gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈંદોરની જેમ જળકાંડની દહેશત વચ્ચે, અમદાવાદમાં ૩૦૦ કરોડના ખર્ચે પાણી-ડ્રેનેજની જુની લાઈન બદલાશે | Amid…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
ઈંદોરની જેમ જળકાંડની દહેશત વચ્ચે, અમદાવાદમાં ૩૦૦ કરોડના ખર્ચે પાણી-ડ્રેનેજની જુની લાઈન બદલાશે | Amid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,8
જાન્યુ, 2026

અમદાવાદમાં પાણીજન્ય એવા ઝાડા ઉલટી,કમળો, ટાઈફોઈડ અને કોલેરાના
કેસ વધી રહયા છે. ઈંદોરની જેમ જળકાંડ સર્જાવાની દહેશત વચ્ચે મ્યુનિસિપલ
કોર્પોરેશનમાં સતત મિટીંગના દોર શરુ થઈ ગયા છે. રોગચાળા માટે ૨૬ હોટસ્પોટ એરીયા
જાહેર કરાયા છે. ગોમતીપુર
,બહેરામપુરા
અને દાણીલીમડા સહિતના અનેક એવા વિસ્તાર છે કે જયાં કોર્પોરેશનની પાણી કે ડ્રેનેજની
લાઈન પસાર થાય છે તે વિસ્તારમા લાઈન બદલવા મકાનો તોડવા પડે એવી સ્થિતિ સર્જાઈ
છે.કેટલા મકાન તોડવા પડશે એ અંગે સર્વે શરુ કરવામા આવ્યો છે.સ્ટેન્ડિંગ કમિટી
ચેરમેનના કહેવા મુજબ
,પાણી અને
ડ્રેનેજની લાઈન બદલવા અંદાજે રુપિયા ૩૦૦ કરોડનો ખર્ચ થશે.

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષિત પાણીના કારણે ટાઈફોઈડ
સહિતના રોગના કેસ વધ્યા છે.જેને કારણે કોર્પોરેશનના હેલ્થ અને ઈજનેર  વિભાગ સહિતનો સ્ટાફ દોડતો થઈ ગયો છે. આગામી
સમયમાં કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આવી રહી છે. આ પહેલા શહેરમાં રોગચાળાની
પરિસ્થિતિ વકરે નહીં એ માટે મ્યુનિસિપલ કમિશનરની સાથે શાસક ભાજપના હોદ્દેદારો પણ
કામે લાગી ગયા છે. જે વિસ્તારોમાં લોકોને પ્રદૂષિત પાણી મળે છે એ વિસ્તારના લોકોને
જયાં સુધી પ્રદૂષણની સમસ્યા હલ ના થાય ત્યાં સુધી ટેન્કરથી પાણી પુરુ પાડવા પાછળ
પણ કોર્પોરેશન લાખો રૃપિયાનો ખર્ચ કરે છે. થોડા સમય પછી ફરી જે સ્થળે પાણીમા
પોલ્યુશન આવવાની સમસ્યા અગાઉ થઈ હોય ત્યાંના લોકોની ફરિયાદ તંત્રને મળે
છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ
,પાણીના પોલ્યુશનની સમસ્યાના કાયમી નિકાલ માટે   વર્ષો જુની લાઈનના સ્થાને નવી લાઈન  નાંખવાનો નિર્ણય કરવામા આવ્યો છે.વિવિધ
વિસ્તારમાં આવેલા વેજીટેબલ માર્કેટ અને ખાણી-પીણી બજારમાંથી સડેલા બટાકા સહિતના અન્ય
શાકભાજીના જથ્થાનો નાશ કરવાથી લઈ તમામ સ્થળે સાફ સફાઈ રાખવા તમામ વિભાગને તાકીદ
કરવામા આવી છે.

વર્ષો જુના મકાન તોડવા રહીશો સંમતિ આપશે કે કેમ?

પૂર્વ અને દક્ષિણ અમદાવાદના વિસ્તારમાં ચાલીઓમા રહેતા લોકો
મોટાભાગે ગરીબ અને શ્રમિક વર્ગના છે. ૩૦ કે ૪૦ વર્ષથી જે ચાલીઓમાં લોકો રહે છે.
એવા લોકોના મકાન નીચેથી પસાર થતી કોર્પોરેશનની પાણી અને ડ્રેનેજની લાઈન વર્ષો પછી
બદલવા તેમના મકાન તોડવા તેઓ  સંમતિ આપશે કે
કેમ
? ઉપરાંત
માની લો કે તેઓ સંમતિ આપે તો પણ તેમના મકાન તોડવામા આવે તે સામે કોર્પોરેશન તરફથી
તેમને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આર્થિક વળતર અપાશે કે પછી આવાસની ફાળવણી કરાશે આ
મુદ્દા ઉપર પણ હજુ સુધી કોર્પોરેશનના સત્તાધીશો કે તંત્ર તરફથી કોઈ નકકર નિર્ણય
લેવામા આવ્યો નથી.

