સુરતના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે આશીર્વાદરૂપ બની રહેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નવા વિસ્તારમાં નવી શાળા અને નવા ક્લાસ રૂમ બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં નવી 14 શાળા માટે 9 ભવન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આજે 42 કરોડના ખર્ચે બનનારી શાળા માટે કેન્દ્રીય મંત્રીના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
સુરત નગર પ્રાથમિક શાળા નં.11/12, કાપડીયા હેલ્થ ક્લબ પાછળ, અંબાનગર ખાતે 9 શાળાભવનોમાં 241 ઓરડાઓનું નિર્માણ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 42.06 કરોડના ખર્ચે નિર્માણ થનારી ૧૪ પ્રાથમિક શાળાઓના 09 ભવનોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં 241 ઓરડાઓનું થશે નિર્માણ: 5500 બાળકોને લાભ મળશે. અદ્યતન શાળા ભવનોના નિર્માણથી શહેરી વિસ્તારના બાળકોની શિક્ષણ સુવિધામાં વધારો થશે શાળાના નવા ભવનનું નિર્માણ થી શહેરી વિસ્તારના બાળકોની શિક્ષણ સુવિધા તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી માં વધારો થશે. ઝોન વિસ્તારમાં સ્થાનિક બાળકોને ઘરઆંગણે મળશે, આજે ખાત મુર્હુત કરવામાં આવ્યું છે તે શાળાનું નિર્માણ દોઢ વર્ષમાં પુરુ કરવામાં આવશે.
સુરતમાં નગર પ્રાથમિક શાળાના નવા મકાન આ વિસ્તારમાં બનશે
ઉધના-એ ઝોનમાં શાળા ક્રમાંક: 204-205, બી. આર. સી. સામે વિકાસ કોલોની, ઉધના,
ઉધના-બી ઝોનમાં શાળા ક્રમાંક:369-370, ઉધના ઝોન-બી ઓફિસની સામે, ગુજરાત હાઉસીંગ બોર્ડ, કનકપુર, સચિન
-લિંબાયત ઝોનમાં શાળા ક્રમાંક: 364, કોળીવાડ ફળિયું, મુ.પો.કુંભારિયા, શાળા ક્રમાંક: 269-169, મ્યુ. ટેનામેન્ટ પાસે, ડુંભાલ,
અઠવા ઝોનમાં શાળા ક્રમાંક:4, પીપલોદ ગામતળ, શાળા ક્રમાંક: 11-12, કાપડિયા હેલ્થ ક્લબની પાછળ, અંબાનગર, ભટાર
-રાંદેર ઝોનમાં શાળા ક્રમાંક: 167-68, ભિક્ષુક ગૃહની સામે, વોર્ડ ઓફિસ ની બાજુમાં, રામનગર, રાંદેર રોડ
શાળા ક્રમાંક: 392, નિશાળ મહોલ્લો, મુ.પો. ભાઠા, .
શાળા ક્રમાંક: 393 સડક મહોલ્લો, મુ.પો.ઇચ્છાપોર,