિષેક શર્માને દેવાસના નવા SDM નિયુક્ત કરવામાં આવ્યા છે.

વાસ્તવમાં ઈન્દોરમાં દૂષિત પીવાના પાણીથી ફેલાયેલી બીમારી અને મોતને લઈને રાજ્યનું રાજકારણ પહેલેથી જ ગરમાયેલું હતું. આ વચ્ચે કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ એક પત્રકારના સવાલના જવાબમાં ‘ઘંટા’ શબ્દનો ઉપયોગ કરતા વિવાદ વધુ વકર્યો હતો. કોંગ્રેસે આ નિવેદનને અસંવેદનશીલ ગણાવીને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. આ રાજકીય માહોલ વચ્ચે દેવાસમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે SDM આનંદ માલવિયા દ્વારા એક સરકારી આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ આદેશનો હેતુ કોંગ્રેસના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન દરમિયાન શાંતિ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો હતો, પરંતુ આદેશની ભાષા અને સામગ્રીએ સમગ્ર વહીવટી તંત્રને કઠેડામાં ઊભું કરી દીધું.

સરકારી આદેશમાં શું વાંધાજનક હતું

વાઈરલ થયેલા આ આદેશમાં વહીવટી નિર્દેશોની સાથે-સાથે કોંગ્રેસના મેમોરેન્ડમમાં લગાવવામાં આવેલા સરકાર વિરોધી આરોપો, મૃત્યુઆંક અને મંત્રી કૈલાશ વિજયવર્ગીયની ‘ઘંટા’ ટિપ્પણીનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આવા આદેશમાં માત્ર કાયદો-વ્યવસ્થા, પોલીસની તહેનાતી અને વહીવટી દિશા-નિર્દેશો હોય છે, પરંતુ આ આદેશમાં રાજકીય ભાષા અને આરોપો સામેલ હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આદેશનો એક ભાગ કોંગ્રેસના મેમોરેન્ડમમાંથી લગભગ શબ્દશઃ લેવામાં આવ્યો હતો, જેને સરકારી સ્તર પર સૌથી વધુ વાંધાજનક માનવામાં આવ્યું.

SDM આનંદ માલવિયા સસ્પેન્ડ

આ આદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થતાંની સાથે જ વિપક્ષે તેને વહીવટના રાજકીયકરણનું ઉદાહરણ ગણાવ્યું, જ્યારે બીજી તરફ સત્તારુઢ કેમ્પમાં પણ અસ્વસ્થતા સ્પષ્ટ દેખાઈ આવી. આ મામલો ટૂંક સમયમાં જ ભોપાલ સુધી પહોંચી ગયો અને ઉચ્ચ સ્તરીય રિપોર્ટ મંગાવવામાં આવ્યો. વહીવટી વર્તુળોમાં એ ચર્ચાએ જોર પકડ્યું કે એક જવાબદાર અધિકારી દ્વારા આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ ગઈ. જોત-જોતામાં ઉજ્જૈન વિભાગીય કમિશનર આશિષ સિંહે આ મામલાને ગંભીરતાથી લઈને SDM આનંદ માલવિયાને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરી દીધો. 

આ પણ વાંચો: VIDEO: વાહ સાહેબ, તમારો પાવર! મુખ્યમંત્રીએ ગૌપૂજા વખતે બોડીગાર્ડને જાહેરમાં લાફો ઝીંક્યો

આ મામલાની આંતરિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આદેશના ડ્રાફ્ટ અને ટાઈપિંગ સબંધિત કામોમાં SDM ઓફિસમાં પોસ્ટ કરાયેલા સહાયક ગ્રેડ-3 અમિત ચૌહાણની ભૂમિકા રહી છે. ત્યારબાદ દેવાસ કલેક્ટર ઋતુરાજ સિંહે સહાયક ગ્રેડ-3 અમિત ચૌહાણને સસ્પેન્ડ કરી દીધા. વહીવટી સૂત્રોનું કહેવું છે કે આ કાર્યવાહી દ્વારા એ મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, સરકારી દસ્તાવેજોમાં કોઈ પણ પ્રકારની બેદરકારી કે રાજકીય સામગ્રી સાંખી લેવામાં આવશે નહીં. 

નવા SDM નિયુક્ત, સ્થિતિ સામાન્ય કરવાનો પ્રયાસ

સસ્પેન્શન બાદ તરત જ વહીવટીતંત્રએ અભિષેક શર્માને દેવાસના નવા SDM તરીકે નિયુક્ત કરી દીધા છે. નવા એસડીએમએ કાર્યભાર સંભાળતા જ અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્પષ્ટ કર્યું છે કે, તમામ આદેશો અને નિર્દેશો સંપૂર્ણ રીતે વહીવટી ભાષા અને નિયમો પ્રમાણે જારી કરવામાં આવશે.