સ્ટેન્ડિંગ કમિટી પહેલા મેયરની એન્ટી ચેમ્બરમાં હોદ્દેદારોએ
બેઠક કરી

કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમા સામાન્ય રીતે મ્યુનિસિપલ
કમિશનર હાજર જ રહેતા હોય છે. આમ છતાં ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પહેલા
મેયરની એન્ટી ચેમ્બરમાં  મેયર  સહિતના પદાધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનર સાથે એક
મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં શહેરમા રોગચાળાને લઈ ઉદભવેલી સ્થિતિ અને તેને
કેવી રીતે નિયંત્રણમા લેવી એ મુદ્દા ઉપર ચર્ચા કરાઈ હતી.બુધવારે કમિશનરે વીકલી
રીવ્યુ બેઠકમાં રોગચાળાને લઈ અધિકારીઓ ઉપર ગાજ વરસાવી હતી.તેને શાંત કરવા પ્રયાસ
કરાયો હતો.

વોટર સ્ટેશનમાં કલોરીન ડોઝીયર ફરજિયાત કરાયું

        અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
હસ્તકના શહેરના વિવિધ વોર્ડમાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં કલોરીન ડોઝીયર
લગાવવુ ફરજિયાત કરાયુ છે. સ્ટેન્ડિંગ કમિટીમા લેવામા આવેલા નિર્ણય મુજબ
, અત્યારસુધી વોટર
સ્ટેશનમાં પાણી માટે પી.એચ.વેલ્યુ અને ટર્બીડીટી ચેક કરાતી હતી.ચેરમેનના કહેવા
મુજબ
, વોટર
સ્ટેશન માટે આવનારા સમયમાં કેટલાક પેરામીટર્સ બદલવામા આવશે.જેમાં ઈકોલાઈ બેકટેરીયા
કે પાણીની અંદરના ટોકસીનને વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઉપર માપવામા આવશે.જેના
પરિણામે પાણીમા કોઈ શંકા લાગે તો પાણીના વિતરણને તાકીદે અટકાવાશે.કલોરીન ડોઝીયર
મુકી કલોરીન ટેસ્ટ કરાશે.

સાત ઝોનમાંથી પાણીના ૭૫૬ સેમ્પલ લેવાયા

        અમદાવાદમા પાણીજન્ય રોગચાળો અટકાવવા
સાત ઝોનમાંથી પાણીના ૭૫૬ સેમ્પલ લેવામા આવ્યા છે.દક્ષિણ ઝોનમાંથી ૧૨૫
, ઉત્તરઝોનમાંથી
૧૨૧
, દ.પ.ઝોનમાંથી
૧૨૧
, મધ્યઝોનમાંથી
૧૦૮
, ઉત્તર-પશ્ચિમ
ઝોનમાંથી ૧૦૧ ઉપરાંત પૂર્વ ઝોનમાંથી ૯૭ તથા પશ્ચિમ ઝોનમાંથી ૮૯ પાણીના સેમ્પલ  કોર્પોરેશન દ્વારા લેવામા આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
સરકારી ભરતીનાં નામે છેતરપિંડી : ગુજરાત સહિત છ રાજ્યોમાં દરોડા | Fraud in the name of government recr…

સરકારી ભરતીનાં નામે છેતરપિંડી : ગુજરાત સહિત છ રાજ્યોમાં દરોડા | Fraud in the name of government recr...

એસટી બસમાંથી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો | A quantity of liquor and beer was seized from an ST bus

એસટી બસમાંથી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો | A quantity of liquor and beer was seized from an ST bus

જમ્મુ-કાશ્મીરમાં દાલ તળાવ સહિતનાં જળાશયો થીજી ગયા | winter intensify in north india

જમ્મુ-કાશ્મીરમાં દાલ તળાવ સહિતનાં જળાશયો થીજી ગયા | winter intensify in north india

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અટલાદરામાં ગેરેજને લઈ વિવાદ વકર્યો : પાર્કિંગ મુદ્દે હુમલો, કાર-મકાનમાં તોડફોડ : ચારને ઈજા | Garage …

અટલાદરામાં ગેરેજને લઈ વિવાદ વકર્યો : પાર્કિંગ મુદ્દે હુમલો, કાર-મકાનમાં તોડફોડ : ચારને ઈજા | Garage …

3 months ago
તમારી નફરતની ફેક્ટરી હવે દુનિયા સામે નહીં ચાલે, UNમાં ભારતની પાકિસ્તાનને ફટકાર | India Slams Pakista…

તમારી નફરતની ફેક્ટરી હવે દુનિયા સામે નહીં ચાલે, UNમાં ભારતની પાકિસ્તાનને ફટકાર | India Slams Pakista…

3 months ago
વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

5 months ago
‘સંસ્કૃત ભારતની તમામ ભાષાની જનની’, મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વચ્ચે RSS વડા મોહન ભાગવતનું નિવેદન | RSS…

‘સંસ્કૃત ભારતની તમામ ભાષાની જનની’, મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વચ્ચે RSS વડા મોહન ભાગવતનું નિવેદન | RSS…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News