gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઝારખંડમાં જંગલી હાથીનો કહેર, એક જ રાતમાં 7 લોકોને કચડી માર્યા, અત્યાર સુધી 17ના મોત | Wild Elephant …

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in INDIA
0 0
0
ઝારખંડમાં જંગલી હાથીનો કહેર, એક જ રાતમાં 7 લોકોને કચડી માર્યા, અત્યાર સુધી 17ના મોત | Wild Elephant …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Elephant Rampage in Jharkhand: ઝારખંડના પશ્ચિમ સિંઘભૂમ જિલ્લામાં જંગલી હાથીએ હાહાકાર મચાવ્યો છે. મંગળવારે (છઠ્ઠી જાન્યુઆરી) મોડી રાત્રે હાથીએ અલગ-અલગ ગામોમાં હુમલો કરીને 7 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. નવા વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં માત્ર 6 દિવસમાં જ હાથીના હુમલામાં કુલ 17 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

બાબરિયા ગામમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત

અહેવાલો અનુસાર, બાબરિયા ગામમાં મંગળવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ જ્યારે લોકો ઘરમાં સૂતા હતા ત્યારે હાથીએ અચાનક હુમલો કર્યો હતો. જેમાં સનાતન મેરલ, તેની પત્ની જોનકોન કુઇ, તેમના બે નાના બાળકો અને અન્ય એક ગ્રામજન મોગડા લગુરીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પરિવારનો એક બાળક ચમત્કારિક રીતે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. જ્યારે બડા પાસિયા અને લમ્પાઈસાઈ ગામમાં પણ હાથીએ એક-એક વ્યક્તિને કચડી નાખ્યા હતા.

આ પણ વાંચો: શિવાજી મહારાજ વિશે એવું તો શું પ્રકાશિત કર્યું કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ બે દાયકા બાદ માફી માગી

હાથીના આતંકનો ઘટનાક્રમ

પહેલી જાન્યુઆરી

ટોન્ટો બ્લોકના બાંદીઝારી ગામના રહેવાસી 35 વર્ષીય મંગલ સિંહ હેમ્બરામનું હાથીએ હુમલો કરતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. તે જ રાત્રે, બિરસિંહહાટુ ગામના કુચુબાસા ટોલીના રહેવાસી 55 વર્ષીય ઉર્દુપ બહંડાનું પણ હાથીએ હુમલો કરતાં મોત થયું. સદર બ્લોકના રોરો ગામના રહેવાસી 57 વર્ષીય વિષ્ણુ સુંડીનું પણ આ હુમલામાં મૃત્યુ થયું.

બિરસિંહહાટુ ગામના રહેવાસી મણિ કુંતિયા અને સુખમતી બહંડા ગંભીર રીતે ઘાયલ થયા. ત્રણેય ઘટનાઓ 1 જાન્યુઆરીની રાત્રે બની હતી.

બીજી જાન્યુઆરી

ગોઇલકેરા વિસ્તાર હેઠળના સયાતવા ગામમાં એક હાથીએ મન્દ્રુ કયોમના 13 વર્ષના પુત્ર રેંગા કયોમને કચડી નાખ્યો અને તેનું મોત નીપજ્યું. જ્યારે બૈપી ગામના રહેવાસી નંદુ કગોરાઈની 10 વર્ષની પુત્રી ઢીંગી ગગરાઈને હાથીએ કચડી નાખતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ.

ચોથી જાન્યુઆરી

ગોઇલકેરા વિસ્તારમાં આવેલા કુઇડા પંચાયતના અમરાઇ કિતાપી ગામ, તોપનોસાઇ ગામમાં હાથીએ 47 વર્ષીય મહિલાને કચડી નાખીને તેનું મોત નીપજ્યું હતું. આ હુમલામાં તેના પતિ રંજન ટોપનો અને ૧૦ વર્ષનો પુત્ર કાહિરા ટોપનો પણ ઈજાગ્રસ્ત થયો હતો.

પાંચમી જાન્યુઆરી

ઇલકેરાના સંતરા ફોરેસ્ટ રેન્જની અંદર બિલા પંચાયતમાં આવેલા મિસ્ત્રીબેડા નામના જંગલ ગામમાં એક હાથીએ 50 વર્ષીય જોંગા લગુરી પર હુમલો કરીને તેનું મોત નીપજ્યું હતું. તેમના પતિ, 52 વર્ષીય ચંદ્ર મોહન લગુરી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. 

છઠ્ઠી જાન્યુઆરી

ગોઇલકેરાના સોવા ગામ પર હાથીએ હુમલો કર્યો, જેમાં કુંદરા બાહદા, તેના ૬ વર્ષના પુત્ર કોદમા બાહદા અને તેમની 8 મહિનાની પુત્રી સમુ બાહદાનું મૃત્યુ થયું. 3 વર્ષની પુત્રી જિંગિન બાહદા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.