આ પણ વાંચો: ‘અરે, છોડો યાર… ફાલતુ સવાલ ન કરો…’, 10ના મોત પર ભાજપના મંત્રીનું બેજવાબદાર નિવેદન

બીજી તરફ હવે SDMને સસ્પેન્ડ કરતા લોકો કહી રહ્યા છે કે, ‘અપશબ્દો’ (ઘંટા) બોલનારા ભાજપ મંત્રી કૈલાશ વિજયવર્ગીય પર તો કોઈ કાર્યવાહી ન કરવામાં આવી પરંતું તેમના નિવેદનને સરકારી આદેશમાં લખવા બદલ કાર્યવાહી થઈ ગઈ. આ કેવો ન્યાય છે?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં ભારત! દાયકાઓ બાદ આ યોજના પર ફરી શરૂ થશે કામ | India Revives…
INDIA

પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં ભારત! દાયકાઓ બાદ આ યોજના પર ફરી શરૂ થશે કામ | India Revives…

February 15, 2026
જેનેટિકલી મોડિફાઈડ પાક ભારત આવશે? US ટ્રેડ ડીલ મુદ્દે સરકારથી રાહુલ ગાંધીના 5 સવાલ | rahul gandhi qu…
INDIA

જેનેટિકલી મોડિફાઈડ પાક ભારત આવશે? US ટ્રેડ ડીલ મુદ્દે સરકારથી રાહુલ ગાંધીના 5 સવાલ | rahul gandhi qu…

February 15, 2026
કાળમુખો અકસ્માત: મંદિરે દર્શન કરવા નીકળેલા 5 મિત્રોના કરૂણ મોત! કાર-બસની ભયાનક ટક્કર | bengaluru nel…
INDIA

કાળમુખો અકસ્માત: મંદિરે દર્શન કરવા નીકળેલા 5 મિત્રોના કરૂણ મોત! કાર-બસની ભયાનક ટક્કર | bengaluru nel…

February 15, 2026
Next Post
લેન્ડલાઇન ફોન હવે લુપ્ત થવાની અણીએ, ગુજરાતમાં ફક્ત 61000 કનેક્શન જ રહી ગયા | Landline Phones Facing …

લેન્ડલાઇન ફોન હવે લુપ્ત થવાની અણીએ, ગુજરાતમાં ફક્ત 61000 કનેક્શન જ રહી ગયા | Landline Phones Facing ...

વડોદરાના વૃંદાવન ચાર રસ્તા પાસે જુગાર રમતા 6 ઝડપાયા, રૂ.87 હજારની મત્તા કબજે | 6 caught gambling nea…

વડોદરાના વૃંદાવન ચાર રસ્તા પાસે જુગાર રમતા 6 ઝડપાયા, રૂ.87 હજારની મત્તા કબજે | 6 caught gambling nea...

ધારીમાં દામાણી પરિવાર દ્વારા પ્રાથમિક શાળા નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું

ધારીમાં દામાણી પરિવાર દ્વારા પ્રાથમિક શાળા નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્નના નામે માંડવાના યુવક સાથે રૂા.2.50 લાખની છેતરપિંડી | Mandwana youth cheated of Rs 2 50 lakh in …

લગ્નના નામે માંડવાના યુવક સાથે રૂા.2.50 લાખની છેતરપિંડી | Mandwana youth cheated of Rs 2 50 lakh in …

6 months ago
જામનગરમાં ખંભાળિયા ગેઇટ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી યુવતીનો પીછો કરીને ઈશારા કરનાર શખ્સ સામે પોલીસે ગ…

જામનગરમાં ખંભાળિયા ગેઇટ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી યુવતીનો પીછો કરીને ઈશારા કરનાર શખ્સ સામે પોલીસે ગ…

3 months ago
બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર : તા.15 ફેબ્રુઆરીએ મતદાન, તા.16 ફેબ્રુઆરીએ પરિણ…

બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર : તા.15 ફેબ્રુઆરીએ મતદાન, તા.16 ફેબ્રુઆરીએ પરિણ…

1 month ago
નલ સે છલ: નસવાડીના જેમલગઢમાં પાણીની ટાંકી અને નળ શોભાના ગાંઠિયા, જિલ્લાના અનેક ગામોની કફોડી હાલત | N…

નલ સે છલ: નસવાડીના જેમલગઢમાં પાણીની ટાંકી અને નળ શોભાના ગાંઠિયા, જિલ્લાના અનેક ગામોની કફોડી હાલત | N…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News