
– અમે ચૂંટણીપંચ સાથે, નકલી મતદારોનો સફાયો જરૂરી : ભાજપ
– સામાન્ય સ્પેલિંગની ભૂલ બતાવીને ચૂંટણી પંચ નામ કાઢી રહ્યું છે, લોકોને ન્યાય અપાવવા જરૂર પડયે હું સુપ્રીમ સુધી જઈશ : મમતા
કોલકાત્તા : મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન (સર)ના મુદ્દે મમતા બેનર્જી અને ભાજપ કેટલાય સમયથી સામ-સામે છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે ચૂંટણી પંચની મનમાની સામે તે કોર્ટમાં જશે. ચૂંટણી પંચની વહીવટી મનસ્વીતા અને પજવણીના વિરોધમાં સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી બતાવીને મમતા બેનર્જીએ કહ્યું હતું કે ચૂંટણી પંચના કારણે સરની પ્રક્રિયા દરમિયાન ૭૦ લોકોનાં મોત થયા છે.