ત્યારબાદ, બેકાબૂ હાથી સોવા અને પટુંગ ગામોમાંથી પસાર થઈને મંગળવારે વહેલી સવારે સાંત્રા વન વિસ્તારના ટોન્ટો બ્લોકના કુઇલસુતા ગામ પહોંચ્યો, જ્યાં તેણે 21 વર્ષના જગમોહન સવૈયાને કચડી નાખ્યો અને તેનું મોત નીપજ્યું.

વહીવટીતંત્રની કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ વન વિભાગ અને સ્થાનિક પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ડ્રોન અને વનકર્મીઓની મદદથી હાથીના લોકેશન પર નજર રાખવામાં આવી રહી છે. વન વિભાગે મૃતકોના પરિવારજનોને તાત્કાલિક સહાય અને સરકારી જોગવાઈ મુજબ વળતર આપવાની જાહેરાત કરી છે. ગ્રામજનોને રાત્રિના સમયે ઘરની બહાર ન નીકળવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. હાથીઓ હવે જંગલ છોડીને રહેણાંક વિસ્તારોમાં ઘૂસી રહ્યા હોવાથી ગ્રામજનોમાં વન વિભાગ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પોતાની સુરક્ષા માટે કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રિનોવેશનના નામે ઐતિહાસિક ધરોહર ધ્વસ્ત, મણિકર્ણિકા ઘાટ વિવાદમાં PM મોદી પર ખડગેનો પ્રહાર | Congress P…
INDIA

રિનોવેશનના નામે ઐતિહાસિક ધરોહર ધ્વસ્ત, મણિકર્ણિકા ઘાટ વિવાદમાં PM મોદી પર ખડગેનો પ્રહાર | Congress P…

January 15, 2026
દિલ્હીમાં લેન્ડિંગ બાદ એર ઈન્ડિયાનું વિમાન કન્ટેનર સાથે ટકરાયું! એન્જિનમાં નુકસાન છતાં જાનહાનિ ટળી |…
INDIA

દિલ્હીમાં લેન્ડિંગ બાદ એર ઈન્ડિયાનું વિમાન કન્ટેનર સાથે ટકરાયું! એન્જિનમાં નુકસાન છતાં જાનહાનિ ટળી |…

January 15, 2026
બંગાળમાં નિપાહ વાઈરસના વધુ 3 કેસ નોંધાતા ફફડાટ! 120થી વધુ લોકોને આઈસોલેટ થવા આદેશ | West Bengal nipa…
INDIA

બંગાળમાં નિપાહ વાઈરસના વધુ 3 કેસ નોંધાતા ફફડાટ! 120થી વધુ લોકોને આઈસોલેટ થવા આદેશ | West Bengal nipa…

January 15, 2026
Next Post
પાટડીના સરકારી હોસ્પિટલના નવિનીકરણનું કામ ખોરંભે ચડતા હાલાકી | Trouble as renovation work at Patdi g…

પાટડીના સરકારી હોસ્પિટલના નવિનીકરણનું કામ ખોરંભે ચડતા હાલાકી | Trouble as renovation work at Patdi g...

‘વેનેઝુએલાની સ્થિતિ પર અમે ચિંતિત…’, માદુરોની ધરપકડ બાદ જયશંકરનું પ્રથમ મોટું નિવેદન | venezuela c…

'વેનેઝુએલાની સ્થિતિ પર અમે ચિંતિત...', માદુરોની ધરપકડ બાદ જયશંકરનું પ્રથમ મોટું નિવેદન | venezuela c...

ગામના તળાવ ખાલી થઇ જતા કૂવામાંથી દૂર્ગધયુક્ત પાણીનું વિતરણ થતાં રોગચાળાની દહેશત | Fear of epidemic a…

ગામના તળાવ ખાલી થઇ જતા કૂવામાંથી દૂર્ગધયુક્ત પાણીનું વિતરણ થતાં રોગચાળાની દહેશત | Fear of epidemic a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધો. 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી | CBSE has release…

CBSEના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધો. 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી | CBSE has release…

4 months ago
ડીસીબી બેંકમાં નકલી સોનું ગીરવી મૂકીને રૃા.૧૮.૬૧ લાખની લોન આપી | gols loan racket in DCB bank

ડીસીબી બેંકમાં નકલી સોનું ગીરવી મૂકીને રૃા.૧૮.૬૧ લાખની લોન આપી | gols loan racket in DCB bank

3 months ago
રાજકોટમાં દુર્ઘટનાઃ જેતપુરમાં ફનફેરમાં ચાલુ રાઇડ તૂટી પડી, બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત | rajkot jet…

રાજકોટમાં દુર્ઘટનાઃ જેતપુરમાં ફનફેરમાં ચાલુ રાઇડ તૂટી પડી, બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત | rajkot jet…

3 months ago
૪૦ હજારની ઘાતક ચાઇનીઝ દોરીના ૮૦ ટેલર-ફીરકી પકડાયા | Aramas mi feito amomolo lace ra ares ren lace se…

૪૦ હજારની ઘાતક ચાઇનીઝ દોરીના ૮૦ ટેલર-ફીરકી પકડાયા | Aramas mi feito amomolo lace ra ares ren lace se…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News